ક્લબ 60 …..


ક્લબ 60 …..
આ એક ફિલ્મનું નામ છે . ફીચર ફિલ્મ .. નામ સાંભળ્યું નહોતું જયારે ચાલુ થયું ..શુક્રવારની રાત્રે બસ એમ જ દૂરદર્શન પર ચાલુ થયેલી મુવી આમ જ જોવી ચાલુ કરી અને પછી તો બેસી ગયી .થોડા ઝોકા પણ આવ્યા કેમ કે વહેલા સુવાની ટેવ છે . પણ પછી ઊંઘ ઉડી ગયી .પહેલા એ હાલ હતા કે જો કોઈ ગમતું મુવી આવે તો પછી તો ગમે તે સંજોગો માં જોવા બેસી જવાનું .રાત્રે વહેલો વાગે એક .પણ પછી સમયની રફતાર સાથે આદતો પણ બદલાતી ગયી અને સંજોગો પણ એમાં ભાગીદાર !!!શરીર વધારે આરામ માંગવા માંડે જલ્દી થાકવા માંડે તો હસતા મોઢે સમજી જવાનું કે ડાઈ કરેલા વાળ કે ફેસીઅલ પાછળનું બજેટ પણ આ પરિવર્તન પર અસરકર્તા નહિ થાય .હવે તો જોવાનું બાકી રહી ગયું હોય એવું મુવી પણ આવે તોય થાક લાગ્યો હોય તો ઘસઘસાટ ઊંઘ આવી જાય !!! અને અફસોસ પણ ના થાય .જીવનનો ઉત્તરાર્ધની પળે પળે સંદેશ આપે તે સમજ પડી જાય તો ઘણી વેદના ઓછી થવા માંડે !!!કદાચ શરુ પણ ના થાય !!!
આ બધું એ ફિલ્મ સાથે સંબંધ રાખે છે .વાત છે એક દંપત્તિની ડોક્ટર છે બેઉ પુણે માં .સરસ પ્રેક્ટીસ અને એક દીકરો અમેરિકા ભણવા ગયો છે .એમ જ ત્યાં ગોળીબાર કે લુંટ વગેરે જેવા પ્રસંગે મૃત્યુ પામેલા લોકોની યાદીમાં એમનો દીકરો પણ હતો .બસ જીવન તો ખતમ થઇ ગયેલું લાગવા માંડ્યું .શહેર બદલ્યું દીકરા ની યાદ થી દૂર ભાગવા .મુંબઈ આવ્યા .મુંબઈ શહેર નો કોલાહલ અવાજ પજવવા માંડ્યો .આ પતિ પત્ની નો રોલ ફારુખ શેખ અને સારિકા એ એટલો સહજ નિભાવ્યો છે કે એને અભિનય પણ ના કહેવાય બસ જીવી ગયા …એમાં બિલ્ડીંગ માં રહેતો મનુ શાહ માથાફરેલ માણસ .અને એનો રોલ કર્યો છે રઘુવીર યાદવે ..હા મુન્ગેરીલાલના હસીન સપના વાળા ભાઈ .એકદમ દિલફેંક .ગમે તેને ગળે પડી જાય .ઉમર સાઠ ની આજુબાજુ .લીફ્ટમાં તારીક ( ફારુખ શેખ)ને મળ્યો અને પાછળ પાછળ આવીને એમના નાસ્તાના ટેબલ પર બેસી બે બટાકાના પરેઠા આરોગીને ઓડકાર ખાઈને જતો રહ્યો .હજી તો તારીક એની પત્ની ને કહેતો કે એનાથી દૂર રહેજે પણ એતો મસ્ત મૌલા .
