રજા પર જતી રહી છે


યુનીવર્સીટીમાં અનુસ્નાતક માટે ની ડીગ્રી પરીક્ષાના બીજા અને ફાઈનલ સેમ ની પરીક્ષા ચાલી રહી છે .નિયમ મુજબ પેન અને પેન્સિલ સિવાયની સામગ્રી વર્ગ બહાર પડી છે અને એક હજારથી સાઠ સિત્તેર હજાર સુધીના મોબાઈલ માટે એક કાઉન્ટર ખોલ્યું છે અને એક વ્યક્તિ ત્યાં નિમાઈ છે રક્ષણ માટે .
આ બધા વિવિધ સાઈઝના ટેબ્લેટ ફેબ્લેટ મોબાઈલ બધા બહાર બેઠા છે .નોકિયા ,સેમસંગ, જીઓની ,એલ જી , માઈક્રોમેક્સ વગેરે વગેરે વગેરે ..બધા ના નામ લખવા બેસીશું તો પરીક્ષાનું પેપર પણ પૂરું થઇ જશે .
આપણે સુવિધા માટે બધાને 1-2-3 એવા નંબર આપી દઈએ …
બધાની વાત સાંભળી એનો ટૂંક સાર આ મુજબ :
1. બકા આ કંઈ જીવન છે ???
2.હું થ્યું લા ???
1. લાગે છે આ પરીક્ષા જીવનભર ચાલે તો રોજ આપણને 3 કલાક નો આરામ તો મળે ..
3. વાત તો હાવ હાચી તમારી .માળા હારા રોજ હવાર પડી ને માંડે મચડવા ..
4.પહેલા બટન હતા તો જાણે રોજ ચિમટા ભરતા હોય એવું લાગતું .પણ વાતો કરીને છુટા તો પડતા .નવી જૂની વાતો જાણવા મળે એ હિસાબે આપણે પણ ખુશ થતા પણ હવે તો પાકી જાય છે બેટરી પણ બિચારી હાંફી જાય છે પણ છોડતા નથી .પહેલાનો જમાનો હારો હતો મિનીટ ના આઠ દસ રૂપિયા હતા તે વળી બહુ ઓછું કષ્ટ હતું એવું મારા દાદા કહેતા હતા .
2. આ બધી કંપનીઓ મળીને ભાવ ઘટાડ્યા તે પછી તો ધીરે ધીરે ચેપીરોગ ની જેમ બધા લેવા જ માંડ્યા .ઘરમાં ખાવા ના હોય તો ચાલે પણ હાથમાં તો મોબાઈલ જોવે જ .
3. પહેલા કાળા ધોળા હતા તે રંગીન થયા અને પછી એમાં કેમેરા આવ્યા .ઓહ્હ્હૂઊઓ જાણે બધા જન્મતા સાથે જ ફોટોગ્રાફર હતા એવું લાગે . મારા કાકા કહેતા હતા પછી તો રેડીઓ નકામો બનવા માંડ્યો અને પેલા એમ પી 3 પણ માળીયે જતા રહ્યા .કાકાના પેટ માં 4000 ગીતો નીકળ્યા’તા ..
5.તે તારા કાકાને શું થયેલું ??? અરે આ માણસો પહેલી બૈરી ના ગમે ને બીજી કરે એમ બીજું મોડેલ આવે એટલે પહેલું નકામું .એના બાબા ના બાબાને રમવા આપી દીધું અને એણે એક ટ્રક નીચે ફેંક્યું તો બધા પાર્ટ્સ ઉન્હું……..ઉન્હું ……ઉન્હું …(ડૂસકું …)
6. જવાદો ને પછી તો બધા અડપલા કરતા હોય એમ અડકી અડકીને ચાલુ કરવાના મોડેલ આવ્યા …પછી તો બધું જી બી માં સ્ટોર થવા માંડ્યું તો મને તો લાગે છે કે આપણું તો પેટ છે કે ગોડાઉન .બસ ચાંપ દબાવે એટલે આપણે દોડાદોડ કરીને હોધવા દોડ્યા જ કરવું પડે !!!
1. જવા દો ને મારા વાળી તો કાનમાં ગુમડા જેવા પૂમડા ને જોઈન્ટ કરીને આખો દહારો દોઈડા જ કરે બોલો .એ ગીતો હામભાળવા શરુ કરે એટલે હું મારા કાનમાં પૂમડા નાખી દઉં .
