અને સુખી કોણ છે ???


શું આધુનિકતાનો અંચળો ઓઢીને જીવતી એક આમ સ્ત્રી સુખી છે ??? બધું છે જેને સુખની પરિભાષામાં વ્યાખ્યાયિત કરી શકાય પણ તોય ઘણી બધી વાત જે કદાચ એને ખબર નથી કે આ સુખ નથી પણ સુખી હોવાનો ભ્રમ છે …
આજે ઝરણાની વાત કરવી છે .
ઋચા એક સરસ કુટુંબ જે પૈસે ટકે સુખી .ઘેર ગાડી પોતાનો વેલ ફર્નિશ્ડ ફ્લેટ . હોશિયાર પુત્ર અને પુત્રી .સરસ હેન્ડસમ પતિ .અને એની સાથે જવામાં ચાલતા કે કારમાં જવામાં ગર્વ થાય .રવિવાર તો ઘરની બહાર જવું પડે જ .મોંઘા મલ્ટી પ્લેક્ષ માં ફિલ્મ જોવી રમતવાત પણ એક વાત એમાં એવી પણ કે બુદ્ધિજીવી વાળી વાત ના ગમે .એ લાઈફ બોરિંગ લાગે . અપ ટુ ડેટ કપડામાં ફેમીલી નીકળી પડે .મોંઘાદાટ કપડા પરફ્યુમ .બધું જ એમને જોઈએ છે .
એની પડોસી ઝરણા .એના ઘરના ઉપલે માળે રહે .સામાન્ય ઘર .ઝાઝું રાચરચીલું નહિ .જરૂર પુરતું બધું મળે એક પણ વધારાનો સમાન કે ખર્ચ નહિ .પોતાના નાના કુટુંબ માં સુખી .વાંચન નો શોખ .ક્યારેક લખે પણ ખરી .ઘરનું બધું કામ જાતે કરે .એની સીધી સાદી ગણતરી .પતિ અને કોલેજ જતા દીકરા ના પોતાના કામે ગયા પછી બાકીનો એક આખો રોકડો દિવસ એની પાસે હોય છે .ચેનલ એને ગમતી નથી .તમને હસવું આવે એવી વાત કરે છે ઝરણા : સાલું સાસ અને બહુ જોઇને પતિના ગજવાની પનોતી બેસી જાય અને ખોટે ખોટો એવો ભ્રમ થાય કે આપણે કેટલા દુખી .સંગીત માટે રેડીઓ પ્રિય .એક નાનો ટ્રાન્ઝીસ્ટર હાથવગો રાખે .ધીરે ધીરે બધું કામ કરે .એક કામના 500 રૂપિયા આપવાના અને કામવાળી ના ખાડા કેટલા ?? રાહ જોવાના ટેન્શન પછી નથી આવવાની એવી ખબર પડે .ત્રણ જણ નું કામ જાતે ફટ ફટ થઇ જાય ત્યારે નાહક નો સ્ટ્રેસ નહિ .કશે જવાનું હોય તો રાહ નહિ જોવાની .અને શરીર હરતું ફરતું . જરાય ચરબીના થર ના મળે . એની પાસે બધી માહિતીના ભંડાર મોઢે હોય .ખુબ તેજસ્વી .પણ ભળે ઓછું .લોકો શું કહે એની પણ તમા નહિ .સાદગી ભર્યું સંતોષી જીવન .એક વખત શહેરની એક સંસ્થાએ બહેનો માટે પાર્ટી રાખી .બધાએ હોંશ ભેર નામ પણ લખાવી દીધું .જવાના દિવસે ઋચાને ત્યાં એક મહેમાન એના કાકીજી હતા .એને મુકીને માત્ર બે કલાક જવાનું હતું .તે મહીનોમાસ રહેવાના પણ હતા .ત્યારે કાકીજી એ સાથે લઇ જવા કહ્યું અને ઋચા એને લીધે જઈ ના શકી .પાર્ટીનો પ્રોગ્રામ એણે જતો કર્યો .
ઝરણા તો નિયત સમયે તૈયાર થઇ અને બીજી સખીઓને પૂછ્યું .બધા કૈક ને કૈક એક્સ્યુઝ આપવા માંડ્યા ત્યારે એણે કહી દીધું જુઓ : હું તો એકલી જઈશ .તમારી બધાની જેવી મરજી .અને ઝરણા એવી જ .એને પોતાનો મી ટાઈમ જોઈએ અને એને એની છૂટ પણ ખરી .એ સાવ સાદી સીધી ખરી પણ એના જ્ઞાનને લીધે એનું બહાર માનપાન પણ ખરું .એને પણ ઘરમાં કોઈ વાર ના સાંભળવા મળે તો એ વસ્તુસ્થિતિ સાથે એડજસ્ટ કરીને પોતાનો સમય તો કાઢી જ લે .
ઝરણા કહે કે એક સ્ત્રી બધા સાથે બધી વખતે એડજસ્ટ થતી હોય તો એક વાર ક્યારેક તો એના ફેમિલીએ એના વગર ચલાવી લેવાનું હોય .થોડું એડજસ્ટ કરવું પડે અને થોડી સ્પેસ પણ આપવી જોઈએ ના આપે તો માંગવી જોઈએ અને ના મળે તો મીઠો સત્યાગ્રહ પણ કરી લેવો .સ્ત્રીનો સંઘર્ષ તો કુટુંબમાં જ સૌથી પહેલા શરુ થાય છે અને બહાર પછી .બહાર ગમે તે હોય પણ સ્ત્રી લાગણીશીલ થઈને ઘરમાં હારી જતી હોય છે .જીવન એક વાર મળે છે બધાને તો સ્વચ્છંદ થઈને નહિ પણ એકાદ વાર તો નાનકડો બળવો કરી લેવો .
તમને શું લાગે છે ખરેખર સુખ શામાં છે અને સુખી કોણ છે ???

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s