એ રોજ ક્લબમાં જાય એનું નામ ક્લબ 60 .અહીં મોટી ઉંમરના લોકો પોતપોતાની રીતે મન પસંદ પ્રવૃત્તિ કરે ખાય પીવે અને પાછા જાય . આ મનુભાઈ ની મોટર થી માંડી પહેરવેશ બધું વિચિત્ર .અહીં બીજા ચાર દોસ્ત બિલકુલ કોલેજના જુવાનીયાઓ ની જેમ કોમેન્ટ્સ કરે મસ્તી કરે ટેનીસ રમે .ધમાલ કરે અને ઘેર જાય .મનુ ને બધા ઓળખે .એ સુંદર મહિલાઓ સાથે ફલર્ટ પણ કરે .પણ આ બધું વલ્ગર પણ ના લાગે પણ આપણને પણ મજા આવે એવું સહજ .આ મનું તારીકને ક્લબ માં લઇ જાય છે અને પછી એના દોસ્તો સાથે મસ્તીથી તારીક ખીજાય જાય છે .સાંજે કલીનીક થી ઘેર આવેલી પત્ની સાથે બળાપો ઠાલવે છે ત્યારે એ હસે છે .ચાલો તમે કેટલા મહિના પછી આટલું બધું મારી સાથે બોલ્યા .વિચારો કેટલું ભારેખમ મૌન હશે !! ગમગીની હશે !!! પછી થોડી ઘટના બને છે .જેમાં એ નાલાયક જુવાનીયા ની જેમ વર્તન કરતા વૃધ્ધો કેવી રીતે કશું જતાવ્યા વગર એક મેક ને મદદ કરી દે છે એ દેખાડ્યું છે .!!! એમાં એક પાત્ર સતીશ શાહ ભજવે છે જેનો દીકરો એને છોડીને જતો રહ્યો છે પરદેસ અને એમની કોઈ ખબર પણ નથી લેતો .એના પૌત્રની વર્ષગાંઠ નું ફંક્શન રાખે છે એમની ગેરહાજરી માં પણ રાખે છે ત્યારે વ્યથિત થઈને એ મનુને ત્યાં શરાબ પીવા જતો રહે છે .મનું ના ફ્રીઝમાં આઈસ નથી એટલે એ માંગવા તારીક ને ત્યાં જાય છે અને બાલ્કની માં ઉભેલા પતિપત્ની પર રોમાન્સ કરો છો એમ કમેન્ટ કરે છે ત્યારે તારીક ફરી ખીજાય છે અને કહે છે કે આજે એમના મૃત દીકરાનો જન્મદિવસ છે .મનુ ઘેર જાય છે અને સતીશ શાહ સાથે કેક સાથે પાછો ફરે છે .ખબર નહિ પણ આઘાતમાં ડીપ્રેશનમાં જતો રહેલો તારીક હવે ધીરે ધીરે પાછો નોર્મલ થાય છે . એક સરસ ડાયલોગ છે સતીશ શાહ નો : હમ દોનોં અપને બેટો કી યાદોં કે સહારે જી રહે હૈ .ફર્ક બસ ઇતના હૈ .આપકા બેટા અબ ઇસ દુનિયામે નહિ હૈ ઔર મેરા હૈ ….પછી ધીરે ધીરે બધા દોસ્તો ના દુઃખો વિષે ખબર પડે છે ત્યારે તારીક વિષાદના વમળ માંથી બહાર આવે છે .
એની પત્ની ડોક્ટર જે તારીકની માનસિક સારવાર કરતા હોય છે એમને પૂછે છે : એકનો એક પુત્ર તો મેં પણ ગુમાવ્યો છે પણ હું ઝડપથી નોર્મલ જીવન તરફ પછી ફરી એનો અર્થ એવો તો નહિ હોય કે હું દીકરાને એમના કરતા ઓછો પ્રેમ કરું છું ??/ત્યારે ડોક્ટર કહે છે તમે જીવન માટે જે કર્યું એ જ કરી શકાય કારણ કે તમે સ્વસ્થતા થી પ્રોબ્લેમ માટે વિચાર્યું છે .
પછી એ જ સાંજે તારીક એની સાથે ગુસ્સે થાય ત્યારે એ કહે છે : કે શું મારું દુઃખ ઓછું થોડું છે પણ જીવનમાં પકડીને પણ ના બેસી શકાય આગળ જવું જ પડે છે .હું તો એની માં છું .રઘુવીર યાદવ ભૂલાય એમ નથી અને ફારુખ શેખ તો ચશ્મે બદ્દૂર થી જ ભૂમિકાને સહજ જીવી જતા અભિનેતા !!
આ ફિલ્મનો સચોટ અનુભવ એ લોકો કરશે જે જીવનની તડકી છાંયડી જોઈ ચુક્યા છે .એનો અંત નથી કીધો કેમ કે આ ફિલ્મ વાર્ધક્યને વધાવવાનું પર્વ છે .જીવનને પસાર કરવાની નહિ પણ જીવી લેવાની જડીબુટ્ટી છે .મોકો મળે તો જરૂર જોજો .કેમ કે જીવનમાં પોતાના દુખોને રડ્યા કરવાને બદલે જીવનને કેવી રીતે પડકારી શકાય એનો સંદેશ છે . મને એના ડાયરેક્ટર કે પ્રોડ્યુસર નું નામ પણ નથી ખબર પણ ફિલ્મ તો યાદ રહી જ ગયી .વાર્ધક્ય ની એકલતાને સહ્ય બનાવવાનો રસ્તો જરૂર જડે જો આવી ફિલ્મ કદીક એક પ્લેઝન્ટ સરપ્રાઈઝ તરીકે જોવા મળી જાય તો !!!

film you can watch online too  …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s