બાળ ઉછેર :6


બાળ ઉછેર ની આ અંતિમ કડી છે અને એમાં શારીરિક નહિ પણ બાળકની વયના પ્રત્યેક વર્ષ સાથે માનસિક જરૂરિયાત અને એનું પણ શરીરના વિકાસ જેવું પોષણ મળી રહે તેનું ધ્યાન રાખવાની જરૂરીયાત છે .
અહીં પ્રખ્યાત લેખક કાંતિ ભટ્ટે કહેલી એક વાત યાદ આવે છે .શીલા ભટ્ટ અને કાંતિ ભટ્ટ મારા માટે બાળપણથી પત્રકારત્વ ક્ષેત્રમાં ખુબ ઊંચું સ્થાન ધરાવે છે .શીલા ભટ્ટ જયારે દૂરદર્શન ન્યુઝ પર પેનલ માં આવે ત્યારે આખા સમાચાર જોવા પડે અને કાંતિ ભટ્ટની કલમ વાંચવા માટે કોઈ સમય કાઢવો ના પડે સમય નીકળી જ જાય .એમની દીકરી હતી શક્તિ .એના માટે કાંતિ ભટ્ટે કહેલું કે નાનપણથી એને પુસ્તકોની સોબત માં એના ઢગલા વચ્ચે રમવા મૂકી દીધેલી .જો તમારું બાળક શાળા એ ના જતું હોય ત્યારે પણ એને ચિત્ર બુક થી તમે ક ખ ગ તો ભણાવો છો ,એ લખતું નથી પણ ઓળખે છે એ જ પુસ્તક જો એનું સાથી બની જાય તો ખરેખર સારા ઉછેર ની અર્ધી તકલીફ ઓછી થઇ જાય .
સાવ નાના બાળકને સૂચનો આપે ત્યારે પ્રત્યેક વાક્ય માં નીતરતી નેગેટીવ રચના તેના વ્યક્તિત્વને નેગેટીવ બનાવશે અને વાઈસે વરસા .તું આમ ના કરીશ કહીએ તો એનું કુતુહલ ભર્યું મન એના પરિણામ જોવા ઉત્સુક રહેશે .એને બદલે ફક્ત સૂચનો નહિ પણ એ સૂચનો કેમ આપો છો એ સમજાવવું ખુબ જરૂરી છે .અને આ વયનું બાળક માતા પિતા ના સૂચનોને બ્રહ્મ વાક્ય માને છે .બધા ભલે મને કે શાળા અને કોલેજ માં બાળક ઘડાય પણ એના વ્યક્તિત્વનો પાયો તો પહેલા પાંચ વર્ષમાં મજબુત થઇ જતો હોય છે .બાળકને શાંત રાખવા જયારે એને કાર્ટુન ફિલ્મ દેખાડો છો પછી એને શાંત પાડવા કાયમ આ ટ્રીક અપનાવો છો અને એ આદત બાળકની જીવનશૈલીમાં વણાઈ જાય છે .પછી એ મેદસ્વીતા અને બેઠાડું જીવન સાથે બંધાણી બને છે ટી વી નો અને પછીની તકલીફો સર્વ વિદિત છે .
એ જ બાળકને હવે વિભક્ત કુટુંબ માં રહેતા માં બાપ જો એક વાર્તાની ચોપડી માંથી વાર્તા કહે તો બાળક ની કલ્પના શક્તિ ખીલે છે .પરી કેવી હોય ??/રાક્ષસ કેવો હોય ??? એમાં મુશ્કેલીમાંથી માર્ગ કેવી રીતે શોધે અને સામાજિક કુટુંબ જીવનની ઘટમાળ પણ વાર્તા થકી સમજાવાય છે . એ બાળકને ભણવાના પુસ્તકો પણ વહાલા લાગે છે .માં બાપ પોતે શિસ્ત માં રહેતા શીખે પછી એમની નકલ મારતું બાળક એની જાતે જ શિસ્ત અપનાવશે .કેમ કે એ નકલથી શીખે છે .જયારે તે દસ વર્ષ પુરા કરે ત્યારે એની જીવનશૈલી પર દૂર થી નજર રાખો .જો કૈક અલગ લાગે તો તરત નહિ પણ ક્યારેક નવરાશની પળો માં થોડોક સમય માત્ર એની સાથે વાત ચિત માં ગુજારો .એને પોતાના બાળપણની વાત પોતાની કરેલી ભૂલો સહીત કહો .એને મજા પડશે .