પણ સમય છે…????


કહે છે ઝભલામાં ખિસ્સું હોતું નથી અને કફનમાં પણ !!! પણ તોય ખિસ્સાને પૈસાથી છલોછલ કરવા એક આખી જિંદગી ખર્ચાઈ જાય છે .જીવનનો એક સમય એવો આવે છે જ્યાં નિતાંત એકલતા હોય છે ,હા શબ્દ છે એકલતા એકાંત નહી .એને એકાંતમાં તબદીલ કરવાની કેટલીક પ્રક્રિયાઓ હોય છે એમ પુસ્તકો લખાયા છે ખરા પણ દરેક જીવન એક પુસ્તક જ છે અને એક કથા બીજી કથા સાથે ક્યારેય ડુપ્લીકેટ નથી હોતી !!!
મારે એક વિષય પર હાલના સમયમાં ખુબ ચર્ચા ચાલે છે અને કદાચ ચાલતી રહેશે . મારી દીકરી સી એ ના પહેલા પ્રયત્ન માં ફેલ થઇ .મને કોઈ દુખ ના થયું પણ એણે હવે સી એ છોડવાની વાત કરી ત્યારે દુખ ચોક્કસ થયું .આ હાલત પણ પેલા સ્મશાન વૈરાગ્ય જેવી જ હોય .મેં એને પૂછ્યું : તું ખરેખર ફેલ થઇ છે ??? મને માર્કશીટ ના બતાવ .ફક્ત એટલું કહે કે આ વર્ષમાં તું શું નવું કરી શકી ???થોડી ડીસ્ટર્બ હતી એટલે મેં જ કહ્યું :પહેલા તો તું પોકેટ મની પપ્પા પાસેથી લેવાની પળોજણ માંથી આઝાદ થઇ અને હવે તું સ્ટાઇપેન્ડ રૂપે પહેલી વાર કમાણી કરી શકી .હવે કોલેજથી મુક્ત થઇ અને એક્ચ્યુઅલ જગતમાં તારો પ્રવેશ થયો .ઓફીસ શું ,અજાણ્યા લોકો સાથે ટેકલ કેવી રીતે કરી શકાય ?? હવે ફક્ત મમ્મી પપ્પા નહિ પણ એક બીજો વ્યક્તિ તારા બોસ છે અને તારે એમના પ્રમાણે ચાલવાનું અને શીખવાનું છે .અને સૌથી વધારે અગત્યનું એ છે કે આ વર્ષમાં તું વેહિકલ ચલાવીને જાતે બધે ફરી શકે છે !!!! હા એ વેહિકલ નહોતી ચલાવતી અને અમે કોઈ બળજબરી પણ ના કરી .સાચું માનો તો અમારી આ વિષે લોકો ટીકા પણ કરતા કોઈ મોઢે તો કોઈ પાછળથી .પણ મારું કહેવું હતું જયારે જરૂરિયાત ઉભી થશે ત્યારે તે પોતાની મરજીથી શીખી જશે .અને એ સ્વતંત્રતા નો એવો ચસ્કો લાગ્યો કે હવે અમારી સાથે આવતી પણ નથી .ત્યારે એણે મને પૂછ્યું : તું કેવી મમ્મી છે ?? તું મને ઠપકો પણ આપતી નથી …મેં કીધું ના ,કારણકે હું જાણું છું કે તારો રસ્તો વિકટ છે અને એમાં નિષ્ફળતા અનિવાર્ય પણ છે .ના મારા પતિ એને ખીજાયા .એ અપસેટ થઇ ગયી .મને તમે કેમ ખીજાતા નથી ??? મેં કહ્યું પપ્પા પણ જાણે છે .
પણ આ બધો સમય મેં એકલતા અને એકાંત બેઉ ભોગવ્યા છે .ઘરમાં એકલા રહેવું અને બધા કામ એકલે હાથે કરવા અને વિચારોની ઘટમાળ તો સાથે ચાલુ જ હોય .સમય પણ સામે વહેણે ચાલતો રહ્યો ,માત્ર એક ક્ષેત્રે નહિ પણ લગભગ બધે જ નરી નિષ્ફળતા નો દોર ચાલ્યો .હતાશા થઇ ,નિરાશા પણ થઇ .ક્યાંક કોઈને ખભે માથું મુકીને પુષ્કળ રડી લેવાની ઈચ્છા પણ થઇ .અને મજાની વાત તો મારી પાસે અને મારી સાથે આ માટે યોગ્ય વ્યક્તિ કોઈ નહિ .ત્યારે લાગ્યું કે હું ખરેખર એકલી છું .પણ ત્યારે મારું એકાંત મારી મદદે આવ્યું .મને એણે એટલું જ કહ્યું કે આ પહેલી વાર નથી .અને તારું જીવન નવા સંજોગો ને લીધે કેટલું બદલાશે એ વિચાર !!! ત્યારે મને એક જવાબ આપ્યો : કશું જ નથી બદલાવાનું આ તો મગજના ખેલ છે .બાકી તો ખરેખર કશું નથી બદલાયું .
આ સંજોગોમાં જ મને મારી એક સખીએ એક ફિલ્મ જોઈ તેની વાર્તા કહી :એક હીરો જેની નોકરી નથી ,પત્ની બાળકને છોડીને જતી રહી છે ,બાળકની ફી ભરવાના પૈસા નથી ,ભાડું ભરવાના પૈસા નથી ,નોકરીને બદલે ટ્રેનીંગ નો મોકો મળે છે પણ એમાં કોઈ મહેનતાણું પણ મળતું નથી .ત્રણ દિવસ તો બાપ દીકરો એક ટોઇલેટ માં કાઢે છે .ટ્રેનીંગ ના છ મહિના પુરા થાય છે ત્યારે માણસ નિચોવાઈ જાય છે .છેલ્લા દિવસે એના એકાઉન્ટ માં 35/36 કોન્ટ્રાક્ટ આવે છે પણ એનો હવે કદાચ કોઈ અર્થ નહિ રહે .એ સાંજે એને બોસ બોલાવે છે અને કહે છે : આજે તમારો છેલ્લો દિવસ હવે કેવું ફિલ કરો છો ??? આવા સંજોગોમાં માણસ નું રીએક્શન શું હોય ?? એ ચુપ રહે છે .એનો બોસ એને કહે છે આવતીકાલ થી તમે અહીં જોબ કરશો .અને બધા એકાઉન્ટ ની ક્રેડીટ તમને મળશે .ફક્ત એક જ પળ અને આખી દુનિયા બદલાઈ ગયી પણ એ સખત સમય માં માણસ ની કામ માટે નિષ્ઠા ના બદલાઈ એ કેટલું સૂચક છે નહિ !!!!
આ આખી વાર્તા જયારે એ કહી રહી હતી ત્યારે મારી આંખો સામે કલ્પનામાં એ ફિલ્મ ચાલી રહી હતી અને અને બીજી જ પળે હતાશા ગાયબ થઇ ગયી .મેં એ સખીને એક મેલ કરીને થેંક યુ કહ્યું .અને બીજું ભગવાનને ..કહે છે જયારે આપણે તકલીફ માં હોઈએ છે ત્યારે ભગવાન મદદ કરે છે .અને આ વસ્તુ મને ભગવાનના સંદેશ સ્વરૂપે મહેસુસ થઇ કે તે જે કહેવા માંગતા હતા તે મારી સખીને મુખે સ્ટોરી રૂપે કહ્યું .
મને ખબર નથી કે તમને આ પોસ્ટ વાંચવા યોગ્ય લાગે કે નહિ પણ આ પોસ્ટ લખવાનો મારો હેતુ એ જ છે કે કોઈ હતાશ વ્યક્તિ જીવનમાં એની શ્રદ્ધા ટકાવી રાખે .કારણ કે જિંદગી આ બધા સંજોગો ના તાણા વાણા થી ભલે બની છે પણ તોય એક એક તંતુ એના હોવા માટે જરૂરી છે .જીવન આ બધાથી ઉપર છે !!!!એકલતા ને આપણે એકાંતમાં તબદીલ કરીએ તો આપણી સમસ્યાના ઉકેલ આપણને આપણામાંથી જ મળી શકે છે …
છેલ્લે એક સવાલ પણ સમય છે આ માટેનો આપણી એપોઇન્ટમેન્ટ ની ડાયરીમાં ????

