ભગવાન સાથે સંવાદ ….


એક ઉષાકાળનો સમય નજીકમાં હતો …મારા માં એક અકથ્ય ઝંઝાવાત અનુભવાતો હતો .ના કોઈ દર્દ હતું ના કોઈ સ્પંદન !!!અચાનક મેં જોયું કે એક જ્યોત જલી રહી હતી .એ ગતિ કરવા માંડી અને ઘણે દૂર પહોંચ્યા પછી એક વલયમાં એનો પ્રવેશ થયો .ત્યાં અનુપમ ઠંડક અને એક પ્રકાશ વલય …એ તેજ હતું પણ તેમાં શીતળતા હતી .એ જ્યોતની નિરંતર ગતિ ચાલુ રહી .અહીં એને એક દિવ્ય અનુભવ થયો .એક સ્પર્શ નો .કોઈ સામે નહોતું પણ એ સ્પર્શનો અનુભવ .એનો અણુ અણુ રોમાંચિત થઇ ઉઠ્યો .સામે એક અવાજ સાવ ધીરો અને સ્પષ્ટ .એ અવાજ સાંભળતા વેંત જ્યોત ને લાગ્યું કે આ જ બસ આજ તેની તલાશ . સમગ્ર ભૂરાશ નો લય લીધે સાવ હલકા થવાનો અને તરતા હોવાનો ભાસ હતો એ .અચાનક એ દિવ્ય પ્રકાશ સામે હતો .આંખો અંજાતી નહોતી .કદાચ પેલી જ્યોત એટલી પવિત્ર હશે કે આંખ બંદ ના થઇ .

જ્યોત : આપ કોણ ??

પ્રકાશ : તારું ઉદગમ સ્થાન …

જ્યોત : આ અનુભવ ???

પ્રકાશ : તને મળવાનું મન થયું ..

જ્યોત : હું ક્યાં છું ??

પ્રકાશ : તારી જગ્યાએ જ્યાં તું હોઈ શકે …

જ્યોત : તમે કોણ છો ???

પ્રકાશ : તારી શોધ અને તારા અજંપા નો અંત …

જ્યોત : શું તમારી પાસે હું રહી જાઉં ???

પ્રકાશ : તું મારી પાસે જ હતો બસ ફક્ત મુલાકાત આજે થઇ …

જ્યોત :તમે તો પરબ્રહ્મા છો અને હું પામર પ્રાણી .તમારી નજીક હોવાની લાયકાત હજી મેં પ્રાપ્ત નથી કરી …

પ્રકાશ : તારા હૃદયમાં મારું સ્થાન ક્યારેય ચ્યુત થતું જોયું નથી. એ જ તારી લાયકાત ..

જ્યોત : અહીં થી જો પરત ફરીશ તો જીવન અકારું થઇ જશે ..

પ્રકાશ : જો તું પરત નહિ ફરે તો મારું કાર્ય કોણ કરશે ???

જ્યોત : મને તમારા કાર્ય વિષે કશું જ જ્ઞાત નથી .નથી હું પૂજન અર્ચન કરતો ,નથીમંદિર જતો નથી ,દાન ધરમ કરવા જેટલી મારી લાયકાત !!!નથી મેં સમય કાઢ્યો .અને પાછો જઈશ તો મારો ધર્મ કદાચ મને વચન પાલન કરવાનો સમય નહિ આપે …

પ્રકાશ : મંદ મંદ હસતા કહે છે .બસ બ્રહ્મા કરતા પણ તને તારા કર્તવ્યો હમેશા યાદ રહે છે અને સંપૂર્ણ નિષ્ઠા થી તું એ પુરા કરે છે .તારું મન સંતોષી છે અને ક્યારેય કોઈ જીવને તેં તારા થકી દુઃખ નથી આપ્યું એટલે તને આભાર માનવા બોલાવ્યો છે .બોલ તારે શું જોઈએ ?? અવિરત અનંતકાળ સુધી સ્વર્ગ સુખ કે બીજું કંઈ ???

જ્યોત : પાપ અને પુણ્ય તો મને ખબર નથી પણ અણ હક્કનું કશું ના ખપે .મને કર્મ જોઈએ અને એમાં શ્રદ્ધા !!! મને નથી ખબર કે ભગવાન શું છે પણ એ શક્તિની ઉપાસના હું કર્મથી કરી શકીશ જેમ તમે કહ્યું .તમારા સ્વર્ગમાં તો ભોગવિલાસ મને ના પોષાય .મને મારા લોકમાં પરત ફરવાનું પસંદ છે .સ્વર્ગ નહિ .

પ્રકાશ : ચલ તને મારા ચરણ ની સેવા આપું છું અને લક્ષ્મી તારી સેવામાં …

જ્યોત : આપતો સર્વશક્તિમાન છો એટલે આપને કોઈ સેવાની જરૂર નથી એ જાણું છું .અને લક્ષ્મી દેવી ને દાસ ના બનાવાય કેમકે એતો વિષ્ણુ પત્ની છે .હું મારી પત્નીને પણ દાસ નથી ગણતો તો એ પરલોક ની દેવી જેનું સન્માન કરવાનું હોય એને દાસ બનાવાનું પાપ !!! ના ..નાં ..

પ્રકાશ : તારે કશું ક તો લેવું જ પડશે મારી પાસે થી …

જ્યોત : મારા હૃદયમાં તમારો વાસ છે એટલે કશું ના જોઈએ .મારા ચકલા કબૂતરને દાણા નાખવાનો સમય થયો .હું પરત થાઉં છું .

પ્રકાશ અબોલ છે કેમ કે હવે જ્યોતનું રક્ષણ કરવાની અહર્નિશ જવાબદારી તેને લેવાની છે .જલતી જ્યોતને જતી વખતે પ્રકાશ પણ નત મસ્તક છે .

Advertisements

One thought on “ભગવાન સાથે સંવાદ ….

  1.  “ક્યારેય કોઈ જીવને તેં તારા થકી દુઃખ નથી આપ્યું” બસ આ જ છે સાચા જીવનની વ્યાખ્યા. આટલું સમજી લઈએ એટલે બેડો પાર. બીજું કંઈ જ જાણવા સમજવાની જરુર જ નથી.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s