………..


કૈક તો છે એમાં જે મને ખેંચે છે .કશુક ખૂટે છે જે એની તસ્વીર અધુરી રાખે છે .કૈક સમજાતું નથી .કશુક મિસિંગ ..હા આ કશુંક એક એહસાસ છે અધૂરપનો .અને દુનિયાની દરેક વસ્તુમાં કૈક અધૂરપ હોય છે એ પૂર્ણ સત્ય છે .એક વસ્તુ છે કે ક્યારેક તો એ અધૂરપ છે એ ખબર પણ પડતી નથી અને કોઈક વાર ખબર તો પડે તો ય એનો કોઈ ફરક પડતો નથી કેમ કે આપણું જીવન એનાથી જરાય પ્રભાવિત નથી અથવા એ ગલી તરફ આપણો કોઈ રસ્તો જતો નથી કે કોઈ એ ગલીમાં રહેતું નથી .અને કોઈકને એ ખૂંચે છે .
હા ખૂંચે એ જરૂરી છે અને એ ખૂંચે ક્યારેક આંખમાં કણીની જેમ કે પગમાં ફાંસ ની જેમ ,દાંતમાં ભરાયેલા કણ ની જેમ ..એ ખૂંચી જવું એને કાઢવા તરફના પ્રયત્ન તરફની ગતિ નું કારણ બને છે અને દર્દ મટવા માટેનું પહેલું પગથીયું .
પણ એ અધૂરપ ખુબ અગત્યની છે કેમ કે એ જીવવા માટેનું કારણ આપે છે .નિષ્ફળતા બીજા પ્રયત્નની પ્રેરણા બને છે અને કામ વધારે પરફેક્ટ થાય છે .મને હમેશા એવું લાગે છે કે અધૂરું હોવું એની અને પૂર્ણતા વચ્ચે નો શૂન્યાવકાશ એટલે જીવંત જીવન .ક્યારેક દવાખાને જાઉં તો લાગે આખી દુનિયામાં પીડા જ છે પણ બહાર સડક પર આવું ત્યારે લાગે કે બધા ગતિશીલ છે અને બધાને ક્યાંક તો પહોંચવું જ છે .બગીચામાં બેઠેલા વૃધ્ધોને જોઇને લાગે હાશ નિવૃત્તિની પળો મારા જીવનમાં નથી .રમતું બાળક મને બાળપણની યાદનો બળાપો આપે છે . રસોડું મને ભૂખ નું જ્ઞાન આપે છે .પણ આ બધી વસ્તુઓ ફક્ત એક જ ભાગ છે જેને જોડતા બને છે મારો દિવસ .એ દુનિયા સ્થગિત છે પોતાના વર્તુળમાં પણ હું બધા વચ્ચે ફર્યા કરું છું અને બધીજ જગ્યાએ કૃષ્ણ ની જેમ હાજર તો રહી ના શકાય એટલે બધું હોવા છતાય ચિત્ર અધૂરું રહ્યું મારા દિવસનું .એક પછી એક ક્રમ પણ જાળવવો પડે .સવારે ઉઠીને ડીનર લો .પછી ફિલ્મ જોવા જાવ ,હોટેલમાં જમવા જાવ અને પછી ઘેર આવીને બ્રશ કરીને ચા પીવા બેસો .અને પછી ટી વી જોવા બેસો .પછી જમીને ઓફિસે જાવ .ક્રમ જળવાય નહિ એટલે તો એ દિવસ તો એકદમ અસહ્ય લાગે કોઈ ને એડવેન્ચર નાં જ લાગે !!
બસ હૃદયમાં ઢબુરી રાખેલી એષણાઓ ને માપીને દિવસ માપો તો તો સદાય અધુરો .અરે આપણે એક દિવસ ક્યાં માપીએ છે ?? આપણે તો વર્ષમાં જ માપીએ છે એટલે જીવન અધૂરું નથી લાગતું .તો પૂર્ણતા ક્યાં ???
જ્યાં મન -વચન -કર્મ સાથે બેસીને કુકા રમે ,થોડી અંચાઈ કરે ,કોક જીતે અને કોક હારે અને જીતનાર હારનારને રમતા શીખવાડે .બીજા દાવમાં શીખનાર જીતે અને શીખવનાર હારી જાય અને તોય શીખવનાર ખુશ થાય અને એ ચક્ર ફરી ચાલુ થાય .કોઈ નિશ્ચિત વિષય વગરનો શબ્દોને આડા અવળા ગોઠવીને રમાયેલી શબ્દાવલી શું ક્યાં કેવી રીતે ??? બસ જીવનનો આ રોડ મેપ છે જે મોબાઈલના જી પી એસ ના કવરેજ એરિયા ની બહાર છે એવો આ આખો લેખ પણ શીર્ષક વગરનો … એક અધૂરપ પૂર્ણ થઇ ???? !!!

Advertisements

2 thoughts on “………..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s