બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ …


(આજના આ વિષયની ચર્ચા માટે છૂટ થી ચલણ માં હોય એવા અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરેલ છે અને એના ગુજરાતી સમાનર્થી શબ્દની ખોજ નથી કરી તો ક્ષમ્ય ગુનો જાણી જોઇને કરવા બદલ આગોતરા જામીન માંગી લઉં છું … 🙂
બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ …
હા આજે આ ટ્રેન્ડ અને પ્યારકે સાઈડ ઈફેક્ટની વાત ….
ચાલો આ માટે ની ઉંમર કઈ કે આ સંબંધની શરૂઆત થાય છે????
બીજો સવાલ છે કે આપણા કોઈ કાર્ય કરવા માટેના કારણ હોય છે અને એ હોય જ છે તો તમારા માટે આ ફક્ત તમારા પુરતું જ આનું કારણ શું >> વિજાતીય આકર્ષણ કે ટ્રેન્ડ ને ફોલો કરવાનું કે પછી સર્કલમાં બેકવર્ડ ના ગણાઈએ એ માટે કે પછી ખરેખર સ્ત્રી કે પુરુષ તરીકે નહિ પણ એક સાચા મિત્રની ખોજ માટે .
હવે તો લગભગ સાતમાં ધોરણ પછી આજનું એડવાન્સ જનરેશન આ બાબતને ફોલો કરે છે .કે એક છોકરી સાથે કે છોકરા સાથે દોસ્તી હોવી જોઈએ . અને એ માં જે લાગણીઓ હોય છે એ પ્રેમ ને બદલે થોડી નિર્દોષતા ભળેલી દેખાદેખી પણ ખરી .વાતો જોઈએ તો શાળા અભ્યાસની હોય કે હરવા ફરવાની હોય .પણ અહીં જો આઉટીંગ થાય તો ગ્રુપ માં જ થાય .બધા જોડે જ જાય અને એમાં એક છોકરો કે છોકરી ભલે બોય -ગર્લ ફ્રેન્ડ હોય પણ બીજું ટોળું એમના સામાન્ય ફ્રેન્ડસ જ હોય જેને આવા કોઈ સંબંધ ના હોય .પણ વારંવાર સાથે જવાથી કોઈક સાથે પેલા પ્રેમલા પ્રેમલી ની હરકતો જોઇને એમને પણ લાગણી થાય કૂણી કૂણી કોઈ એક માટે .અને પછી એમનું વર્તન થોડું બદલાવા માંગે .પછી સામે થી પ્રતિભાવ માટે પ્રપોઝ “મારે “(ખબર પડી હવે ?? કે આજકાલના પ્રેમમાં ઘાનું પ્રમાણ કેમ વધારે હોય છે ?? ) સામે પણ રેડ બલુનના તાર ઝંકૃત થયા હોય તો યેસ થાય અને પછી મોબાઈલ નંબરની અદલાબદલી અને નાઈટ કોલ ચાર્જિસમાં ઈકોનોમી પેકેજ અપડેટ થાય .અને ગ્રુપમાં વટ વધે .દસમાં ધોરણ પછી ક્લાસ માં જવા માટે નીકળીએ એટલે ખુલ્લો દોર મળવાની શરૂઆત થાય .એક વાત તો આજની જનરેશન માટે માનવી પડે કે એ લોકો ફૂલ ટાઈમ માટે લફરાં સદન માં રહેતા નથી .ભણવાને સમયે ભણી લે અને ભણતરની વાતોને ટ્રેન્ડ ને પણ ફોલો કરે છે .અને એ લોકો અભ્યાસ માટે પણ એટલા જ ગંભીર હોય છે .બાકી બુકાની બાંધીને પપ્પાએ લોન લઈને અપાવેલી નવી સ્કૂટીને ક્લાસ બહાર પાર્ક કરીને બોયફ્રેન્ડ ની પાછળ બેસીને મોર્નિંગ શોમાં મુવી જોવાનો ટ્રેન્ડ પણ પુરજોશમાં છે .અને એ બધું રીઝલ્ટમાં રીફ્લેટ થયા વગર નથી રહેતું .અને જયારે નિષ્ફળતા મળે છે ત્યારે ઘણીવાર જે તે બોય /ગર્લ ફ્રેન્ડ બ્રેક અપ કરે છે કે કરાવવામાં આવે છે .મોબાઈલથી બંધાતા સંબંધો વ્હોટસ અપ પર એક મેસેજ સાથે પૂરો થાય છે અને ધેન સર્ચ બીગીન્સ અગૈન .ક્યારેક બેઉ તરફથી તૂટેલા દીલોનો જોડાણ થાય ક્યારેક નવી ગિલ્લી નવો દાવ . ગ્રેજ્યુએશન પછી આ સંબંધોમાંથી બહુ ઓછા લગ્નની વેદી સુધી પહોંચે છે .જો તમે કારકિર્દીને આ ગાળામાં અવગણી હોય તો એના પરિણામ હવે દેખાવા શરુ થાય છે .સારી નોકરી ના અભાવે સારી છોકરી ની ના અને પછી હવે તમે બદ્ધું જાણો એટલે મારું સ્ટોપ ….!!!!
મારી મુખ્ય વાત તો હવે આવે છે ……
