બાળ ઉછેર :(2)


બાળક ધીરે ધીરે મોટું થાય છે એ પહેલા પણ એ નિરીક્ષણ કરતું રહે છે એની સાબિતી એ બધાને ઓળખવા માંડે છે તે છે .તેને જે ખુબ પ્રેમ કરતુ હોય એ માં સિવાયની વ્યક્તિ તે જાગતું હોય અને તેને જોયા વગર બોલાવ્યા વગર તેની સામેથી પસાર થઇ જાય ત્યારે તે ખોટું ખોટું રડીને તેનું ધ્યાન ખેંચે છે એ ઘણા બધાએ અનુભવ્યું હશે .તેણે પકડેલી વસ્તુ કોઈ છોડાવવાની કોશિશ કરે ત્યારે એ રડીને વિરોધ નોંધાવતું થઇ જાય છે .એ શીખે છે કે રડવાથી ધાર્યું થઇ શકે છે .પછી એ પડતા આખડતા ઉભું થતા શીખે છે .જે જગ્યાએ એને વાગે છે કે જે વસ્તુથી પીડા થાય એનાથી તે ડરે છે .જે વ્યક્તિને જોઇને બીક લાગે તેની પાસે જતા ડરે છે .તે નિતનવા પ્રયોગો સતત કરતુ રહે છે .એની આંખમાં કુતુહલ હંમેશા જાગ્રત અવસ્થામાં અંજાયેલું હોય છે .એ બધી વ્યક્તિઓનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરતુ રહે છે અને તેની નકલ કરવાની કોશિશ પણ કરતુ રહે છે .જો તેને સતત એક સૂચના અપાતી હોય તેને સમજી શકે છે અને એ મુજબ વર્તન કરે પણ છે .બાળક માટે માણસ અને જાનવર માટેનો કોઈ ભેદ હોતો નથી .એનું વર્તન સૌ માટે સરખું હોય છે .અને જાનવર પણ નાનું બાળક એની પાસે આવે તો ભાગ્યે જ નુકસાન પહોંચાડે છે .કુતરાને ગમે ત્યાં અડે તો તેને અડવા દે છે .ગાયને પણ તે બેધડક અડી લે છે .આ બાળક વ્યક્તિની અંદરના ભાવને સ્પર્શથી ઓળખી શકે છે .જો કોઈ તેને અંદર થી પસંદ ના કરતુ હોય અને તેડે તો એની પાસે જતાં વેંત તે રડવા માંડે છે . તે દરેક વસ્તુને મોમાં નાખે છે અને પછી થોડું મોટું થાય ત્યારે કેળવણી અને અનુભવે પોતાની આદત બદલે છે .
એ ફક્ત બોલતું નથી પણ એને બધી સમજ પડે છે .અને એની આસપાસ થતી બધી ઘટનાઓ તેના અર્ધજાગ્રત મનમાં ચિત્રિત થતી રહે છે .એટલે જ બાળક નાનું હોય ત્યારે એની હાજરી માં થતા પ્રત્યેક વર્તન પર બધી વ્યક્તિઓએ સભાન હોવું ઘટે છે . જો મમ્મી કામવાળી બાઈ સાથે ખરાબ વર્તન કરે તો બાળક પણ એ જ શીખે .જેમ જેમ મોટું થતું જાય તેમ એ બધી વ્યક્તિ પાસે થી પોતાનું ધાર્યું કઢાવવા ની રીત આવી રીતે જ શીખી જાય છે . જો કોઈ મોટા વડીલને તે પોતાના માં બાપને પગે લગતા જુએ તો તે પણ લાગશે જ .અને જો માતા પિતા પગે ના લાગે અને પોતાને લાગવા કહે તો એ કરે ખરું પણ આનું કારણ જાણવાની કોશિશ કરે અને એ પોતાને યોગ્ય લાગે એવા તારણ પર આવે જેની બીજી વ્યક્તિને કદાચ ખબર પણ ના પડવા દે .
એક વસ્તુ હમેશા ખ્યાલ રાખવો કે બાળક સૂચનો થી ક્યારેય શીખતું નથી એ અનુકરણથી શીખે છે અને જલ્દી શીખે છે .એ પહેલો એકડો કે એ બી સી ડી શીખે છે ત્યારે એનો મતલબ એને નથી ખબર પણ એ તમારું અનુકરણ માત્ર કરતુ હોય છે . પછી એ ફોર એપલ શીખતી વખતે તે પોતે જોયેલા સફરજન સાથે એની સરખામણી કરે છે અને ચિત્ર સફરજનનું છે એ સમજ વિકસે છે .
એટલે જ નાના બાળકના સૌથી પહેલા તબક્કા માં જયારે એ અનુકરણ ની પદ્ધતિ થી શીખતું હોય ત્યારે કહેવા અને કરવા વચ્ચેનો વિરોધાભાસ ના હોવો ઘટે .અને જો હોય તો કેમ હોય એની આગળ જતા જો સાચી સમજ માં બાપ આપે તો બાળક સાચે રસ્તે વળી શકે . કોઈ મજુર બીડી પી રહ્યો હોય અથવા પોતાના પિતા સિગરેટ પીતા હોય તે બાળક ધ્યાનથી જોશે અને જો કોઈ વાર નોંધ્યું હોય તો પોતાની નાનકડી પેન્સિલને એ બીડી કે સિગારેટ ની જેમ એક્શન કરતો જોઈ શકો છો .પિતાની ગેરહાજરીમાં એમના ફીણ વાળા બ્રશથી શેવ કરતા કે નાની છોકરીને મમ્મીની લીપસ્ટીક કરતા બધાએ જોયા જ હશે . પણ એની સારી વાત કે ખરાબ વાત સમજાવવાનો આ જ સમય હોય છે .સિગરેટ પીતા પિતા જો એવું કહે કે આ ખોટું છે તો પેલું બાળમાનસ શું વિચારી શકે એ તમે વિચારી શકો છો …
હજી બાળક શાળાએ ભણવા નથી ગયું .ચાલો તો મોકલવાની તૈયારી કરીએ બીજી પોસ્ટમાં …

One thought on “બાળ ઉછેર :(2)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s