મનનું વેકેશન


ખબર નહિ વિચાર ઉદભવે મનની ક્ષિતિજે અને ક્યાંક ઓઝલ થઇ જાય મનથી કલમ અને કાગળ સુધીની યાત્રા માં એ અદ્રશ્ય થઇ જાય છે અને સ્મરણપટ ની બારી ખોલીએ તો કોરી સ્લેટ છે .હા આ મનનું વેકેશન છે .
જડબેસલાક 24 X 7 કામ કરતું આપણું શરીર અને એનો મેનેજર મનજી ભાઈ વેકેશન પર જવા માંગે છે .કાલે જ એમની અરજી મને મળી .ચાલો તમને જો વાંચી શકો તો વંચાવી દઉં …..
ડીઅર હું (પ્રીતિ ),
અરે તારા વાળ તો ક્યારના ઓળાઈ ગયા છે .કેમ અરીસામાં જોઈ રહી છે ???હું તારું મન જાણું છું તું અત્યારે તારા ચેહરા ને નથી જોતી પણ મનને શોધી રહી છે .નથી મળતું ને !!!!! એકધારી વહી જતી તારી જિંદગી ની નદીને જોઈ ??? બસ સવારે ઉઠવું ,નિત્યક્રમ ,ચા નાસ્તો ,સફાઈ ,વાસણ ,કપડા ,રસોઈ ,જમવું ….બસ ક્યાંય કોઈ ક્રમ બદલાતો નથી .હા એક કામ બાકી મૂકી દેવાનું કે બીજે દિવસે કરવાનું ,એક સમય બહાર જવાનું ,બહારના જીવનો કેવું સારું લાગે એવી રીતે વિચારવાનું ,અરે તારી પસંદ ના પસંદ શું છે ??? હું તારો ઈન્ટરવ્યુ લઉં છું …
નામ ? : પ્રીતિ
કામ ? :ગૃહિણી .
ગમતું ફૂલ : ………….કદાચ મોગરો ( પપ્પાને ત્યાં બગીચામાં જયારે ઉનાળે મોગરો ઉગે ત્યારે તેને છોડ પર જ સુંઘી લેવાની મજા યાદ આવી ) .
ગમતો ડ્રેસ : જીન્સ અને લખનવી કુર્તા ..
છેલ્લે ક્યારે પહેર્યા ???? : 1983 કોલેજના છેલ્લા વર્ષમાં …
ગમતો રંગ : કોઈ ખાસ નહિ !!! કદાચ ખબર નથી …
ગમતી પ્રવૃત્તિ ???? : ફરવું વણઝારાની જેમ ….બિન્દાસ …
છેલ્લે ક્યારે ફરી ???? : યાદ નથી આવતું ….
અત્યારે શું સપનું છે ?? : હું કોઈ અજાણ્યા સ્થળે હોઉં અને મારું કોઈ પરિચિત મારી સાથે ના હોય મને કોઈ ઓળખે પણ નહિ એવી જગ્યાએ એક દિવસ એવો ઉગે જયારે સવારથી સાંજ ફક્ત પથારીમાં સુઈ રહું ..ખાવાનું પણ તૈયાર મળે અને કોઈ કશું પણ કામ ના કહે ..કોઈ આવે નહિ ..હું અને મારું એકાંત .અને અર્ધમીંચી આંખે જીવનના હાસ્ય આપી ગયેલા સ્મરણોને વાગોળ્યા કરું .અને જ્યાં સુધી હું ના ઈચ્છું ત્યાં સુધી આ સ્થિતિ રહે …
કેમ કંટાળી ગયી છે ??? : કદાચ ..
વ્યાકુળ છે ??? : અકારણ જ ..
જીવન પર અભાવો છે ??? : ખબર નહિ ..
કોઈ ચિંતા કે ડીપ્રેશન કે કોઈ ભય??? : કદાચ નહિ …
એક કામ કર મને થોડા દિવસ ની રજા આપને !!! આપીશને ????
==========================================================
કદાચ આ પ્રતિબિંબ લગભગ બધા જ કોઈને કોઈ સમયે જુએ છે જ .કોઈક અનુભવે છે અને કોઈક નહિ ..
