પર્વ


DSCN0603 copyકાચના બારણાં પાછળ ઉજવાય છે એક પર્વ વરસાદનું ,
ધરતી જ્યાં પોંખાય છે આકાશમાંથી જલવૃષ્ટિ બની ,
એ એક તાલ અને લયમાં ચૂપચાપ ગાઈ રહ્યો છે ગીત બની ,
શબ્દો કદાચ રેલાય રહ્યા છે બુંદ બુંદ બની …..
ભીની ભીની ધરતી પર લખાયેલી કવિતા મહેકે છે
ભીનાશભર્યો સ્પર્શ બની ને એક હળવી ધ્રુજારી બનીને ,
ધરી જો હથેળીમાં છલકાતો વાદળ બની ,
એક ખોબામાં સમાઈ જાય છે તું આકાશ બની ………..
બંદ આંખના ખૂણામાં સંતાઈ ગયી સ્મૃતિ એક અશ્રુ બની ,
ખરી ગયી એ આંખથી એક મોતી બની ,
સંગીતમાં રીમઝીમ વરસાદના ખોવાઈ ગયી છે ,
લાગણીઓ સૌ મૌનમય સમાધિ બની …..
લાગે છે સ્પર્શે છે ક્યારેક પ્રભુ પણ વહાલ કરવા મને ,
ગાલ પર વાછટ બની ….

Advertisements

2 thoughts on “પર્વ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s