નિયતિ


આજે છેલ્લો દિવસ હતો નિયતિનો આ ઘરમાં ..નાં હવે તો એને માટે મકાન હતું આ .કાલે તેનું સરનામું બદલાઈ જવાનું હતું .આવું જ લગભગ પાંચેક વર્ષ પહેલા પણ બનેલું અને એનું સરનામું અને એના નામ પાછળના નામ અટક પણ બદલાયેલા .અને હવે સંજોગો બદલાયેલા .મૃગજળનો ખરો અર્થ એને જિંદગી એ સમજાવેલો .આજે 11 વાગ્યે કોર્ટમાં જવાનું હતું અને એના છૂટાછેડા ના કેસનો ફેસલો આવવાનો હતો .અરજી એણે કરેલી અને કારણો માં વજૂદ હતું એટલે ફેસલો એની તરફેણમાં આવશે જ એ ખાતરી હતી ..ઘરની દરેક વસ્તુમાં એક યાદ હતી એના વીતેલા વર્ષોની .પણ હવે આ યાદોથી બહાર નીકળવાનું હતું .ઘરની યાદોને ઘરમાં જ દફન કરવાની હતી .10.30. વાગ્યે નિકુંજ આવ્યો એનો ભાઈ અને એની સાથે એ બાઈક પર બેસી કોર્ટ પહોંચી .
એના કેસનો નંબર છેક બપોરે ત્રણ વાગ્યે આવ્યો .
ત્યાં સુધી બેઉ નિયતિ અને નિહાર બે જુદા જુદા ખૂણા માં ઉભા રહ્યો .નિહાર સિગરેટ પર સિગરેટ ફૂંકી રહ્યો હતો .ભૂખ તો કોઈને લાગી નહોતી .નિહારની સાથે હતી બેલા .આ છુટા પડવાનું કારણ .છેલ્લા 6 મહિના થી તો નિહાર એની સાથે જ રહેતો હતો .આ ઘરમાં તો એ એકલી જ રહેતી હતી .એણે સાંભળેલું કે બેલા નિહારના બાળકની માં બનવાની હતી .3 વાગ્યે બેઉને કોર્ટમાં બોલાવાયા .જજે બેઉને પૂછ્યું કે આ સંબંધને તમે થોડો વધારે સમય આપો .તો નિયતિએ ઘસીને ના પાડી દીધી . નિહારે તેના નામે એ ઘર ને બેંકમાં 1 કરોડ રૂપિયા ની ડીપોઝીટ કરેલી .અને કાર થી માંડીને નોકરોના નિભાવ ખર્ચ પણ પોતાના ખાતામાં સીધા જ ચૂકવાય એ વ્યવસ્થા પણ કરી દીધેલી .બેલા એ કોઈ વાંધો પણ ના લીધો . નિયતિ એ આમાંથી કશું પણ સ્વીકારવાની ઘસીને નાં પાડી દીધી .કેમ કે કોઈ યાદ સાથે એ હવે જીવવા માંગતી નહોતી . એ કાગળો એણે જજના ટેબલ પર જ છોડી દીધા અને લખીને આપી દીધું એ સ્વેચ્છા એ બધો હક્ક જતો કરે છે .પોતે એક બાળક પોતાના પતિને ના આપી શકી અને બેલા એ કરી શકી એટલે એ આવનાર બાળક ખાતર પણ એણે જવું જ રહ્યું .
બેઉ જણે સહી કરીને પોતાના સંબંધ પર પડદો પાડી દીધો .
બધાના દિમાગમાં લાગણીઓ ઘુઘવતી હતી સકારાત્મક નકારાત્મક બધી જ .પણ નિયતિનું પોતાના જીવનમાંથી જતા રહેવું એ પણ આવી રીતે એ નિહારને ખૂંચ્યું .એને પોતાની જાતને ગુનેગારના કઠેડામાં ઉભેલી દેખાઈ .
નિયતિ પોતાના ભાઈને ઘેર ગઈ .ભાઈ એ પૂછ્યું હવે ??? નિયતિ એ કહ્યું હું સુરત જવા માંગું છું .બીજી સવારે એ સુરત સ્ટેશન પર ઉતરી .એ ઘોડદોડ રોડ પર ગયી .અને સેલાર કોમ્પ્લેક્સ ના ફ્લેટ નંબર 801ની ડોરબેલ વગાડી .