મન થાકે ત્યારે શું કરવું ?? જે ક્યારેય ના કર્યું હોય એવું કરવું …
શનિવારની વાત છે .લંચમાં ઘેર આવેલા પતિદેવ જેવા ગયા તેવો એક ફોન આવ્યો મારી દોસ્ત પલ્લવી મહેતા નો જે અમદાવાદ રહે છે .તમે ઘેર છો ??? હું આવું છું .સમય બહુ ઓછો છે એટલે જો અમારી ત્રીજી દોસ્ત અનિતાને તમારી ઘેર બોલાવી લો ને !! હું ફોન કરીશ તો એ એને ઘેર આવવાનું કહેશે અને હું નહિ જઈ શકું તો ખોટું પણ લાગશે ….તમે તમારે ઘેર બોલાવી લો ને !!!
મેં અનિતા ને ફોન કર્યો .એની દીકરીએ ઉપાડ્યો તો કહ્યું મમ્મીને આપ .અનિતા સામે લાઈન પર આવી તો એકદમ ધીરા સવારે કહ્યું :અનિતા મને કશું ક થાય છે .એકદમ જીવ ગભરાય છે .બસ મારું કોઈ ક એવું સ્વજન પાસે જોઈએ છે જે મને સમજી શકે .પ્લીઝ મારે ઘેર આવી જા .હમણાં જ અત્યારે …
એણે મારી દીકરી વિષે પૂછ્યું કે ઘેર છે તો મેં કહ્યું વાંચે છે .3જી થી પરીક્ષા છે એને ડીસ્ટર્બ ના કરી શકું . મેં રાગ ચાલુ જ રાખ્યો : પ્લીઝ મારી પાસે અત્યારે જ આવી જા .એપ્રિલ મહિનાની 40 ડીગ્રી ગરમીમાં બપોરે બે વાગ્યે હું એને કહી રહી હતી . એણે મારા પતિ વિષે પૂછ્યું તો મેં કોઈ બહાનું કરી દીધું . એણે મારી દીકરી જેનું હસવું સમાતું નહોતું તેની સાથે વાત કરી : મને લીંબુ પાણી બનાવીને ફાસ્ટ પંખા નીચે સુવાડવાનું કહી પોતે તરત આવે છે એમ કહ્યું .દીકરીએ હસવું રોકી બધા જવાબ હા માં આપ્યા .મને પૂછ્યું મમ્મી આંટી આવશે અને કહેશે તો તો શું કહીશ તો મેં ઠંડા કલેજે જવાબ આપ્યો : કહીશ પંખાની સ્વીચ ચાલુ કરતા ભૂલી ગઈ એટલે બહુ પરસેવો થયેલો .હવે તમે વિચારો કે એ અનીતા મારા ઘેર આવે પછી હકીકત જાણીને મારી શું દશા કરશે ???એની સાથે ફોન મૂકી પલ્લવીને જાણ કરી દીધી કે મેં એને સાથે આવી મજાક કરી છે અને પતિદેવને પણ ફોન કર્યો કે અનિતા નો જો ફોન આવે અને કશું કહે તો સાચું ના માનતા મે મજાક કરી છે .
ખેર એ હોશિયાર હતી .એણે પલ્લવીને ક્રોસ ચેક કરી કે શું એ વડોદરા મારે ઘેર છે ?? તો પલ્લવીએ ના પાડી .
અનિતા મારે ઘેર એની દીકરી સાથે આવી ત્યારે એને કહ્યું : પલ્લવી થોડી વારમાં અહીં પહોંચે છે એટલે તને બોલાવી .
તો કહે મને શક તો હતો જ કે તું મને કેમ બોલાવે છે પણ પલ્લવી એ પણ ના કહી એટલે વિશ્વાસ થયો .મેં એને કહ્યું કે બીમારીમાં 108 પર એમ્બ્યુલન્સ બોલાવાય તને નહિ .તું તો ગભરામણને સળંગ 4 હાર્ટ એટેકમાં કન્વર્ટ કરીને મારી એક્ઝીટ પાક્કી કરી નાખે .
ખુબ હસ્યા .પલ્લવી પણ આવી અને પછીના ત્રણ કલાકને મન ભરીને માણ્યા .
અનિતાએ ફરી પૂછ્યું : યાર તું સીધી રીતે કહેત તો પણ આવત જ ને !!! ત્યારે મેં કહ્યું સીધી રીતે કહેવું મારો સ્વભાવ નથી અને તો પછી આ વાત ભવિષ્યમાં યાદ કરીને હસવાની મજા કેવી રીતે આવશે ????
તમને નથી લાગતું કે કેવું લાગશે વિચાર્યા વગર મનને વેકેશન પર મોકલીએ તો એ યાદગાર ક્ષણો શોધી લાવે ???!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s