સુરુ


સુરુચિ એક પચાસી વટાવી ગયેલી મહિલા !! એક સામાન્ય ગૃહિણી .સાવ દુબળી પાતળી અને દેખાવે સામાન્ય લગતી સુરુ ( આપણે એને સુરુ કહીશું ) વિચારોમાં આગ હતી .ના એ ઝંડો ઉઠાવીને મોરચો કાઢનારી સ્ત્રી નહિ પણ પોતાના માટે પણ વિચારતી એવી સ્ત્રી .
બસ ફર્ક એક હતો કે પહેલા એણે પોતાને અગ્રતાક્રમે છેલ્લે મુકેલી પણ હવે એ પોતાને આગળ રાખવા માટે પ્રયત્નશીલ છે .એનો એ બદલાવ એના સ્વભાવમાં પણ ડોકાય છે ,એ થોડી ચિડીયાપણું રાખતી કે જીદ્દી તરીકે ઓળખાવા માંડી છે .એ જાણે છે કે આના માટે બીજા કોઈનો વાંક નથી .પોતે જ પોતાની જાતને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની છૂટ બધાને આપી દીધેલી અને હવે એની ઈચ્છા નથી કે એવી રીતે પોતાને અવગણીને પોતાને ઈમોશનલ બ્લેકમેલ કરીને કોઈ પોતાનું ધાર્યું જ કરાવે .
સ્ત્રી મુક્તિ મોરચા ની એ સભ્ય તો નથી પણ એ સ્પષ્ટ વિચારે છે કે પહેલા પોતાના અંગત વર્તુળ અને કુટુંબમાં તો પોતાને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઓળખાણ મળે .એના શરીર માં પહેલા જેવી તાકાત નથી .મેનોપોઝ એના શારીરિક બંધારણ ને બદલી રહ્યો છે .એ થાકી રહી છે પણ કુટુંબ ની અપેક્ષાઓ પહેલા કરતા પણ વધવા માંડી છે .એની સરખામણી એના પોતાના ભૂતકાળ સાથે થાય છે .કોઈ એના વર્તમાન ને સમજવા કોશિશ કરતુ નથી .ક્યારેય બપોરે ના સુનારી સુરુ હવે લોથ થઈને બપોરે સુઈ જાય છે .
પહેલા તો શાળા કોલેજ થી આવેલા બાળકો ની દિનચર્યા માં એ મશગુલ રહેતી અને એને માતૃત્વ ભર્યું ભર્યું લાગતું .બાળકો પોતાના બનાવેલા વ્યંજનો હોંશે હોંશે ખાતા .હવે તો ફોન આવે છે મોમ અમે પીઝા ખાઈને આવીશું તું ઘેર જમી લેજે . પતિનો ફોન આવે ફલાણી જગ્યાએ ડીનર માટે જાઉં છું મોડું થશે .ત્યારે કોઈ વાર વિચાર આવે છે કે ક્યારેક મારા બાળકોને એ વિચાર નહિ આવે કે ચાલો મમ્મી માટે પણ એક પાર્સલ બંધાવી દઈએ। ના એ નહિ થાય .મમ્મી ક્યાં બહારનું ખાય છે ????
રવિવારે રોજ કરતા પણ વધારે કામ .કોઈ વહેલું ઉઠે નહિ અને રોજનું કામ પણ ખોરંભે ચડે .સુરુ હવે ખીજાય છે .મોબાઈલ માં ગેમ રમતી સુરભી વહેલી નાહીને કપડા નથી ધોવા આપતી .અરે સુરુ આ બધા તો કંઈ દુઃખ કહેવાય ??? હા આ દુખ છે .પોતાના ઘરમાં એ સાવ છેલ્લે છે .કોઈ વાર તાવ આવે તો દવા સાથે સંભળાતું એક વાક્ય .મમ્મી તું દવા ટાઈમસર લઇ લે એટલે વહેલા “ઉભા ” થવાય .એની સાથે કોઈ ના આવે પણ રીક્ષાનું ભાડું આપી દે . હવે સવારે નવ થી સાંજે સાત સુધી ઘરમાં એકલતા અને સુરુ નો સાથ થઇ ગયો છે .