નેટ કર્ફ્યુ ….


નેટ કર્ફ્યુ .એક મજાનો શબ્દ જે સંપૂર્ણ અંગ્રેજી હોવા છતાંય ગુજરાત માટે એક અનુભવ બની રહ્યો .ગુજરાતની પરિસ્થિતિ વિષે તો ચર્ચા નથી કરવી કેમ કે હવે કોઈ ખૂણો બાકી નથી રહ્યો પ્રસાર માધ્યમનો .અને નેટ કર્ફ્યુ દરમ્યાન આપણે મેહસૂસ કર્યું કે ” એ કહાં આ ગયે હમ ???” હાહાહા ….. અને નેટ વગરની પરિસ્થિતિ માટે પણ હવે લખાવાનું શરુ જ છે . લાગ્યું જાણે માણસના દેહ માંથી જીવન માંથી આત્મા નું કોઈ સ્વરૂપ હોય તો એ મોબાઈલ નેટ છે .લોકો પોતાના મોબાઈલને આઈ સી યુ માં જેની ઘડીઓ ગણાતી હોય અને ફિકર કરતા હોય એવા સગા સમો પ્રેમ આપતા જોવા મળ્યા .અને જયારે નેટ તબક્કાવાર ચાલુ થયું ત્યારે તો ચેહરા નો રંગ જ બદલાઈ ગયો જાણે કેટલાય વર્ષોના વિરહ બાદ કોઈ સ્વજનને મળતા હોઈએ કેમ ????
https://preetikhushi.wordpress.com/2012/07/11/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%98%E0%AA%A1%E0%AB%80-%E0%AA%97%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A4/
2012ની સાલમાં આ એક રમુજી પોસ્ટમાં પણ લખેલું કે મોબાઈલની હડતાલ .
કૈક વિચાર આવ્યો ??? મેં ફેસબુક પર એક વ્યક્તિની પોસ્ટની કમેન્ટમાં વાંચ્યું કે હા અઠવાડિયે એક દિવસ મોબાઈલ વગર રહેવું પણ જરૂરી છે .હું જુના જમાનાના યુગની વાત તો નથી કરતી પણ દરેક વસ્તુના પ્રમાણ ભાન વિષે જરૂર સભાન છું .પહેલા કોઈને ત્યાં મળવા જઈએ અને જો કોઈ ફેવરીટ સીરીઅલનો સમય હોય તો એ લોકો સીરીઅલ જોવા માંડે .કૈક અપમાન જેવું ઇગ્નોર કરતા શીખવાની શરૂઆત થઇ ગયેલી .આપણને વાસ્તવિક વ્યક્તિ કરતા કાલ્પનિક દુનિયાની વ્યક્તિઓ વધારે રસપ્રદ લાગવા માંડી .અને હવે ટી વી એની જાતે ચાલ્યા કરે અને બધા પોતપોતાના વ્હોટસ એપ માં વ્યસ્ત હોય એ નવું ચિત્ર નહિ પણ પરિચિત ચિત્ર છે .આપણને લાગે છે કે નેટ પાસે બધા પ્રોબ્લેમ ના સોલ્યુશન છે એટલે આપણે હવે પોતાની બુદ્ધિને પણ કષ્ટ નથી આપતા .કોઈ ઈન્ટરવ્યું માં સામાન્ય જ્ઞાનના સવાલો માં છતું થતું જ્ઞાન આપણી ગુગલની ગુલામી છતી કરે છે .આપણને અમેરિકામાં બેઠેલી આપણી એફ બી ફ્રેન્ડ ની ચિંતા વધારે છે પણ આપણા ઘરથી ત્રીજે ઘેર રહેતા આંટીને હોસ્પીટલમાં દાખલ કરેલા એ ખબર અઠવાડિયા પછી પડે છે .પહેલા માણસ માણસ ને જોઈ ખુશ થાય ,નારાજ થાય ,કિટ્ટા થાય ,બુચ્ચા થાય .