હિરોઈન


ઘણી ફિલ્મો એવી હોય છે જે થીયેટર કે મલ્ટી પ્લેકસ ને બદલે ઘરમાં એકલા બેસીને જોઈએ તો હાર્દ સમજાય છે .આપણે હવે માઉથ પબ્લીસીટી પર જોવા જઈએ છીએ .એક એવો યુવા વર્ગ છે જે શનિરવી માં નવી મુવી જોવા જતો જ રહે .રેડીઓ ટી વી પર જેન્યુઈન ને બદલે પેડ રીવ્યુ આવે .પણ ઘરની બહાર નીકળવાનું એક સરળ બહાનું હજી પણ મુવી જોવા જવાનો રીવાજ જ છે .એક કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જવાનો પણ એક આનંદ હોય છે .
આ શનિવારની રાત્રે બસ હજી સુવાની તૈયારી કરતી હતી ત્યારે દૂરદર્શન પર એક ફિલ્મ શરુ થઇ .”હિરોઈન ” . કરીના કપૂરની એક ફ્લોપ ગણાયેલી ફિલ્મ .લોકો આ ફિલ્મ જોઇને નિરાશ પણ થયેલા .રીવ્યુ સારા નહોતા .મને સમજ પડતી નથી કે હમેશા આપણે ખર્ચેલા પૈસા વસુલ થયા કે નહિ એના પર કેમ મંતવ્ય આપી દઈએ છે ???
આ ફિલ્મમાં જે હતું તે બધાએ વાંચેલું છે અને જાણે પણ છે .પણ તે જોવું એ પણ એક અલગ અનુભવ બન્યો .હવે તો ગમતી ફિલ્મ જોવા માટે પણ મને ઊંઘ આવે છે પણ આ ફિલ્મ જોતા મને જરા પણ ઊંઘ ના આવી . એ ફિલ્મનું કથાનક હતું એના કરતાં પણ વધારે ઊંડો એનો ભાવાર્થ હતો .જોતા તો એવું લાગે કે ફિલ્મ લાઈનના પરદા પાછળ ની વાતો છે એ વાત સાચી પણ છે પણ હતું એ કે એક વ્યક્તિની એકલતા અને અસલામતીની ભાવના ની પીડા અને એમાંથી એ કેવા કેવા હવાતિયા મારે છે એનું દર્દ . આ ફિલ્મ જોવા હું થીયેટર માં જાત તો કદાચ મારું મંતવ્ય જુદું હોત પણ જેમ મેં શરૂઆતમાં કહ્યું તેમ આ ફિલ્મ એક નિરાંતવી સાંજે ઘર માં બિલકુલ એકલા બેસીને માણવા જેવી હતી એનું દર્દ ખરે ખર સમજવા માટે .કરીના કપૂરનો અભિનય એના હાર્દ ને જોતા અદભુત હતો તેમાં ના નહિ .
એક સ્ત્રી ગમે તેટલી આધુનિક હોય પણ એ પોતે જ એક પુરુષ પર લાગણી અને માનસિક રીતે અવલંબિત બનવાનું સ્વેચ્છા એ પસંદ કરે છે .એનું એ અવલંબન કદાચ એ પ્રેમ ના નામે ઓળખે છે .એ પોતાના પ્રેમને કોઈની સાથે વહેંચાતો જોઈ શકતી અને એને ટકાવી રાખવા એ ગમે તેટલી હદે જવા તૈયાર હોય છે .ભલે તમે એક સામાન્ય પતિ પત્ની કેમ ના હોવ મનના એક ભંડાકીયામાં સ્ત્રી હંમેશા આવી અસલામતી ની ભાવના અનુભવે જ છે .બાસુ ભટ્ટાચાર્ય ની એક ફિલ્મ “ગૃહ પ્રવેશ ” પણ કાલે જોવાનું બન્યું .એમાં આ જ વાત હતી કે એક પત્ની જયારે પ્રેમિકા મટી જાય ત્યારે સૌથી વધારે અસલામત હોય છે . એ હિરોઈનની કારકિર્દી ખરેખર ખુબ ટૂંકી હોય અને હરીફાઈ તો ગળાકાપ હોય ત્યારે પોતાનું પ્રોફેશનલ અસ્તિત્વ ટકાવી રાખવાનું ટેન્શન ખતરનાક હોઈ શકે એનું વાસ્તવિક ચિત્રણ છે જ્યાં નીતિમત્તાની બધી હદ પાર થઇ જાય છે અને અંતરાત્માનો અવાજ પણ દબાવી દેવાય છે .