ત્યારે સુરુ આ બધું વિચારે છે .તેને પોતાની કેળવણી અધુરી લાગે છે .એને લાગે છે કે એનું કુટુંબ પરાવલંબી બની ગયું છે .બહુ વિચારને અંતે એક દિવસ સુરુ નેટ પર એક ટ્રેનનું બુકિંગ કરાવે છે .એક જ ટીકીટ .સિમલામાં રહેતી એની માસીયાઈ બહેન કાયમ એને બોલાવે .પ્રસંગે મળે ત્યારે ખુબ આગ્રહ થી બોલાવે .સુરુએ સીમલા નું બુકિંગ કરાવી લીધું .
જવાના બે દિવસ આગલે દિવસે એણે પરિવારને જાણ કરી ..ત્યારે રીએક્શન જુઓ :
પતિ : એકલી શહેરમાં કશે જાય છે સીમલા કેવી રીતે જઈશ ???આવી રીતે એકલા જતા અમને કેટલી ચિંતા થાય .અરે જવું હતું તો મને કહેવું હતું .ઉનાળામાં બધા સીમલા જાત .મજા પડત .
દીકરો : મોમ આર યુ મેડ ??? સીમલા કોઈ શાક માર્કેટ નથી કે શટલ રીક્ષામાં બેઠા અને પહોંચી ગયા .બે દિવસ ઉપરની જર્ની થશે .
દીકરી : મમ્મી બે મહિના પછી મારી ઇન્ટરનલ ટેસ્ટ છે .આ લોકો તો ઘરનું કામ મારા માથે નાખશે .હું ભણીશ કે કામ કરીશ ?? મમ્મી રસોડું તો મને ફાવતું જ નથી .અને બે દિવસમાં રસોઈ વાળી બાઈ પણ કેવી રીતે શોધવી ???
મમ્મી તે અમને ચીટ કર્યા છે . બે મહિના પહેલા બુકિંગ કરાવ્યું અને અમને આજે કહે છે .
પતિ પણ આ જ ફરિયાદ કરે છે .તને આ બધું કરી કોણે આપ્યું ?? તું તો ઘરની બહાર પણ ભાગ્યે જ જાય છે !!!
ઘરના વાતાવરણમાં ધૂંધવાટ નો ધુમાડો હતો .સુરુ કશું બોલ્યા વગર તૈયારી કરતી હતી . રાત્રે ડીનર કરતી વખતે એણે બધાને કહ્યું : કોઈ એવું ના બોલ્યું કે મમ્મી તેં આવો નિર્ણય કેમ લીધો ??? કારણ શું ??? તમે મને એકલી મૂકી ત્યારે હું વર્તમાન પત્ર ,કોમ્પ્યુટર ,નેટ ,સોશિઅલ સાઈટ્સ બધું જોયું ,શીખી . જે તમે બધાએ મને ક્યારેય શીખવવું જરૂરી ના માન્યું એ નેટ જોઇને શોધીને શીખતી ગયી .હું જાઉં પછી આ લીંક રસોડાના કેલેન્ડર પર લખીને જાઉં છું એ સર્ચ કરી લેજો .હવે મારો પોતાનો બ્લોગ પણ બનાવેલો છે .
અને હા મને જે પાંચસો રૂપિયા પપ્પા વાપરવા આપતા હતા તેમાંથી મેં નવો સ્માર્ટ ફોન પણ લઇ લીધો છે .ગભરાતા નહિ ઓપરેટ કરતા પણ શીખી લીધું છે .જી પી એસ સીસ્ટમ પર બધું શોધી લઈશ ઓ કે !!!
કોઈ કશું બોલ્યું નહિ . ઝુકેલી આંખોમાં શરમ હતી . મમ્મી ને મમ્મી જ ગણવાની અને પત્ની ને પત્ની જ ગણવાની ભૂલ કરતા એક વસ્તુ ભૂલી જવાયેલું કે એ એક સ્વતંત્ર વ્યક્તિ છે .
બીજી બપોરે ટ્રેન ના સમયે બધા ઘેર હતા પણ સુરુ ટેક્સી સર્વિસ માંથી ટેક્સી બોલાવી એકલી જ સ્ટેશન જવા નીકળી ગયી …

Advertisements

One thought on “સુરુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s