અને એક શબ્દ કહ્યા વગર બધું સમજી જવાય એવા ચેહરા વાંચવાની કળા પણ બધાને સિદ્ધહસ્ત હતી .હવે તો લીસ્ટમાંથી ઈમોજી ચૂઝ કરવાની ફેશન .પાર્કમાં બેઠા હોઈએ તો લાઈબ્રેરીમાં બેઠા છીએ એમ કહેવાની ફેશન !!! લોકો બહાવરા બની ગયેલા નેટ વગર એ સાચે જ અનુભવ્યું .બધાએ વિકલ્પો શોધ્યા એમાં માણસ નો સજીવ સાથ હતો .મેસેજને બદલે કોલ હતો ,વાત હતી , સેલ્ફીને બદલે બીજાને સદેહે જોવાની એ વાત હતી .
આપણે દારૂ ,જુગાર ,ડ્રગ વગેરે એડીકશન વ્યસન વિષે સભાન છીએ પણ આ સોશિઅલ સાઈટ હવે વ્યસનની હદે આપણા જીવનમાં સામુહિક રીતે પ્રવેશી ચુક્યું છે એનો સામુહિક અનુભવ બધાએ કર્યો .એક સારી ચળવળમાં મદદરૂપ આ સાઈટ્સ ક્યારેક આખા રાજ્યને અસલામત બનાવવા પણ સક્ષમ બની શકે છે એ વાત આપણી સામાજિક અને સુરક્ષાની જવાબદારી આપણે કેવી રીતે વહન કરી શકીએ એનો આયનો પણ જોયો !!! એક નાનું ભાંખોડિયા ભરતું બાળક પણ મોબાઈલને જોઇને ખુશ થાય અને પકડવા હઠ કરે અને આપણે આપીએ પણ !!! મોટા થઈને એ ભણે નહિ ત્યારે મોબાઈલને દોષ દેવાય ખરો ???? હજી તો આં ટ્રેલર છે .એની ફિલ્મ ના બને એ જરૂરી છે .અને કદાચ હવે એવા કિસ્સા મનોચિકિત્સક પાસે આવતા પણ હશે કે મોબાઈલનું એડીકશન છોડાવો !!!!!
છેલ્લે એટલું કહીશ કે માણસ ને જયારે એક મશીન રિપ્લેસ કરી લે ત્યારે સંગ તેવો રંગ કહેવતની જેમ માણસ પણ મશીન જેવો બની જાય છે .સંવેદનહીન અને પ્રોગ્રામ કરેલો .જરાક સ્થિતિ બદલાઈ અને જીવન હેંગ !!! અને જીવવું તો વાસ્તવિકતા સાથે જ પડે ત્યારે પગમાંથી કાંટો કાઢવા ગુગલ સર્ચ કરવું પડે એવી સ્થિતિ આવનાર સમય માં જોવા મળી શકે હો !!!! અને આવી નાની (?) વાતમાં પણ અનુભવાય ભયંકર સ્ટ્રેસ !!!!!! એને બદલે બાજુવાળા દાદીને પૂછીએ તો !!!!
હવે હસતા નહિ મારી વાત પર ..મેં છેલ્લા છએક મહિના થી મારો મોબાઈલ બંધ કરાવી દીધો છે .એક લેન્ડ લાઈન નંબર જ છે જેના પર મારૂ ફેમીલી મને કોન્ટેક્ટ કરે .હા બ્લોગ ,એફ બી વગેરે તો ડેસ્કટોપ પર ચાલે જેની અવધી બહુ બહુ તો કલાક અને પછી સ્વીચ ઓફ …
સાચું કહું છું મને ક્યારેય કોઈ મારો પીછો કરતો હોય એવું નથી લાગતું .કેમ કે હું મશીનની નહિ મશીન મારું ગુલામ છે !!!! 😀 : D : D

Advertisements

3 thoughts on “નેટ કર્ફ્યુ ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s