બાળ ઉછેર : (3)


કદાચ તમને લાગતું હશે કે બાળ ઉછેર એ તો બધા જાણે જ છે કેટલું બધું વિશાળ વાંચન ,વેબ સાઈટ પણ છે પણ તોય કેમ ??? બસ એક ખ્યાલ સાથે કે આપણે બાળકને સમજ્યા વગર જોયેલું જાણેલું અને કોઈએ અનુભવેલું તેના પર પ્રયોગ કરતા રહીએ છે .અરે રીમા ની બેબી તો ટેસ થી બે રોટલી ખાઈ લે છે અને આ તો ખાવામાં કેટલા નખરા ??? બસ આવું કેમ છે તે લખવાનો પ્રયત્ન છે એ પણ એક અબોલ બાળકને સમજીને …
એક પાટ પર એક બાળક સુતું છે .તેની ઉપર સ્વીચબોર્ડ છે .તમે એક સ્વીચ પાડો છો અને પંખો ચાલુ થાય છે .બાળક તે પછી જયારે તમે સ્વીચ બોર્ડ ને સ્પર્શ કરશો તેવું તરત પંખા અને લાઈટને જોશે જ .એને એટલી ખબર પડી કે કોઈ કનેક્શન તો છે .એ વસ્તુ નથી ખબર પણ કનેક્શન ખબર છે .જયારે મોટું થાય ત્યારે એનું અનુકરણ તે કરે જ છે .
હું લગભગ કોલેજમાં હતી ત્યારે પડોસમાં એક દંપતિને ત્યાં એક બાળકીનો જન્મ થયો .ત્રણેક મહિનાની બાળકી થઇ ત્યારે તેઓ બાજુમાં રહે .હું એને બે એક દિવસ સવારે 11 વાગ્યે રમાડવા જાઉં ત્યારે ખુબ હોંકારા કરીને બહુ બધી વાતો કરે .પછી અર્ધી કલાક પછી ઊંઘી જાય .એક દિવસ હું ના ગયી .એના ઘર અને મારા ઘર વચ્ચે એક દીવાલ .બરાબર 11 વાગ્યે તેના હોંકારા મારા ઘરમાં સ્પષ્ટ સંભળાવા માંડ્યા .હું એને ત્યાં ગયી ત્યારે એનો ટોન બિલકુલ ફરિયાદ ના સૂર જેવો હતો .હરખ તેણે પછી કર્યો .
એક બાળકી બંગાળી હતી . તેને લઇ સાંજે હિંચકા ખાવા બાગમાં લઈને જાઉં .સાંજે સાડા પાંચે એનું સાયરન અવશ્ય વાગે જ .
આ બાળકને ઘડિયાળ જોતા આવડતું નથી પણ કેટલું ચોક્કસ હોય છે .આપણે એ ફક્ત ખાઈ પી ને ઊંઘે છે .નિત્યકર્મ કરે છે બસ એટલા પુરતું ટ્રીટ કરીએ છીએ .રમાડતી વખતે એ ખ્યાલ જવલ્લે જ રાખીએ છીએ કે એ આ બધું શીખી રહ્યું છે .એટલે એને જેવું બનાવવું હોય તેની કેળવણી તો ત્યાંથી જ શરુ થવી જોઈએ .મારી દીકરીના શાળા પ્રવેશ વખતે તેની નાનકડી પરીક્ષા લેતા વસ્તુઓ ની ઓળખ પૂછે .મેડમે દીવાસળી નું બોક્સ બતાવીને પૂછ્યું કે આ શું છે તો દીકરીએ કહ્યું કે દીવાસળી .એનાથી શું થાય ???એવું પૂછતા એણે જવાબ આપ્યો :દીવા થાય .આ તો કશું જ એને સમજાવેલું નહિ તો એને આવડ્યું ક્યાંથી ?? અઢી વર્ષની દીકરી માત્ર નિરીક્ષણ થી શીખેલી .
હા ,બાળક જયારે દસેક દિવસનું થાય તો દિવસના એક અનુકુળ સમયે તેને ઘરની બહાર થોડું અવશ્ય ફરવા લઇ જાવ .ઝાડ પાન બતાવો .એને એક આંટો ચોક્કસ મરાવો .તે ઝીણી ઝીણી આંખો અને તેજ કાનથી વાતાવરણથી અનુકુલન સાધતા શીખે છે .
એને સાચવો ચોક્કસ પણ બખ્તરની જેમ કિલ્લાબંધી કરીને નહિ જ .કેમ કે તેની શરીરની ઈમ્યુનીટી કેળવવા માટે શરૂઆતના પ્રતિકુળ સંજોગ સાથે અનુકુલન સાધવું જરૂરી છે અને એ પણ નાનપણથી .આવું બાળક થોડી વાર થોડી છીંકો ભલે ખાતું હોય પણ એ આગળ જતા શરીરે તંદુરસ્ત અવશ્ય બને છે .
અરે હા હવે છ મહિના નું થયું એટલે થોડું મોટું થાય એની વાત પણ આવતી પોસ્ટ માં …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s