પોકેટમની બંને પક્ષે પોકેટ મની મળે એમાંથી ગર્લ તો નેચરલી બ્યુટી પાર્લર માં ખર્ચ થોડો વધારે પણ છોકરો લગભગ તો બીજાની દેખાદેખી માં ગર્લફ્રેન્ડ ને રીઝવવા માટે એનો ઘણો બધો ભાગ રેસ્ટોરાં,મુવી અને ગિફ્ટસ અને એ પણ મોંઘી દાટ (એમના બજેટ પ્રમાણે ) ખરીદવા પાછળ જાય .હવે પપ્પાની પાસે વધારે પૈસાની ડીમાંડ થાય / મમ્મી કે બહેન પાસે થી ચોરીછુપે લેવાય . અને નહિ તો દોસ્તોની ક્યાં કમી છે હોં !!!પણ આની લીમીટ જયારે ક્રોસ થાય ત્યારે ??? હવે સમાચાર પત્રોના પેજ પર આવતા સમાચારોની હેડલાઇન યાદ કરો ….
1.ગર્લફ્રેન્ડ પાછળ 85000 ઉપરનું દેવું થઇ જતા પોતાના મિત્રને પોતાના ઘેર મોકલી પોતાના ઘરમાંથી 2.5 લાખ રૂપિયાની ચોરી કરાવી .
2.મિત્રો સાથે ગોવા ફરવા જવા એક યુવાને તેના પડોસ માં રહેતા વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેન ઊંઘમાં કાઢી લીધી …
વાહનચોરી કરતા યુવાનો ક્યારેક તો મેડીકલ વિદ્યાર્થી ,એન્જીનીઅરીંગ કે મોટા ઘરના નબીરા પણ હોય છે . અને ગર્લફ્રેન્ડ લગભગ મિસકોલ જ કરતી હોય એટલે મસમોટું મોબાઈલનું બીલ તમારા ગજવા પર બોજરૂપ બને બરાબરને અને મોબાઈલ કંપની વાળાને ફક્ત પોતાના નફા સાથે જ લેવા દેવા છે કોઈના આરોગ્ય સાથે નહિ .નાઈટ કોલિંગ ના સસ્તા દર તમારી ઊંઘ ,અભ્યાસ અને આરોગ્યનો લાંબા ગાળે ભોગ લે છે એ લવની સાઈડ નહિ પણ બહુ ગંભીર ઈફેક્ટ કહી શકાય કેમ કે એક ઓછો ટકો તમારી કારકિર્દી બગાડી શકે છે .અને બાકીનું જીવન પણ …
હવે છોકરીઓને સવાલ છે મારો : આ ગીફટ ના બદલે તમે સંબંધમાં કેટલી મર્યાદાઓ ઓળંગો છો ??યાદ રાખો સૌથી પહેલા તો તમે તમારા માં બાપનો વિશ્વાસ તોડો છો અને એ લોકો પણ પોતાની સમસ્યાથી ઘેરાયેલા હોય છે તેમાં તમારા સંબંધો કેટલીક વાર સામાજિક અને તમારા આરોગ્ય વિષયક સમસ્યામાં નાખી શકે .આજે બહુ ખુલ્લા શબ્દો પહેલી વાર કહું છું પણ 72 કલાક વાળી પિલ્સ ફક્ત એક બે કે ત્રણ વાર લાઈફ ટાઈમમાં લેવાની હોય એનો છડેચોક ઉપયોગ તમારું ભાવી લગ્નજીવન જોખમમાં મૂકી શકે છે .આવી ગીફ્ટ પાછળ એક છોકરો પોતાની જિંદગી ની દિશા ભૂલી જાય એ શું તમારા પ્રેમને શોભે ખરું ???તમે જો છોકરાને દિલથી પ્રેમ કરવાનો દાવો કરતા હોવ તો પ્લીઝ એની જિંદગી બરબાદ કરવાનો સબબ ના બનો તો સારું !!! એક માં બાપ એના સંતાનના જીવન સાથે ખુદ તમારું જીવન પણ દિશા વિહીન બની જાય તો એવી દેખાદેખી શું કામની ??? જુવાની દીવાની તો છે પણ એ કોઈનું જીવન બરબાદ કરી દે તો શું કામનું ??
પણ જે જોયું છે એ નિર્લેપ ભાવે કહીશ .આને શું કહેવું એ વાચકે વિચારવાનું કે : કોલેજમાં ગર્લ/બોય ફ્રેન્ડ છોડીને માં બાપે બતાવેલ સારા પાત્ર સાથે લગ્ન કરીને સરસ સેટ થઇ જવું। ..તો પેલું શું કહેવાય ફક્ત ટાઈમ પાસ ..પ્રેમ શું ???????????
પ્રેમ કરો તો એમાં શરતો ના હોય .છોકરીઓ તો ખાસ ચેતે .એમની સાઈડ ઈફેક્ટ તો બહુ ગંભીર હોય છે .આ ફેસબુક ક્યારે ફેક્બુક બનીને બ્લેકમેલ સુધી પહોંચી જાય એ કહેવાય નહિ અને છેલ્લે થતા એસીડ ફેંકવાના બનાવો એની ઘૃણાસ્પદ પરિણામ રૂપ લાલબત્તી છે .
એટલું જ કહીશ છેલ્લે કે પ્રેમમાં આ જમાનામાં પડશો તો ઘવાશો અને સાચો પ્રેમ ઓળખશો અને કરશો તો જીવનબાગ મહેકશે ….!!!

Advertisements

One thought on “બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ …

  1. ખુબ સાચી અને સચોટ વાત કહી.
    પ્રેમ બિનશરતી તેમજ બિનગિફ્ટી તો લગભગ શક્ય ના બને પરંતું એટલી હદે શરતો કે ગિફ્ટ્સ નો વહેવાર ના હોવો જોઈએ કે એની સાઈડ ઈફેક્ટ લાઈફને ડિફેક્ટ કરી નાખે. પ્રેમનો પાયો સમજણ અને વિશ્વાસ પર રચાવો જોઈએ નહી કે વચનોની હારમાળા અને ભેટસોગાદોનાં ઢગલા પર. બધું જ હોવું જોઈએ પરતું પ્રમાણભાનની શરતે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s