કૈક હટકે…


અલગારી નેહા ..ખરેખર કૈક હટકે હતું એના વ્યક્તિત્વમાં .એ ભીડમાં એકલી અને એકલતામાં એના વિચારોની ભીડ રહેતી .આજના તેજતર્રાર યુગ માં બળદગાડાની રાઈડ એને પસંદ આવે એવી અનોખી .

તેને મમ્મી ટોકતી :ખાવામાં વાર ના કર ,નહાતા વાર ખાતા વાર એના કામમાં શું શક્કરવાર ??!!! ત્યારે ખડખડાટ હસતી નેહા કહે :અરે મમ્મી પપ્પા આખો મહિનો પગાર લાવે અને દુનિયા માં કમાનાર દરેક જણ કહે છે પાપી પેટનો સવાલ ,રોટલો રળવાનું છે .બે ટંક ખાવા મળે ..એવું બધું તે આ જમવા માટે જ ને !!! અને જમતી વખતે એના સ્વાદમાં તરબતર થઈને સ્વાદને માણતા ધીરે ધીરે ખાઈએ તો જ લિજ્જત આવે અને અન્નને અપમાન ના લાગે !! એની આ વાતોને સમજવાની કોઈને દરકાર નહોતી અને એ પોતે ઈચ્છતી કે એને કોઈ ના સમજે .એ ભલી એના વિચારો ભલા .

એક વખત એના ફોઈ અમેરિકા થી આવેલા અને એની નાની શી ત્રણ વર્ષની દીકરીને એને સોંપી શોપિંગ માટે જતા રહેલા .હવે આ અમેરિકન છોકરીને રાખવી શી રીતે ?? પણ નેહા એને સાયકલની પાછલી સીટ પર બરાબર બેસાડીને બરાબર ઝાલવાની સુચના આપીને પોતે ચાલતી ચાલતી એને ફરવા લઇ ગયી .પેલી છોકરી અને નેહા બેઉ ખુશ ખુશાલ .એને કોરા કાગળ પર ચિત્રો બનાવીને હસાવે .જો કાઉ પંજાબી પહેરીને નીકળી .અને કાગળ પર ગાય દોરીને એને પંજાબી પહેરાવે અને સાડી પહેરાવે .બસ આવી કોઈ જુદી દુનિયાની .

એ મોટી થઇ . દુનિયાદારી સમજતી થઇ .બધી છોકરીઓ ની જેમ એના લગ્ન 18 વર્ષે ના થયા .એને ઉતાવળ પણ ક્યાં હતી ??? એતો કહેતી મારે કૈક અલગ કરવું છે અને લગ્ન કરીએ તો જ જિંદગી સફળ એવું કોણે કહ્યું ?? અરે દુનિયામાં કઈ કેટલું કરવાનું છે ?? પણ પહેલા કહ્યું તેમ એનું કહેવું કોઈને સમજાતું નહિ .લગ્ન પછી બહેનપણીઓ અને પિતરાઈ બહેનો પોતાના સંસારમાં ખોવાઈ ગયી ત્યારે એને એકલું લાગતું પણ એ ક્યાં કોઈને ગાંઠે છે .ક્યાંય પણ જવું હોય તો બસ પેટીમાં થોડા કપડા મુકીને સ્ટેશન પર જાઓ જે ગાડી મળે એમાં બેસીને પહોંચી જાવ ને !! રીઝર્વેશન ક્યાં કરવું .જયારે જવું હોય ત્યારે જવું અને આવવું હોય એમ આવો .ટૂંકમાં એને એની જિંદગીની દોર એને બીજાને સોંપવી ના ગમતી .

25 વર્ષે એ પરણી પણ ખરી અને એનો પતિ એને બીજા બધા કરતા વધારે સમજતો એ એને સમજાતું .એને બંધન હતું એની જવાબદારીઓ નું પણ એને એની એકલતાને જીવવાનો હક્ક પણ હતો .એ નીખરી પણ અંદરથી ના બદલાયી .. તેને બે દિવસ સુરત જવાનું હતું સામાજિક પ્રસંગે .કંકોત્રી આવી ત્યારે કહ્યું હું એકલી જઈશ .બીજા બધાએ પૂછ્યું કેવી રીતે ?? તો કહે મન થશે ત્યારે જે ગાડી મળે તેમાં જતી રહીશ .હવેના સુંવાળા લોકો તો મહિના અગાઉ રીઝર્વેશન કરાવી લે જવાનું આવવાનું એટલે એ તો નેહા ને ફાવે નહિ .એને લોકલ મેમુ માં જવું ખુબ ગમે .હું એના ઘેર મળવા ગઈ ત્યારે એની ટીપોઈ પર થોડા કાગળ વેરવિખેર પડેલા તે હવાના ઝોકું આવતા ઉડવા માંડ્યા તો મેં ભેગા કાર્ય પણ તેની શરૂઆત જોઈ મને રસ પડ્યો .નેહા ની પરમીશન થી વાંચ્યો અને તેમાં લખેલું કે :

ગઈકાલે સુરત જવા નીકળી .બપોરે બે ની મેમુ હતી .મને મેમુ એટલે ગમે કેમ કે દરેક ગમે થોભે .આજે એ ઘેરથી વહેલી તો નીકળી પણ ટ્રેન એક કલાક મોડી હતી .ચા પીધેલી નહિ તો સ્ટેશન પર ચા લઈને એક બેંચ પર આજુ બાજુના પેસેન્જરોને જોતા જોતા ચા ની ચૂસકી લેવાની મજા પડી ગઈ .એને ગ્રામ્ય લોકો અને શહેરી લોકોમાં કોઈ ભેદ ના દેખાય .તેને પણ મારી જેમ જવાની ઉતાવળ નહિ .એના ડબ્બામાં સાચું ભારત ધબકે છે .ગામડાના લોકો એમના બાળકો કેવા ખુશ થાય ??!!

