બાળ ઉછેર : 5


સૌથી રસપ્રદ અને સાવધાન રહેવાનો તબક્કો એ બાળકને શારીરિક કરતા માનસિક રીતે તૈયાર કરવામાં હોય છે .સાવ નાનું બાળક તમારી ભાષાનો અર્થ ના સમજે તો પણ સમજીને તેને અનુસરે છે .એ તમારા કહેવાનો મતલબ સમજે છે .એની હાથમાંથી વસ્તુ છોડાવીએ અને એ રડે તો આપણે એને પછી આપી દઈએ એના પરથી એ સમજી જાય છે કે રડવાથી આપણને જે કરવું હોય તે કરી શકાય .એટલે આ ટેકનીક એ બધી વખતે અજમાવે છે .યાદ આવ્યું ??? એ વખતે એને સ્પષ્ટ ના પાડીને એની જિદ્દ પૂરી ના કરીએ તો એ થોડું રડીને શાંત થઈને રમવા પણ માંડે .પણ ભૂલ ક્યાં થાય છે ?? આપણે જીદ્દને પોષીએ છીએ અને આપણા ભારતીય સમાજમાં ખાસ તો છોકરાની જીદ્દને !!! નાં એને ના લેશો કહીએ અને પછી કોઈ ઊંચકે તો બાળક રડે .એ તમારો મેસેજ સમજી ગયો એટલે . ક્યાં હસવું રડવું એ બાળક પોતાની જાતે નક્કી કરતુ થઇ જાય છે એટલે એના ભવિષ્ય ને ધ્યાન માં રાખીને નાનપણથી તૈયાર કરવું ખુબ જરૂરી બની ગયું છે ..
બાળક સ્પર્શને સમજે છે . એટલે કોઈ ખોટી નિયત કે કમને ઊંચકે તો રડે છે . કેટલાક બાળકને તીખું લાગે એટલે એ સિસકારા બોલાવે કે થુંકે તો એને એ ખોરાક નથી આપતા .અને પછી એને મોળું જ આપીએ છે .એ પણ ખોટું . એને પછી બહાર જવું પડે ત્યારે તકલીફ પડે છે .આ શારીરિક સાથે માનસિક વલણને લીધે થાય છે .આપણે વિકલ્પો વિચાર્યા વગર ફક્ત એને તકલીફ ના પડે એ જોઈએ છીએ .
આમાં ખરેખર તો બધા સંજોગો માં શીખવવા કરતા ફક્ત સગવડીયું જીવન જીવવા તૈયાર કરીએ છીએ અને એ વસ્તુની આ શરૂઆત છે .જયારે વિપરીત સંજોગો હોય ત્યારે આ બાળકો હેરાન થાય છે જરૂર કરતા વધારે હેરાન થાય છે .મારા એક બહેન છે .નાનપણથી બાળકો આગળ કહે કે એમને તો મારા સિવાય કોઈના હાથનું ભાવે નહિ .આ  જ બાળકો જેઠાણી ,નણંદ વગેરે ખાવાનું બનાવે તો મને કહે મમ્મી તું જ જઈને બનાવ એ લોકો સારું નથી બનાવતા .
આમાં બે વસ્તુ થાય કે દરેક ઘરની રીતભાત જુદી હોય એ સમજ વિકસે જ નહિ .બીજું સામે વાળી વ્યક્તિનું અપમાન કહેવાય એ સમજ નો અહીં સદંતર અભાવ વર્તાય છે .અને બીજું એક સ્ત્રી બીજે જાય તો બે ત્રણ દિવસ એને થોડા કામમાં રાહત રહે એને બદલે એને તો રસોડું સંભાળવું પડે એટલે અહીં જવાબદારી બેવડાય પણ સાથે સંબંધમાં એક મૌન અભાવ આવે એનો ખ્યાલ ના રહે .
અહીં બાળકને જો નાનપણ થી કહ્યું હોય કે બેટા જો બધે જુદું જુદું હોય એટલે આપણે જ્યાં જઈએ ત્યાં એવી રીતે રહેવું અને ખાવું પીવું પડે .આપણે ત્યાં એ લોકો આવે ત્યારે એ લોકો મારી સાથે આવું કરે તો તમને ગમે ??? બાળક સમજી જાય .અને બધા સંજોગો માં રહેતું બાળક આગળ જતા થોડું ઓછું હેરાન થાય છે .સંબંધો પણ સારા રાખતા શીખે છે .
હું પહેલા બીજા વિસ્તાર માં રહેતી .ત્યાં એક બહેન રહે .હું નોકરી કરું એટલે ઘેર જમવાનું તૈયાર કરીને જતી રહું .મારી દીકરી એમને ત્યાં રમવા જાય ત્યારે જુએ કે એ બહેન સ્કુલે જતી વખતે એમના દીકરાને ગરમાગરમ રોટલી ખવડાવે .એ કહે મારી મમ્મી તો રોજ શાક રોટલી બનાવી ને જતી રહે અને મારે ઠંડુ થાય ત્યારે ખાવાનું .અમે શનિ -રવિની રજામાં નવી વાનગી બનાવતા .પછી મને ખબર પડી કે રોજ નવું બનાવે ત્યારે એ બહેન એના દીકરાને કહે જો લોકોને તો રોજ નવું ખાવા પણ મળતું નથી એમને શાક રોટલી અને દાળ ભાત જ ખાવા પડે છે અને હું તમને કેવી સરસ વાનગી બનાવીને ખવડાવું છું ???!!!મેં મારી દીકરીને ત્યાં જવાની ના પાડી અને એને સમજ આપી કે બેટા ,આપણે જો તંદુરસ્ત રહેવું હોય તો સમતોલ આહાર લેવો પડે .રોજ નવી નવી વાનગી ખાવી સારી તો ખરી પણ એમાં પોષણ ના મળે અને આપણી તંદુરસ્તી ખોરવાય .ત્યાર પછી દર શનિ રવિમાં હું નવી વાનગી બનાવું ત્યારે મારી દીકરીને એ બનાવતા દેખાડું અને એને રસોડા માં વાતો કરતા હાજર રાખું એટલે એને સંતોષ થયો કે ના મારા મમ્મી પણ મારા માટે નવું નવું તો બનાવે છે .આગળ જતા એ બહેન નો બાબો ખુબ જ મેદસ્વી થઇ ગયો .ખોરાક સાથે કસરત નો અભાવ અને બેઠાડું જીવન પણ માં ના ઉછેર નો જ એક અવિભાજ્ય ભાગ છે અને ફક્ત ખવડાવવું નહિ પણ સમતોલ ખાવા માટે બાળકને એની અગત્ય સમજાવવી પણ એક માનસિક તાલીમ છે જે આપવી જરૂરી છે .છૂટ સાથે બંધન અને બંધનમાં પણ છૂટ રાખતા રહેવું કપરું છે પણ અશક્ય નથી ..આગળ જતા બીજી વાતો આ જ કડીમાં ….

Advertisements

One thought on “બાળ ઉછેર : 5

  1. ખુબ સાચી વાત કહી… બાળક રડે ત્યારે એનું કારણ એ આપણું ધ્યાન તેના પર જાય એવું ઈચ્છતું હોય છે. પણ આપણે જાણતા હોવા છતા તેની સામે ના જોઈએ તો એ થોડીવારમાં રડતું બંધ થઈ જાય. છોકરું ઘણી વાર રમતા રમતા પોતાની ભુલનાં લીધે પડી જાય તો રડશે નહી પણ બીજા કોઈ દ્વારા પડી જાય અને કંઈ લાગ્યું પણ ના હોય છતા પણ એ રડશે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s