સમીર ચોંકી ગયો .એણે આજના છાપામાં વાંચ્યું હતું કે પ્રખ્યાત ઉદ્યોગપતિના છૂટાછેડા થઇ ગયા .અને નિયતિ સામે ઉભેલી .એકદમ સ્વસ્થ .એણે નિયતિને આવકારી .કોઈ કશું બોલી ના શક્યું .સમીર કોફી લઈને આવ્યો .બેઉ એ બાલ્કનીમાં જઈને કોફી પીધી .બેઉ વચ્ચે હજી મૌન બરકરાર હતું .સમીરે નિયતિને પૂછ્યું મૌન નો પરદો હટાવતા : હવે ???
નિયતિ એ કહ્યું : હું કોઈ બાળક નહિ આપી શકું એ મર્યાદા સાથે શું મને તારા જીવનમાં જગ્યા મળશે ??? સમીરે માથું હલાવી હા પાડી .
ત્રણેવ કોલેજમાં સાથે હતા .અને એ વખતે નિહાર પણ સામાન્ય પરિવારનો જ હતો .અને સમીર ધનવાન ગણાતો .ત્રણેવ વચ્ચે કોલેજના પાંચ વર્ષ દોસ્તી ગાઢ હતી .સમીર નિયતિને દિલથી ચાહતો હતો પણ કહી ના શક્યો .અને નિયતિ નિહાર પાછળ પાગલ હતી .ત્રણેવ ના કુટુંબ સમજુ હતા એટલે નિયતિના લગ્ન થઇ ગયા નિહાર સાથે .નિયતિને પગલે પાંચ વર્ષમાં નિહાર ટોચનો ઉદ્યોગપતિ પણ બની ગયો પણ પતિ ના બની શક્યો કેમ કે નિયતિ એને બાળકનો પિતા બનાવી શકે એમ નહોતી અને એક ક્ષણ માં થયેલો એક સંબંધની ભૂલ રૂપે બેલા માં બનવાની હતી .નિહારે નિયતિ આગળ એની ભૂલનો સ્વીકાર પણ કર્યો .પણ નિહાર એના બાળક અને એક સ્ત્રીના જીવનને બચાવવા એ સ્વેચ્છા થી એમના રસ્તામાંથી ખસી ગયી .
નિયતિ એ સાંભળેલું કે સમીરે પોતાના પ્રેમને લીધે લગ્ન નહોતા કર્યા એટલે એ તેની પાસે આવી .એને વિશ્વાસ હતો કે સમીર એના પ્રેમને જરૂર સ્વીકારશે .
વિભા એની સખીએ એને પૂછ્યું : નિયતિ આ તેં શું કર્યું ?? શું નિહાર માટે તારો પ્રેમ બનાવટ હતો ?? તું આવું કેવી રીતે કરી શકે ????
નિયતિએ કહ્યું : આપણે શા માટે જીવનને નોર્મલી નથી લઇ શકતા .ક્યાંતો ચાર દીવાલમાં તૂટેલા સંબંધોને સમાજ ને બીકે પરાણે ખેંચ્યા કરો કે પછી છુટા પડ્યા પછી દુનિયાને દેખાડો કે પોતે કેટલી એકલી અને બિચારી છે અને મોઢે સહાનુભુતિ અને પાછળ મશ્કરી સહન કર્યા કરો !!!! શું એના આપેલા પૈસા સ્વીકારીને હું પોતાની ક્ષમતાનું અપમાન નથી કરતી .અને એક એવી વ્યક્તિ જે મને ચાહે છે એટલે એના જીવનમાં એણે કોઈને આવવા પણ ના દીધું હોય એની સાથે જીવન જીવવાનો મને હક્ક નથી ??? એ મારો પોતાનો નિર્ણય હોય તો હું અપરાધી અને સમાજ મને કોઈ સાથે પરણાવે તો એ બરાબર ??? સોરી યાર મારા જીવનમાં છેલ્લા પાંચ વર્ષોની તકલીફો સહન કરવા જો સમાજ ના આવ્યો હોય તો એનો અંત કરીને એક નવા જીવનની શરૂઆત કરવા માટે મારે કોઈની પરવાનગીની જરૂર નથી ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s