આપણે હંમેશા એક વાત ભૂલી જતા હોઈએ છીએ કે ટોચ પર તો એક જ વ્યક્તિથી રહેવાય અને ત્યાં આપણા અનુગામી બહુ જલ્દી આવી જાય .આપણે ચિરંજીવ બનવું હોય તો ટોચ પર રહેતી વખતે આપણા કર્મ જ એ કરી શકે .બીજાને નીચા પાડવાની કોશિશમાં આપણે ખુદ કેટલા નીચે જતા રહીએ છીએ એ વિચારવાનો સમય નથી મળતો .અસલામતી એટલી હદે ભયંકર બની જાય છે કે આપણે આપણી જાત સાથેના સંવાદ પણ બંધ કરી દઈએ છીએ અને અંતરાત્મા નો અવાજ પણ બુદ્ધિ સાંભળવા નથી દેતી .
એક વાત બહુ ગમી ” તુમ્હારે અંદર ક્યા ચલ રહા હૈ ઉસકા ખ્યાલ કિસીકો ભી આના નહિ ચાહિયે .તુમ્હારી બોડી લેન્ગવેજ ફૂલ કોન્ફિડન્ટ લગની ચાહિયે .સહી માયને મેં એક્ટિંગ હી હોની ચાહિયે .” આપણે પણ આવું જ કરીએ છીએ ને !!! બધું સલામત છીએ અને અમે ખુબ જ ખુશ છીએ એ જોવું હોય તો ફેસબુક ની ટાઈમ લાઈન પર મુકાતા પેલા ફોટો હંસતા હોય એવા , હું અહીં આની સાથે છું .આની આગળ અને પાછળ ની હકીકત એ જ આપણું સત્ય હોય છે ને !!! સફળતા એ આપણને ટોચ પર મૂકી દે છે પણ ત્યાં બિહામણી એકલતા પણ હોય છે એ સફળતા ની જાહેરખબર માં ક્યાંય હોતું નથી .એ તો ઝીણા અક્ષરમાં લખાતી પેલી વ્યૂહરચના છે .ટર્મ્સ એન્ડ કંડીશન અપ્લાઈડ . બરાબરને !!!એટલે જ કહે છે કે સફળતાને પચાવતા પણ શીખવું પડે છે .સફળતાની ટોચ પર ટકી રહેવા અથાક પરિશ્રમ કરવો પડે છે પણ એક અફર સત્ય એ પણ છે કે ટોચ એક દિવસ તો છોડવી પડે છે અને એ પછી ફરી એકલા જીવતા ,ભીડ સાથે ભળી જતા અને સહજતાથી એ વર્તમાનને પચાવતા શીખવું પડે છે .
છેલ્લે પરદેશમાં વસી ગયેલી કરીનાને કોઈ રસ્તા પર પૂછે છે : તુમ માહી હો ??? ત્યારે એ નાં પાડે છે અને એક સંવાદ આવે છે કે જે ખુશીની એને શોધ હતી એ અહીં ભીડમાં ભળીને પોતાનું નામ ભૂલીને મળી .
હા ક્યારેક કોઈ ફિલ્મ સાવ એકલા બેસીને જોતા એ કૈક અલગ સમજ આપે છે .અને આ હતી હિરોઈન …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s