પ્રિય દોસ્ત !!!


પ્રિય દોસ્ત !!!
વર્ષોની દીવાલ ભેદીને તું મને યાદ કરે છે ???કદાચ આજે મને ચોક્કસ કરીશ એવી આશા છે ..પેલી તારી લકી પેન ખોવાઈ ગયેલી તે મેં લઇ લીધેલી અને આજે મારી પાસે મારા કબાટમાં હજી પણ છે .અને મને ખબર છે મારો પહેલો ક્રશ તારો જીવનસાથી બનીને તારી સાથે આનંદની જિંદગી જીવી રહ્યો છે .પણ જયારે હું હતાશ હતો ત્યારે મારા ખભા પર મુકાઇ જતો તારો હાથ અને પેલો રૂમાલ જેણે મારા આંસુ લૂછેલા તે હજી મારી પાસે સલામત છે .પીળો પડી ગયો છે અને થોડા કાણા પણ પડેલા છે .ઝીર્ણ રૂમાલ પર ની પેલી ગાંઠ એટલે આપણી દોસ્તી .
મને ખબર નથી કે તું ક્યાં છે અને કદાચ તને પણ ખબર હશે કે કેમ એની મને જાણ નથી . પણ અખબારમાં લખાતી તારી કોલમ ને લીધે હું તારી નજીક છું .તને વાંચું છું ત્યારે ખબર પડે છે કે સફળતાની કિંમત બહુ મોટી ચૂકવવી પડે છે .દોસ્ત હું હજી એવો જ અલગારી છું .મોબાઈલ ના જમાનામાં બૂથ પરથી ફોન કરું એવો . સોશિઅલ સાઈટ નથી અપનાવી કારણકે એન્ટી સોશિઅલ બનવું મને ગમે તેવી વાત નથી .મારી નાનકડી દુનિયામાં હું ખુશ છું .હજી પણ એકલો જ છું એટલે અલગારી બની રહેવું પોસાય છે .
દોસ્ત બે દિવસ પછી મૈત્રી દિવસ છે .આ વખતે મારે ગામડે જવું છે અને એ તમામ જગ્યાની રજ જ્યાં આપણી યાદો છે એને સાથે લઈને દાબડીમાં ભરીને લાવવી છે .બસ આજે ના રહેવાયું એટલે તારા અખબારના તંત્રીને સરનામે મારું સરનામું જણાવ્યા વગર પત્ર લખી દીધો .ચલ તારા આંખના ખૂણામાં ડોકાઈ રહેલું પેલું આંસુ લુછી નાખ અને એ રૂમાલ ધોઈ ના નાખીશ બસ .
અલગારી અંકિત ……..
બે દિવસ પછી અંકિતને બસ સ્ટેન્ડ પર ઉતરતા જ પેલો દોસ્ત સામે મળી ગયેલો .એ તેને લેવા આવેલો ….

Advertisements

2 thoughts on “પ્રિય દોસ્ત !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s