2. એમાં જયારે સ્માર્ટ ફોન આવ્યો એ દહાડે થી મોકાણ મંડાઈ ગઈ છે .ખબર છે એક જુના કબાટમાં એક દિવસ કાંડા ઘડિયાળ ,પાસબુક ,ચેકબુક ,કાગળ પેન્સિલ ,ડાયરી ,ડેસ્ક ટોપ ,ટ્રાન્ઝીસ્ટર બધા ની ભેગો હું ભૂલથી બેસી ગયેલો .એમનો ઈતિહાસ હામભલીયો ત્યારે ખબર પૈડી કે વર્ષોથી જેમનું શાસન હતું તેમને સ્વાર્થી મનુષ્યે કેવા ઘડીમાં ફેંકી દીધા .એ બધાએ એને જીવવામાં મદદ કીધી તો પણ એમનો ઉપકાર ભૂલીને એમને જ વખાર માં નાખી દીધા …
5. પણ કુદરત પણ કુદરતનું કામ કરે છે .એ બધાને પાઠ ભણાવવા માટે માર્ક નામના મનેખે ફેશબુક ની શોધ કરી અને પછી એનો માસીયાઈ વ્હોટસ એપ આવી ગયું .અને મીઠા ઝેર જેવા આ બે મોબાઈલના વાયરસે આખા મનુષ્ય જગતને પોતાનો એવો ચસ્કો લગાડ્યો કે હવે તો માં પણ પોતાના દીકરા ને ફેસબુક પર મેસેજ કરીને જમવા બોલાવે છે …
6. અને શેલ્ફી નામની હિરોઈને તો હાહાકાર મચાવી દીધો છે .લોકો કુદરત ને બીજા લોકોને ભૂલીને માત્ર અને માત્ર પોતાના ફોટો પાડવામાં મગ્ન થઇ ગયા છે .આખો દહારો સંડાશમાં જાય તો ત્યાં ય મોબાઈલ હાથે રાખે એવું વળગણ થઇ ગયું છે .અરે લોકો મસાણ માં શબ સાથે શેલ્ફી લેવામાં મર્યાદા પણ ચુકી ગયા .
4. માનવ નું અધ:પતન એવું તો થઇ ગયું છે કે એ એક નંબરનો ઝુઠો બનવા માંડ્યો છે .બચ્ચા માં બાપને ,પતિ પત્ની ને જુઠું બોલ્યા કરે .કોઈ વાર રમુજ આવે તો કોઈક વાર થાય બહાર નીકળીને હાચેહાચું બકી મારું .હવે બધા લાઈકું માટે ફોટા મુક્યે જાય અને લાઈકું ના કરનાર ને અન ફ્રેન્ડ કરતો જાય .વ્હોટસ અપના લાસ્ટ સીન પરથી તો કોર્ટોમાં છુટાછેડાની અરજીઓ આવવા માંડી છે .આખે આખી રાત મજનું અને લૈલાઓ એક સાથે બે ચાર જોડે વાતું ના વડા તળ્યા કરે અને પછી પરીક્ષામાં મગની દાળ વાટયા કરે .
2. ઇકો અને નાર્સિસસની વાર્તા હવે ઘરે ઘરમાં આકાર લેવા માંડી છે .એક છ ઇંચના ડબ્બામાં મનેખ ખુદ કેદ થઇ ગયો છે . એનો પરાધીન થઇ ગયો છે !!! એના કરતા ટી વી હારું હતું કે જીવતા જાગતા મનેખો એક રૂમ માં બેહતા તો હુતા .
6. જવા દો હવે જીવ નથી બાળવો .પરીક્ષાનો છેલ્લો વોર્નિંગ બેલ વાગી ગયો .
==========================================================
એ દિવસે બધા મોબાઈલે પોતાની કંપનીના બધા મોડેલ ને એક સેલ્ફ મેસેજ પોતપોતાના ફેસબુક અને વોટ્સ એપ ના મેસેન્જર માંથી કરીને નક્કી કર્યું એ પ્રમાણે બધી સોશિઅલ સાઈટ્સ સમુહમાં રજા પર જતી રહી છે અનિશ્ચિત મુદત માટે …તમે તમારો મોબાઈલ ચેક કરો પ્લીઝ …!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s