મૂંગું દર્દ


ક્યારેક શબ્દો મૌન હોય છે .કશું બોલવા માંગતા જ નથી ત્યારે ખરેખર જીવન એની વાસ્તવિકતા સાથે સામે ઉભી હોય છે કશાય દંભ વગર .અને આપણે આપણી બધી સંવેદના સાથે એકદમ ચુપ . અમારા શહેરમાં જલારામ મંદિર તરફ થી સમાજસેવી પ્રવૃત્તિઓ ખરેખર ખુબ સરસ થાય છે .એ લોકો હોમીઓપેથી ,આયુર્વેદ ,એલોપથી બધા દવાખાના પણ રાખે અને સાવ નજીવા દરે બધા માટે સેવા આપે .પણ આપણે તો હવે એવા કે જો 150/200 કન્સલ્ટેશન ફી ના આપીએ અને બે ત્રણ પતાકડા મોંઘી દવાના ના લઈએ અને બે ત્રણ ટેસ્ટ ના ફરફરિયાં ના પકડીએ ત્યાં સુધી સાલી બીમારી પણ બીમારી નથી લાગતી .શું કરીએ આપણા સ્ટેટસ માં હવે જીવલેણ રોગ પણ ઉમેરાઈ ગયા છે જેનો છડેચોક ઉલ્લેખ કરીએ એટલે લોકોને ખબર પડે કે આપણું સ્ટેટસ શું છે !!! ખેર વાતો એની નથી .અહીં જે ખરેખર સેવાભાવી ડોક્ટર હોય છે તે આવે જ છે .નાની નાની બે ત્રણ દવા લઈએ એટલે રોગ કાબુ માં .જ્યાં સુધી અર્જન્સી ના હોય લેબ ટેસ્ટ પણ નથી કરાવતા .અને સાવ મામુલી ફીઝ લે .એમને ત્યાં મને ક્યારેય લાઈન જોવા ના મળે .અને ખરું કહું તો એમની લો ડોઝની દવાઓ મને માફક આવે છે એટલે હું એ દવા લેવા જાઉં છું .
વાત બીજી છે .મારી તકલીફ ને લઈને બે દિવસ પહેલા ગઈ .ડોક્ટર એક કલાક રાહ જોવા છતાંય આવ્યા નહિ એટલે મંદિર માં તપાસ કરવા ગઈ .એક મોઢા પર ખુબ સોજા વાળી નાની ઉંમરની છોકરી સાડી પહેરીને સ્કૂટીના ફૂટ રેસ્ટ પર બેઠેલી .લગભગ બેભાન જેવી . મેં જોઈ પણ ધ્યાન ના આપ્યું કેમ કે એ મંદિર હતું એટલે ભીખારીઓ પણ બેઠા હોય .ડોક્ટર આવી ગયા .અમે ઘણા દર્દી હતા એટલે એક સાવ લઘરવઘર અને ગંદો કહી શકાય એવો માણસ આવ્યો .ડોક્ટર જાણે પોતાનો સ્વજન હોય એમ પૂછ્યું કે પેલી તારી દીકરી છે ?? પેલા માણસે હા કહી .ફરી પૂછ્યું : એને સુવાવડ આવવાની છે ??? પેલા માણસે કહ્યું ના સાહેબ સુવાવડ તો આવી ગઈ .છોકરો આવેલો પણ મરી ગયો .એટલે એ કશું ખાતી પીતી નથી .હું સ્તબ્ધ થઇ ગઈ .ડોકટરે એને ફી પછી આપી અને કહ્યું લે આ બે દવા લે એ ખાવાનું માંગશે .એ માણસ ને પૂછ્યું : તું શું કરે છે ?? તો એણે કહ્યું : છૂટક મજુરી કરું છું . ત્યારે ડોકટરે કહ્યું : તારી પાસે બી પી એલ કાર્ડ છે ??? તો કહે ના સાહેબ કોણ બનાવવામાં ટાઈમ બગાડે ?? મને કશી માહિતી બી ની મળે .ડોકટરે કહ્યું એ કાર્ડ બનાવી લે તો સરકારી હોસ્પીટલમાં મફત સારવાર મળશે .પેલો લાચાર બાપ !!! એનો ચહેરો હજી પણ મારી આંખ સામે તરવરે છે …ડોકટરે કહ્યું કાલે સાડા દસે આવી જજે હું બંદોબસ્ત કરી આપીશ …
આ ડોક્ટર ઘણી વાર બધાને આવી રીતે મદદ કરે .અને ખરા અર્થમાં એ ભગવાનનું કામ કરે છે .ડોકટરોનો વ્યવસાય ખરેખર તો આવા ડોકટરોથી ઉજળો છે ..બસ એ બાપ કહેતો હતો : એનો દીકરો આવીને મારી ગયો ત્યારથી ગુમસુમ છે .. એ વાક્ય હજી કાનમાં ગુંજે છે .
ત્યાંથી આવીને ભગવાન પાસે પ્રાર્થના તો કરી જ પાને થેંક યુ પણ કહ્યું કે તેં અમને કેવી સરસ જિંદગી આપી છે તોય ફરિયાદ ખૂટતી નથી !!!હવે બનતા સુધી ફરિયાદ કરવાનું ઓછું કરી દઈશ …

Advertisements

One thought on “મૂંગું દર્દ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s