Advertisements

6 thoughts on “પણ સમય છે…????

 1. ખુબ સુંદર વાત . .

  ખરેખર સફળતા કે નિષ્ફળતા’ની બંને ક્ષણો અઘરી હોય છે , બંને’માં જેતે ક્ષણ સાચવી લેવાની હોય છે .

  તે ફિલ્મ હતી : ‘ The Pursuit of Happiness ‘

  ( ખુબ સુંદર મુવી છે , જરૂરથી જોજો . )

  Like

  1. આપણું જીવન એ પણ પળેપળ નો ખેલ જ છે . પણ સ્થિતપ્રજ્ઞ રહીને જીવી લેવું એ દરેક મનુષ્ય માટે શક્ય નથી .એ વાત સહેલી તો છે પણ એના માટે નાની નાની વાતો જીવનમાં ઉતારવી પડે જેને સિમ્પલ સદગુણ કહે છે …
   હું એ ફિલ્મ જરૂર જોઇશ જ …

   Like

 2. સરસ વાત !
  એકલતાની જગ્યાએ એકાંત આવે છે તેમાં બેકલતા તરત જ વસી જાય છે ને કોઈ એક, આપણું અતી પ્રીય આપણને મળી જાય છે ! આ બીજું કોઈ તે આપણે પોતે ! આ એકાંતમાં જાત સાથે જે સંવાદો રચાય છે તે જીવનના અનુપમ ને અત્યંત ઉપયોગી સંવાદો હોય છે જેમાંથી ક્યારેક ઉત્તમ પરીણામો પ્રાપ્ત થાય છે જે પેલી ફીલ્મના હીરોએ એકલતાના ઉપાય દ્વારા મેળવી શક્યો……..

  Like

  1. મજાની વાત તો એ હતી કે મારી મિત્ર જયારે વાર્તા કહી રહી હતી ત્યારે એને મેં મારી મુશ્કેલી વિષે જરા પણ વાત નહોતી કરી .બસ એમ જ એણે મને એ વાત કહી .કદાચ મને એકાંતે જ જીવન વિષે સકારાત્મક વિચારતા શીખવ્યું છે .આપના પ્રતિભાવ માટે ખુબ આભાર …

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s