બાળ ઉછેર ..


બાળ ઉછેર ..બાળકો તો ભગવાનનું રૂપ પણ એનો ઉછેર કરતા ભગવાન યાદ આવી જ જાય .
આ વાત કરતા પહેલા થોડા વર્ષો પહેલા મારી સાથે એક ઘટના થઇ એની વાત કરીશ .તબિયત ખરાબ હતી તો ડોક્ટર પાસે ગયા .બી પી માપ્યું તો 70-90 આવ્યું .ડોકટરે કહ્યું અરે તમને તો લો બી પી છે .તમને ચક્કર આવે છે ?? ના નથી આવતા કમજોરી પણ નથી ..
ખેર એક એમ ડી ડોક્ટર પાસે ગયા અને વાત કરી કે મને ચક્કર આવે તો હું ચોકલેટ ખાઈ લઉં છું ,મને લો બીપી છે .તેમણે મને સમજાવ્યું કે જો તમને આ બધા લક્ષણો ના હોય તો તમે લો બીપી થી પીડાઓ છો એ વાત ખોટી .આ બધી માન્યતાઓ છે .બીપીની હાઈ લીમીટ અને લો લીમીટ નક્કી કરતી વખતે 1000 વ્યક્તિઓનું પરીક્ષણ થાય અને એમાં 80% વ્યક્તિઓનું રીઝલ્ટ જે આવે તે લીમીટ કોમન માટે નક્કી થાય પણ એમાં બાકીના 20% એવા લોકો હોય જે હંમેશા 120-150 કે 70-90 નોર્મલી રહેતું હોય તો પણ એ તંદુરસ્ત જ ગણાય કેમ કે એમનું શરીર એની સાથે ટેવાયેલું હોય છે એમાં કેસ માં 90-120 કે 100-120 લો બીપી અને હાઈ બીપી ગણાય .
આના પરથી નક્કી થાય છે દરેક વ્યક્તિ નું શરીર અને પ્રકૃતિ અલગ તો હોય જ છે એટલે બાળક પણ નાનપણથી અલગ હોય .80%ના સર્વે પરથી નીકળેલા સર્વેક્ષણો પર આંધળો વિશ્વાસ કરીને આપણે આપણા નવજાત શિશુ પર અજમાવીએ એતો ખોટું જ ને !!!
24 કલાક ઊંઘી રહેતું નવજાત શિશુ ની સમજ તો પહેલા દિવસથી જ વિકસિત થવા માંડે છે . પ્રયોગ પણ થયેલો છે કે કોઈ વ્યક્તિ એ બાળક સામે જીભ કાઢે વારંવાર તો થોડી વાર પછી એ બાળક પણ જીભ કાઢે છે .બે ત્રણ દિવસના કેટલાય બાળકો સાથે મેં જાતે વાત પણ કરી છે .એ લોકો ગુસ્સા અને પ્રેમ બેઉનો પ્રતિભાવ પણ આપે છે .એટલે જયારે એ લોકો પ્લે સ્કુલ માં જાય ત્યારે ઘડતર થાય એ વાત ખોટી .એ માત્ર જુદી જુદી રડીને પોતાને ભૂખ લાગી છે અથવા ભીનું કર્યું છે એ જણાવે છે .એ ભેદ જાગૃત માતા જાણે છે . ત્રણેક મહીને તો એ પોતાને ઇગ્નોર કરે તો ખોટેખોટું રડીને જતાવતું થાય છે . એટલે એ નાનપણથી જયારે એ બોલી ચાલી નથી શકતું ,ખસી પણ નથી શકતું ત્યારે પણ એની કેળવણી ચાલુ હોય છે .
અને કોઈ પણ બાળકના પહેલા ત્રણ વર્ષમાં જે કેળવણી અપાય એના પર એના આખા જીવનનું ઘડતર થાય છે .અરે ત્યારે તો આપણે એને સ્કુલે પણ નથી મોકલતા !!! આ સવાલ થયો ને ???
પ્રત્યેક બાળક એના જેનેટિક સંબંધોની કેટલીક ખાસિયતો લઈને જન્મે છે અને એટલે જ બે કુટુંબોના બાળકો ભિન્ન હોય છે ..
હું કોઈ બાળકોની નિષ્ણાત નથી પણ મેં જે જાતે અનુભવ્યું છે તે સમજાવવાની કોશિશ માત્ર છે ..
વધુ આવતી પોસ્ટમાં …

Advertisements

One thought on “બાળ ઉછેર ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s