મારી ડાયરીનું એક પાનું ….


જન્મ ,બાળપણ ,યુવાની ,પ્રૌઢત્વ ,વૃદ્ધત્વ …..અને મૃત્યુ ….
લગભગ છ તબક્કે જતી જીવનની રેલગાડી .જન્મ ના મુખ્ય જંકશન પર શરુ થાય અને મૃત્યુ આખરી સ્ટેશન …એક વ્યક્તિ આ દરેક દરેક તબક્કા જીવે જ જીવે છે એમાં કોઈ મીનમેખ નહિ ..કોઈના ત્રણેક હોય તો કોઈના બધા જ હોય .શરીર એક તબક્કે વિકસતું અટકે છે પછી એક સમતોલ લેવલે ચાલ્યા કરે છે અને પછી શરુ થાય છે નીચે ઉતારવાનું પ્રયાણ ..પણ અહીં અગત્યનું એ છે કે શારીરિક શક્તિઓનો ક્ષીણ થવાનો અનુભવ છે પણ માનસિક વિકાસ તો ઉર્ધ્વગામી જ હોય જેવો હોય તેવો પણ અનુભવ તેને વધારે અને વધારે પરિપક્વ બનાવે એટલે ધીરજ તો વધે જ પણ એ પણ ખબર હોય કે આવું તો થયા કરે અને પરિસ્થિતિ તો બદલાયા જ કરે …….
પણ મનુષ્યની ઓળખ શું હોય છે ??? એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ જુદી જ હોય છે ભલે એક કુટુંબની હોય .પણ એક લાક્ષણીકતા એને બધાથી જુદી પાડતી હોય છે .એ છે એનો એટીટ્યુડ ..એનો અભિગમ જીવન તરફ અને પોતાના તરફ ..બાહ્ય દેખાવ એ પહેલી ઓળખ અને એના પરથી નામ શું એ યાદ રાખવાની એક કડી ..એના પપ્પાની ઓળખ સમું એક નામ જે તેના કયા વર્ગથી છે એનું દ્યોતક હોઈ શકે ..જેમ કે આ ફલાણા ફલાણા નો દીકરો ..અને અટક સરનેમ ..કઈ જ્ઞાતિ નો છે કયા વર્ણ નો છે ..આ છેલ્લી વાત ભારતમાં બહુ જ મહત્વની (!!!!!!!????) છે ..એના પરથી વ્યક્તિ વિષે પૂર્વાનુમાન બાંધવામાં આવે છે .અને વ્યક્તિની પોતાની અભિવ્યક્તિ એ પૂર્વાનુમાન ને બદલે છે એક વ્યક્તિત્વ તરીકે એની પોતીકી ઓળખ તરીકે ..શું દરેક વ્યક્તિને કોઈ ક્ષેત્રમાં અગ્રેસર હોવું જરૂરી છે ??? જરાય નહિ ..દરેક ગાતી વ્યક્તિ ટોચની ગાયિકા કે ગાયક તો ના હોઈ શકે . દરેક ચિત્ર દોરનાર વ્યક્તિ ના ચિત્રો કરોડો માં વેચાય એ જરૂરી નથી .પણ એ સર્જનાત્મકતા એની આગવી ઓળખ ખરી .અને એ ઓળખને મરવા ના દેવી એ વ્યક્તિની પોતાની તરફની એક મહત્વની ફરજ છે .આખો દિવસ રોજગાર સર્જનના કાર્ય માંથી પરવારી એક નોટના પાછલા પાને લખાયેલી કવિતાની ચાર કડી કે એક દોરાયેલો એક ચહેરો હોવો આજના જમાનાની એક તાતી જરૂરિયાત બની ચુકી છે ..પણ આ જ વિસરાઈ જાય છે .
