હું અને મારી અંદરનો હું …


હું અને મારી અંદરનો હું …
કાયમ સંઘર્ષ ચાલુ રહે છે અવિરત .હું બહુ પ્રેક્ટીકલ છું .દુનિયામાં સમાજમાં રહેવું હોય તો રસમ નિભાવવી પડે ,એના નીતિ નિયમો પાળવા પડે .સમાજથી બહાર રહીને નથી જીવી શકાતું .
અંદરનો હું તરફડે છે ક્યારેક .પોતાના સ્વપ્નો પુરા કરવાને આડે સમાજના બેરિઅર ઉભા હોય છે કે કરી દેવામાં આવે છે .અંદરનો હું જે વિચારે છે તે જીવનના આનંદ માટે છે અને બહારનો હું બહારના બીજાઓને ક્યારેય નારાજ જોવા માંગતો નથી .બહારનો હું બહારના લોકોનું મન સાચવીને પોતાના મનનું હંમેશા ખૂન કરીને જીવ્યા કરે છે .એવું નથી કે બીજાને માટે જીવનારા ને હંમેશા માનપાન મળે છે ,એ તો ત્યાં સુધી જ મળે જ્યાં સુધીને બીજાને તમે નડો નહિ અને તમારા થકી લાભ હોય પણ જે દિવસે ઊંધું થયું ત્યાં તમારી ઈમેજ ફરી જવાની ગેરેંટી …
જયારે અંદરનો હું તમારી ક્ષમતા માં તમારો વિશ્વાસ વધારે છે અને તમારી નબળાઈ થી પણ પરિચિત કરાવે છે .તમારા સ્વપ્નોને પુરા કરવાની જવાબદારીમાં તમારો સહયોગી બને છે .આખી દુનિયા તમારો સાથ છોડે પણ એ ક્યારેય છોડતો નથી .જયારે અંદરનો હું કોઈ સામે કોઈ સંજોગો સામે પરાજિત નથી થતો અને પોતાના સ્વપ્નોને પુરા કરવા મચી પડે ત્યારે અગવડો પણ એને વ્યવસ્થા કરી આપે છે .
આપણા માંના ઘણા લોકો હોય છે જે પોતાના વિચારો વ્યક્ત કરે ત્યારે દુનિયા તેને તરંગી કહીને તેના પર હસતી હોય છે પણ જયારે તે પોતાના વિચારોને હકીકત માં પલટાવતી હોય ત્યારે એ જ દુનિયા એનો સમ્માન ભેર સ્વીકાર કરવા ઉભી રહે છે .
અંદરના હું ને કોઈની સહાયતા નથી હોતી કેમ કે એની અંદરની જી પી એસ સીસ્ટમ બહુ પાવરફુલ છે .ક્યાં કેમ ક્યારે કેવું બધું એને ખબર છે અને વ્યવસ્થા થઇ જ જ જાય છે . પેલા ચિત્રકારની વાર્તા તો ખબર છે ને !!! તેણે પોતાના પેન્ટિંગ માં ખામી બતાવવા માટે કહ્યું તો આખું ચિત્ર કુંડાળા થી ભરાઈ ગયું અને તેનું ચિત્ર જ તેની નીચે ખોવાઈ ગયું .
આપણે કાયમ એવું જ કરીએ છીએ કે બગલમાં છોરું અને ગામમાં ઢંઢેરો .પોતાની અંદર જોયા વગર બહાર બીજાને પૂછ્યા કરે છે .પોતાની ક્ષમતાને બીજાની સલાહ ને આધારે જીવન રાહ કંડારવો કેટલો યોગ્ય ??? હા તમે મુંજાઈ જાવ તો યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન પણ મેળવી શકોને !!!
મોં બંધ ,આંખ નાક કાન ખુલ્લા રાખીને નિરીક્ષણ કરવાથી લગભગ ઘણા બધા સવાલોના જવાબ મળે છે .
બહારના હું ને જો જીતાડવા ઈચ્છો છો તો અંદરના હું નો હાથ પકડીને ચાલો …દેર સવેર તમારી જીત નિશ્ચિત છે .

Advertisements

6 thoughts on “હું અને મારી અંદરનો હું …

  1. અંદરનો હું તમારી ક્ષમતા માં તમારો વિશ્વાસ વધારે છે અને તમારી નબળાઈ થી પણ પરિચિત કરાવે છે .તમારા સ્વપ્નોને પુરા કરવાની જવાબદારીમાં તમારો સહયોગી બને છે .

    અંદર અને બહારના હું વિશેનું સુંદર આલેખન. વિચારણીય લેખ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s