ચેહરા પર સ્મિતની ચાદર ઓઢીને …….


આકાશમાં તારાની આકૃતિ રચું છું આડી અવળી …આ ઉનાળામાં અગાસી પર પાથરેલી ઠંડી પથારીમાંથી આકાશ રમતું દેખાય છે અંધારાનો ઢાંક પીછોડો ઓઢીને .આટલા બધા તારાની પેલે પાર સુધી નજરને ખેંચીને જોયા કરું છું .ખોજ છે મારી જીવનના અર્થ ની .ક્યાં છું ?? કોણ છું ?? કેમ છું ??? ક્યાં સુધી છું ?? કોને માટે છું ??? આ બધા સવાલો એક એક તારા માંથી ઝબુકતા દેખાય છે અને બુઝાતા જાય છે .પહેલા સવાલનો જવાબ મળે ત્યાં સુધી માં બદલાઈ જતો સવાલ મારી જિંદગી જેવો જ લાગે જે ચાર કલાક પછી સૂર્યોદય સાથે શરુ થવાની હોય છે ???
રાત્રે પથારી છોડી બેડરૂમના અરીસા સામે લાઈટ કરી ઉભી રહું છું .અપલક જોતી રહું છું પ્રતિબિંબને !!!! થોડા વર્ષ પાછળ જતી રહું છું .એ બધું યાદ કરું છું કે ત્યારે હું શું વિચારતી ?? એટલે કે મારી ખ્વાહિશો નું તે વખતનું વર્તમાનપત્ર જે હવે દુન્યવી ભાષામાં પસ્તીના થોકડા માં પડ્યું છે એ ખોલી ને પાને પાનું વાંચવાનો પ્રયત્ન …
ક્યાંક કાણા પડેલા છે અને ગડી માંથી ફાટી જવાની તૈયારી કરતુ હોય એમ જૂની સાડીની ગડી માફક બેઠેલું …પીળા પાનામાં હજીય ખ્વાહિશો પુરા થવાના અરમાન સાથે તાજા ફૂલનો ગુલદસ્તો હાથમાં લઈને બેઠેલી જોયા કરું છું …પછી બારી પાછળ દૂર મૌનમાં તમરાં નું બેકગ્રાઉન્ડ સંગીત વાગે છે અને પેલી પીળી લાઈટ કાળી સડક ને સૂર્ય નો ભાસ આપવાનો મિથ્યા પ્રયત્ન કરે છે ત્યારે એક કાર તીવ્ર ઝડપથી એમના સંવાદને કાપીને આગળ વધી જાય છે . એ ખ્વાહીશ જરાય હતાશ નથી નથી એને પુરા થવાની ઉતાવળ કે અરમાન પણ નથી પણ એ મને છોડીને જતી નથી રહી .મારી જાતને હું એકલી જ માનત જો આજ રાત્રે એ મને ના મળી હોત .
ત્યારે વિચાર આવ્યો મને અભાવ કેમ લાગ્યો ?? અગણિત અપેક્ષાઓ ના જાળા ગૂંથીને બેઠેલી હું મારી આસપાસ .મુઝ થી અપેક્ષાઓ મને હતી .ત્યારે સમય અને સંજોગ ને ગણતરીમાં લેવાનું સાવ ભૂલી જવાયું .અને સમય તો એક દિવસ મહિના વર્ષ બનીને વહ્યા કરે અને એ વહેણમાં હું અને અપેક્ષાઓ છુટા પડતા રહ્યા મળતા રહ્યા .માંડ વિસ્મૃતિનું વરદાન મળે ત્યાં ફરી ફેણ તાણીને ઉભી રહે હું કોણ ?? ની પ્રશ્નાવલી …
પણ હું આ બધાથી પર એક અનંત શક્તિનો હાથ ઝાલી ચાલ્યા કરતી હું …જે મેં કર્યું નો ભાસ હતો એ તો એ અનંત કાળના હાથમાં મારી દોરીનો ખેલ હતો .હું માત્ર પાત્ર જે એ શક્તિની શતરંજ પર ચાલ્યા કરું જ્યાં સુધી બાજી હોય એવું પાત્ર .
મેં મારી અપેક્ષાને હસીને અલવિદા કહી દીધી .હવે મારો વર્તમાન એ મારું જીવન .મારે પાછળ નથી વળવું અને આગળ નથી વિચારવું બસ આજ અત્યારે અને આ પળે રાત્રીના છેલ્લા પ્રહર ને વિદાય લેવામાં બે કલાક છે ….
અને આંખ મળી ગયી .ચેહરા પર સ્મિતની ચાદર ઓઢીને …….

Advertisements

5 thoughts on “ચેહરા પર સ્મિતની ચાદર ઓઢીને …….

  1. ખુબ ચિંતન અને મનન, મનોમંથનનાં અંતે લખાયેલું વિવરણ. ખુબ ગમ્યુ. અપેક્ષાઓ વાળી વાત અફર સત્ય છે. બાકી રહી વાત સ્વને ઓળખવાની તો મારા મત પ્રમાણે એની ખોજ નો જવાબ આપણી અંદર જ મળી રહેશે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s