અને એની સાથે તમે પણ સમજશો કે આ ઉંમર માં તમે પણ આવા જ હતા .તમારી ભૂલો થી તમને અને એને ખ્યાલ આવશે કે ભૂલો કરવી એ ગુનો નથી પણ એને ના સુધારવી એ અપરાધ છે .બાળક ભૂલ કરે ત્યારે એનું કારણ શોધો કે કેમ આવું ?? અને પછી એની સાથે બેસીને એને અનુરૂપ એનો ઉકેલ લાવો .એની ઉંમરે તમારા મનોજગતને સરખાવશો તો થોડું ઓછો સંઘર્ષ થશે .અને નાનપણથી એના સાથી બનશો તો મોટો થાય ત્યારે એ સૌ પહેલા કોઈ પણ મુશ્કેલીમાં તમારી પાસે આવશે . કોઈ બહારની વ્યક્તિની મદદ નહિ લે .હવે બાળકોને સમજવા એના ગેજેટ્સ અને ઉપયોગ પણ શીખવા જરૂરી બને છે .પોતાના જ એક બાળકની સરખામણી બહાર તો ઠીક પણ ઘરના બાળક સાથે પણ ના કરો .દરેક ફૂલ જુદું છે અને જુદી માવજત માંગે છે .દીકરા સાથે ક્રિકેટ રમતા પિતા દીકરી સાથે ઘર ઘર પણ રમે એ જરૂરી છે .દીકરીની રમકડાના કપ રકાબીની ચા ભાઈ /બેન ,મમ્મી પપ્પા પણ સાથે બેસી પી શકે અને ક્રિકેટ સહ કુટુંબ રમી શકાય ને !!!
દેશ દુનિયા માં બનતી સારી નરસી ઘટનાઓની ચર્ચા ઘરમાં કરો .તમારી ચર્ચાઓ માં બાળકોને બધી સમજ પડશે પણ શું સારું અને શું ખરાબ તે પણ એ જાતે સમજી શકશે .અને સૌથી વધારે આજની જીવનશૈલી માં મહત્વનું બની ગયું છે એ વાત છે : બાળકને નિષ્ફળ થતા શીખવો અને નિષ્ફળતા જીરવતા પણ શીખવો .એને એ વાત હમેશા યાદ અપાવો ઉદાહરણ દ્વારા આડકતરી રીતે કે નિષ્ફળતા કોઈ ગુનો નથી પણ પ્રયત્ન જ ના કરવો એ વાત બરાબર નહી .હવેના બાળકો ના માં બાપને એક વાત કહીશ કે કોઈ યુનીવર્સીટી કે સ્કુલની માર્કશીટ ના ટકા કરતા ઘણું વધારે અમુલ્ય તમારું બાળક છે . કોઈ માર્કશીટ ના સારા પરસેન્ટ સારા જીવનની ગેરેંટી આપી શક્યું નથી .
સ્કુલમાં સિલેબસ ભણાવીને પરીક્ષા લેવાય છે .બહારનું વાંચવાની આદત નથી એટલે બહારનું પૂછયું કરીને ગ્રેસ ના માર્ક્સ મેળવી ટકામાં વધારો કરી શકાય .રીચેકિંગ માં માર્ક્સ ઓછા હોય તો એ સુધારા કરીને પોતાના ટકા ઓછા કરાવે એવો પ્રમાણિક દાખલો હજી જાણ્યો નથી .
પણ દોસ્ત જિંદગીમાં તો પહેલા પરીક્ષા લેવાય છે અચાનક ટાઈમ ટેબલ વગર ગમે ત્યારે રાત્રે કે દિવસના કોઈ પણ પ્રહારે અને પછી જાહેર થાય છે કે તમે પાસ કે નાપાસ .આ દુનિયાના સીલેબસમાં ક્યાંક થી પણ કોઈ પણ સવાલ તમારી સામે આવે ત્યારે સ્કુલની માર્કશીટ નહિ પણ જીવનનો અનુભવ કામ આવે છે ,નિષ્ફળતાનો શીખવેલો પાઠ આપણને પાસ કરાવે છે .
તો બાળ ઉછેર કરતા પહેલા પોતાના જીવનના એ દરેક તબક્કાને યાદ કરવું યાદ વહેંચવી અને બાળક સાથે શીખતા શીખતા એને શીખવાડવું એનું નામ જીવન .!!!

2 thoughts on “બાળ ઉછેર :6

Leave a comment