મે મહિના ની ગરમી માં ચાર વર્ષનો છોકરો જાડો કોટ અને પેન્ટ પહેરી લગ્નમાં મહાલવા જાય ત્યારે એના નવા કપડાના હરખ માં એને ગરમી ના લાગે .એની દાદી પણ સીધી સાદી .પાસેના ગામડામાંથી વડોદરા ભરૂચની કોલેજ માં ભણવા આવતા સેંકડો વિદ્યાર્થીઓ પણ એમાં મુસાફરી કરે ત્યારે કોલેજ પછીનો બીજો ક્લાસ શરુ થાય .ક્યારેય કોઈ સિલેબસ તો ક્યારેક કોલેજ માં વિષયો નું સિલેકશન પણ સંભળાય એમાં મને તો મારું જ્ઞાન વધતું અનુભવાય અને સંતોષ થાય .કેટલાક એમ આર પોતાના બીઝનેસ પોલીસીની ચર્ચા પણ કરે .અને હવે તો સાવ ગામડાના લોકો પણ મોબાઈલ પર ગેમ રમતા હોય એ જોઇને હસવું આવે કે દેશે પ્રગતિ કરી છે સાચે જ .અને મનોરંજન તો માત્ર એક પેન ડ્રાઈવ માં સમાઈ જાય અને લેપટોપમાં એનું એક્સચેન્જ પણ થાય .

બસ આવું બધું કરવાની મોકલાશ તો મેમુ માં મળે .અને પછી ગામ ગપાટા કરતા પ્રોગ્રામ પ્લાન કરતા .શેરીન્ગમાં આવેલા રૂપિયા એકબીજાને આપતા એ છોકરા જોઇને નેહા બસ ખુશ થાય .એક બીજો જુવાન પ્રવાસી તેમની એક દેખાવડી છોકરીને ત્રાંસી નજરે જોયા કરતો તે જોઇને મને હસવું આવી જતું .પેલા દાળ વાળા ,સમોસા વાળા ,ઠંડુ વેચવા વાળા જીરા છાશ પણ વેચતા હતા .સમય સાથે એમનું મેનુ પણ બદલાતું જોઈ હરખ થયો .અને હવે ટ્રેનમાં ફક્ત લાકડા ના પાટિયા નહોતા ગાદી વાળી સીટ હતી .લાગે છે કે પેલી ફાસ્ટ ટ્રેન ના જુના થયેલા ડબ્બાને આ મેમુ માં લગાવી દીધા હશે …!!! સ્ટેશને ઉતરીને ફટાફટ બસમાં બેસી પહોંચવાની પણ મજા પડી ગઈ .સરનામું પૂછીએ ત્યારે ત્યાના નિવાસી પણ પોતાના વિસ્તાર માટે કેટલું ઓછું ભૌગોલિક જ્ઞાન ધરાવે છે એનું બ્રહ્મજ્ઞાન મને લાધ્યું .પણ આમાં પણ આનંદ હતો .કેટલા અજાણ્યા લોકો સાથે એક્સક્યુઝ મી કરીને વાત કરી ???!!

પ્રસંગ પતાવીને ખબર પડી કે આજે એસ ટી ની હડતાલ હતી એટલે કદાચ ટ્રેન માં ભીડ હોઈ શકે .થોડી વહેલી નીકળી દીદી સાથે .પેલો શેરીંગ રીક્ષા વાળો પણ રીંગ રોડ પરથી લઇ ગયો .ચાલો મસ્ત મોટા ફ્લાય ઓવર પરથી ટ્રાફિક જામ મુક્ત સડસડાટ મુસાફરી પણ મજા કરાવી ગઈ મને .. નસીબ સાથે હતા એટલે ટીકીટ પણ મળી ગઈ અને પ્લેટફોર્મ પર જતા ટ્રેન પણ મળી ગઈ .ઉભા ઉભા જવું પડ્યું થોડે સુધી પણ છતાય લાગ્યું કે અનિશ્ચિત જીવનની પણ આગવી મજા છે .

ફરી લોકોનો મેળો હતો .પૈસા કમાવા અપડાઉન કરતા પુરુષોની સ્ત્રી તરફ જોવાની દ્રષ્ટિ ,એમની દાદાગીરી ,એમની નીચ માનસિકતા અને કોમેન્ટ્સ વગેરે જોઈ તમને કહેવાનું મન પણ થઇ ગયું કે તમારી માં -દીકરી -બહેન -પત્ની ને આવી રીતે જ જો બીજા પુરુષો ટ્રીટ કરે તો તમને આવી રીતે જ મજા આવશે ને ??? પણ આ ભારત છે અને એ આવું છે અને રહેશે જ્યાં સુધી સ્ત્રી પોતાના હક્ક માટે લડશે નહિ .. અસ્મિતાનો હક્ક … પણ ત્રણ કલાકમાં જીવી જવાતી આ જીવન પણ કેટલું રસમય હતું … હું નેહા ને જોઈ રહી .કદાચ એ હમેશા ખુશ કેમ રહે છે એ મને સમજાયું .એ મોબાઈલના સંસર્ગમાં નહિ પણ જીવંત માણસ ના સંસર્ગમાં માનતી હતી ..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s