બાળક તો દરેક કામ બીક વગર કરવા માટે ટેવાયેલું .ગરમ તપેલી અડતા દાઝી જવાય એ અનુભવ એને ઠરેલ બનાવે અને એ સમજણ વિકસે .પછી સ્કુલ નું શિક્ષણ .યુવાનીમાં કારકિર્દી શિક્ષણ અને રોજગાર માટે .પછી લગ્ન અને સંસારનો વિસ્તાર ..અને પછી ..આ ઘટમાળ ચાલ્યા કરે છે .પણ અટકવું ક્યાં ???બસ આ સમજ વિકસતી નથી ..વિરામ વિશ્રામ જરૂરી છે અને એટલી જ નિવૃત્તિ પણ જરૂરી છે …પણ થાય છે એવું ખાસ તો સર્જનાત્મક ક્ષેત્રે કે ખુબ મહેનત કરીએ ત્યારે એક નામ થાય એક ઓળખ બને .ત્યાં સુધી મનના સંગ્રહાલયની બધી કૃતિઓ કાગળ કે કેનવાસ પર ઠલવાઈ જાય .એના પરથી નામ થાય .શરૂઆત માં લખાતી રોજની એક કવિતા ધીરે ધીરે ધીરી પડે .કલમ અને પીંછી કસાવા માંડે પણ ગતિ મંદ પેલા પહાડી ઝરણા જેવી ..પહેલા ખુબ ઊછળતું હોય ત્યારે સુંદર લાગે અવાજ પણ કરતુ હોય પણ જયારે મેદાનમાં આવે એટલે પટ નો વિસ્તાર થાય અને ઠહરાવ આવે ગતિ મંદ પડે પણ ઊંડાણ પણ આવે …પછી તો સાગરમાં ભળીને અસ્તિત્વ પણ એમાં સમાઈ જાય જેમ મૃત્યુ પછી રાખ બની જવાય એમ .દફન કરે તો માટી માટી બની જાય એમ .
બસ આ એવો તબક્કો છે જ્યાં લોકપ્રિય લોકભોગ્ય બનવાની ખ્વાહીશ નથી .પણ ખુબ ઊંડાણથી દરેક સ્થિતિ નું નિરીક્ષણ પરીક્ષણ કરી એને ખુબ સાદગીથી શબ્દોનો પરિવેશ પહેરાવવાની એક કોશિશ છે .પહેલા લોકો માટે સંદેશ હતો ત્યાં હવે ખુદ માટે અન્વેષણ ચાલુ થયું છે અને પોતાને માટે પણ સમજ હોવી જરૂર બની જાય છે .આજ સુધી પરિસ્થિતિ પ્રમાણે ઢળી જવાની ટેવને બદલે પરિસ્થિતિને પોતાને અનુકુળ કરવાની ઝંખના ..અહીં હરીફાઈ દુનિયા સાથે નહિ પણ પોતાની સાથે જ છે .પહેલા કશું પણ લખી નાખતી હતી પણ હવે લખવાની ઈચ્છા તીવ્રતા થી જાગે તો જ લખવું .એક નાનકડી પોસ્ટ માટે પણ એક પહેલા મનમાં લખાય પણ પછી કાગળ પર (સોરી કોમ્પ્યુટર પર )લખાય છે …..અહીં કેટલા વાંચે છે એ પણ જાણવું નથી કેમ કે હવે ગતિ આંતરિક છે . પણ અહીં એક ફાયદો તો છે કે દુનિયા તરફ ફરિયાદ નથી પણ પોતાને કેમ ફરિયાદ ઉદભવે છે એનો જવાબ ચોક્કસ મળે છે .
એને માસ્લો ની નીડ હાઈરારકી માં સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન કહે છે .અને અહીંથી કોઈ માટે ફરિયાદ હોતી નથી ..અહીં સવાલ થતા નથી પણ જવાબ હોય છે …કદાચ એટલે જ હવે અહીં લખવાનું ઓછું થયું છે .

Advertisements

3 thoughts on “મારી ડાયરીનું એક પાનું ….

    1. મૌલિક ભાઈ જાણીને તમને નવાઈ પણ લાગશે કે હું ક્યારેય મોબાઈલ સાથે નથી રાખતી .એક હતો તે પણ ત્રણ મહિના પહેલા નંબર કેન્સલ કરાવી દીધો .મને મોબાઈલ મારી પ્રાયવસી નો દુશ્મન લાગે છે .એટલે ખાલી કોમ્પ્યુટર સાથે નાતો છે …

      Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s