લીવ ઇન…..


કહે છે જન્મીને પહેરેલું ઝભલું અને કફન બેઉને ગજવા હોતા નથી .પણ તોય પૈસા કમાવામાં પૂરી આખે આખી જિંદગી ખર્ચી નાખે છે માનવી .શરુ થી આખરી શ્વાસ સુધી અહીં બધું પૈસાથી મળે છે .આ વાત એટલે યાદ આવી કે બે દિવસ પહેલા વાંચ્યું કે એક ચુકાદો આવ્યો : લીવ ઇન રીલેશન માં રહેતા દંપતીની મિલકત તેની સાથે લીવ ઇન માં રહેતા પાર્ટનર ને કાયદેસર મળી શકે છે .લાંબા સમય થી લીવ ઇન માં રહેતા લોકોને કાયદેસર હક્ક મળે .
પણ લીવ ઇન રિલેશનમાં રહેવું કેમ ???
પાર્ટનર સાથે ના બનતા છૂટાછેડા ના મળે કે નાં આપ્યા હોય અને બીજા ગમતા વ્યક્તિ સાથે જોડે રહેવા માંડવું .એકમેક સાથે પ્રેમ જેવું કશુક છે પણ લગ્ન કરીને જવાબદારીમાંથી બચવું છે .ટૂંકમાં ફાવ્યું ત્યાં સુધી રહી શકાય સાથે અને ના ફાવે તો જુદા જુદા રસ્તે ચાલવા માંડવું .આના કરાર માં બધી કલમો ઉમેરાતી રહે પોતાની “અનુકુળતા” મુજબ ..આપણે કેટલા દંભી છીએ .બે વ્યક્તિ એક બીજા સાથે લાગણીના જોડાણ થી રહે અને એ સાથ જીવનના અંત સુધી નિભાવે અને એ પણ નિસ્વાર્થ રીતે એતો પ્રાગૈતિહાસિક કાળની વાત લાગે છે નહિ ???
આપણે હવે તો ફ્રીઝ, ટી વી ,કાર અરે મકાન પણ સાંકડું પડે છે એ કોમન બહાના હેઠળ બદલીને મોટા મકાનમાં રહેવા જતા રહીએ છે .પણ એ મોટા મકાનમાં પોતાના આઈ ફોન સાથે “ટચ “માં રહેતો વ્યક્તિ મગજથી કેલ્કયુલેટર બની જાય છે અને સંબંધોમાં પણ સમીકરણ માંડે છે અને અનુકુળ જવાબ શોધીને એમાં જીવનને પણ “ફીટ ” કરી દે છે .કટ ટુ સાઈઝ .આપણે હવે વસ્તુ અને માણસ ,સંવેદના અને સાધન વચ્ચેનો ફર્ક બહુ ઝડપથી ઘટાડતા જઈએ છીએ . લગ્ન એટલે બેઉ પક્ષે વહન કરવી પડતી જવાબદારીનું પોટલું જે બેઉ જણે વારાફરતી ફરજીયાત પણે વહન કરવાનું અને એમાં છટકબારી ના ચાલે . સમાનતા ની વાતો સુધી ઠીક છે પણ હવે તો વિચારો તો બધા સંબંધો હવે અનુકુળતા મુજબ ના થઇ ગયા છે .
અનુકુળ રસ્તે ચાલો એમાં કશી નવાઈ નથી નવાઈ ની વાત તો ત્યારે થાય પ્રતિકુળ રસ્તાને પણ તમારા મુજબ અનુકુળ બનાવો .
પોતાની જાતીય જરૂરિયાત સંતોષવા અને કારકિર્દીને પણ કોઈ અસર ના થાય એટલે આ વચેટ રસ્તો લીવ ઇન રીલેશન . ઘણી વાર મહાનગરમાં એક ફ્લેટમાં શેર કરવા જતા સગવડિયા સંબંધો જેમાં સાથે રહેવાથી એક લાગણી થાય છે પણ એમાં અસલામતી ની ભાવના અને સામાજિક અસ્વીકાર નો ભય પણ ભળે છે ત્યારે આધુનિકતા નું મહોરું પહેરેલો આ સંબંધ કામચલાઉ સલામતીનો ભ્રમ છે .બરાબર છે .
પરંપરાથી હોય કે ભાગીને પણ લગ્ન લોકો લગ્ન વખતે એની સાથે જોડાયેલી જવાબદારી બાળકો સહીત ની જવાબદારીથી છટકતા નથી .એમના વિખુટા પડવાના કારણો જુદા હોઈ શકે પણ તેઓ હક્ક સાથે જવાબદારી પણ એ વાત તો ચોક્કસ .
પહેલા અજાણી વ્યક્તિ સાથે લગ્ન થાય પણ જેમ જેમ સાથે રહીએ તેમ તેમ લાગણી પણ જાગે છે અને પ્રેમ પણ .આ પ્રેમ અને લાગણી જ જવાબદારીને સહ્ય અને પ્રેમસાથે વહન કરતા શીખવી દે છે .એમ જે ભાવ હોય છે શબ્દોના કેમેરા માં અંકિત કરી શકાતો નથી .દારુ પીને મારતા પતિને છોડીને જતી ના રહેનારી સ્ત્રી બધા અભાવો વચ્ચે પણ નભાવી જાણે છે .
અહીં એક ઉદાહરણ આપવાનું ગમશે .ભાડાના ઘર અને પોતાના ઘર વચ્ચેનો તફાવત .જે ઘર જે વ્યક્તિ પોતાનું હોય એ એક સલામતી ની લાગણી જ .પોતાના અધિકારો નું રક્ષણ કરતા રહીને જવાબદારીથી પીછો છોડીને પાછળ રહી જતી એકલતા કેટલી વ્યાપક બની રહી છે .પ્રેમ અને લાગણી વિહોણા બની રહેલા માનવો આવા કેમ ??? એતો સંગત તેવી રંગત હોય ને !!! હાથમાં રહે તો મોબાઈલ મેસેજ વંચાવી શકે ,સ્માઈલી ઇમોજી તમને ચિત્ર દેખાડી શકે પણ સ્પર્શ ,આંખો ,શ્રવણ થી ભીતરને ભીનું નથી કરી શકતો .મોબાઈલ પકડીને વ્યક્તિ તેમાં પૃથ્વી નો ગોળો જોતો હોય તો પણ એ બિલકુલ એકલો છે અને જીવન ની ગાડી એકલા નથી ચાલતી .એકાંતને સમજે એટલી ધીરજ નથી અને એકલતાને પચાવાય એની તાકાત નથી કેમ કે મોબાઈલની બેટરી ચાર્જ થઇ શકે પણ જીવંત મનુષ્ય નહિ ……

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s