બાળ ઉછેર (4)


હવે બાળકને છ મહિના સુધી ફક્ત માતાનું દૂધ આપવાનું કહેવાય છે .પહેલા ત્રણ મહિના પછી એને દાળ અને મગનું પાણી વગેરે આપતા .જો ફક્ત માતા નું દૂધ આપીએ તો માતાને કેટલો પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ અને એ બધા વર્ગની મહિલામાં શક્ય નથી .વળી નોકરિયાત માં તો મેટરનિટી લીવ સુધી જ રહે છે .શરૂઆતમાં બાળકને ડોક્ટર બે બે કલાકે દૂધ આપવાનું કહે છે કેમ કે એ વખતે એને ભૂખ વિષે જ્ઞાન નથી હોતું .પણ પછી એ ગાળો વધારતા જઈએ અને ભૂખ લાગે ત્યારે જો બાળકને ખોરાકની ટેવ પાડીએ તો બાળક બધું ખાય છે . માતા જો ખાવામાં નખરા ના કરતી હોય અને બધું ખાતી હોય તો બાળકને દૂધ વાટે બધી જાતનું પોષણ મળે છે અને અહીં ફરી કહીશું ડી એન એ તો ભાગ ભજવશે જ .
બાળકની તંદુરસ્તી ખુબ સારી હશે તો એને ભૂખ લાગે જ એટલે એને તમે જો થોડું થોડું ક્યારેક ચખાડો તો એનો સ્વાદ ડેવલપ થશે જ .
હવે પાંચેક મહિના પછી તમારા ઘરમાં બનતું તમામ ભોજન મસાલા થોડા ઓછા પણ તેના પર એકાદ ચમચી ચોક્ખું ઘી નાખીને ખાતા શીખવો .એને બીજો નવો ટેસ્ટ લાગશે એટલે એને ગમશે .એવો રીતે મીઠાઈ ફરસાણ પણ ક્યારેક ચખાડો એને ગમશે .પણ પછી એને માત્ર ગમતું જ ના ખવડાવો અને બધું ખાતા શીખવો અને સૌથી મહત્વનું છે કે એને અલગ કાઢીને ના ખવડાવો એને આપણે જે રાંધીએ એ થોડું ઘી નાખીને આપો એટલે આગળ જતા ફક્ત મોળું ખાઈને ક્યારેક પજવતા બાળકો જેવી હાલત ના થાય અને એનું પાચનતંત્ર એના માટે કેળવાય .
બાળકને ફક્ત ઉકાળેલું પાણી આપવું પણ જરૂરી નથી .રોગચાળો હોય કે બાળક નબળું હોય ત્યારે બરોબર પણ એક તંદુરસ્ત બાળકને આપણી જેમ જ પાણી આપો એ એની ઈમ્યુનીટી કેળવવા જરૂરી છે .
હવે તો શાળામાં ખાવાનું અપાય છે એટલે બાળક બધું ખાતું થઇ જાય છે વળી પોતાના હમઉમ્ર લોકો સાથે એ જોઈ જોઇને બધું ખાતું થઇ જાય છે .જો શાળામાંથી નાસ્તો આપે તો ઘેરથી ટીફીન ની ટેવ ના પાડો . એમાં આગળ જયારે મોટા થઈને બીજે જવાનું આવે ત્યારે આ બાળકોને બહુ તકલીફ થાય છે .સૌથી વધારે તો જેમ બને તેમ ઘેર પણ ફાસ્ટ ફૂડના બદલે પૌષ્ટિક ભોજન ખાવાની ટેવ પડવી ઘટે .ઘેર પીઝા પાસ્તા બર્ગર બનાવીને બાળકોને રીઝવતી મોર્ડન મમ્મીઓ તેમને આગળ જતા મેદસ્વીતાની ભેટ આપે છે અને એનું શરીર પણ પોષણના અભાવે દરેક રોગનો પ્રતિકાર નથી કરી શકતું અને ઉપર થી ટી વી જોતા ખાવાની ટેવ એટલે …
મારું ઉદાહરણ ચોક્કસ આપવું ગમશે .મારી દીકરીને બપોરનું ભોજન શાળામાં આપતા .સરસ ગરમ ગરમ રોટલી અને દાળ ભાત શાક સાથે બધો નાસ્તો પણ ખરો .એ ઘેર આવે ત્યારે હું એને રોટલી શાક ખવડાવું .નોકરીએથી આવ્યા પછી અમે દાળ ભાત બનાવીએ પણ એને હું રોટલી ને શાક જ આપતી .એ શરૂમાં ખાવાની ના પાડે એટલે હું જેમ લઈને આવું .પછી શરત એ કે એક રોટલી હું ખવડાવું અને બીજી જાતે ખાવાની .હું રોટલી સાથે શાક આપું અને જામ સાથે એણે જાતે ખાવાની .ખાતી વખતે ચંપક બાળ મેગેઝીન ખુલ્લું હોય ,વાર્તા ચાલતી હોય ,પણ એ ખાવાનું બંધ કરે એટલે વાર્તા પણ બંધ .એટલે બધું ખાઈ લે .એને સમજાવેલું કે જે ધોરણમાં ભણે તેનાથી એક રોટલી વધારે ખાવાની .ધીરે ધીરે ખવડાવવાનું બંધ કર્યું અને પછી જામ પણ બંધ કર્યું .એની ભૂખ એ રીતે ડેવલપ થઇ કે નાસ્તા ને બદલે ભરપેટ ખોરાક ખાય તો જ સંતોષ થાય .સમયે સમયે બધું આપું પણ ભૂખ લાગે તો જ .ને પાંચ વર્ષ સુધી ચોકલેટ અને કોલ્ડ ડ્રીંક ને બદલે ફળ લાવીને ખવડાવતા .બહાર જઈએ તો ઈડલી સાંબર .પાંચ વર્ષ પછી બધું ખવડાવીએ તો ખરા પણ ઘરનું 95% હોય .આજે પણ એને બહારના કોલ્ડ ડ્રીંક નથી પસંદ . એને હંમેશા એક વાત કહી છે કે બે માર્ક ઓછા આવશે તો ચાલશે પણ તંદુરસ્તી સાથે સમાધાન ક્યારેય નહિ ચાલે .એટલે ખોરાક માટે ક્યારેય બેદરકારી ના કરે .

આની પાછળ મારા ત્રણ વર્ષ ગયા પણ એની તંદુરસ્તી માટે કોઈ ફિકર રહી નહિ .
ખાવા સાથે બીજી સૂચનાઓ જે બાળ માનસ પર અવળી અસર કરે છે એની વાત હવે પછી .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s