શિક્ષક


આજે સવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને બાળકો સાથે વાત ચીત કરતા જોયા .એક વિરાટ અનુભવી ઘૂંટાયેલ વ્યક્તિત્વની આજની પેઢીને ના સમજાય એવી સાદગી ભરી સચ્ચાઈ .બાળકો સ્માર્ટ જમાના પ્રમાણે પણ માનવી ની વૈચારિક ,વ્યવહારિક સાદગી હરહમેશ તરોતાજા રહે છે .
મને હંમેશા એક સવાલ થાય છે કે બાળક ને શિક્ષક બનવાનું મન ફક્ત ઘર ઘર રમતી વખતે જ કેમ થાય છે ??? અને એ ટીચર ટીચર રમતું બાળક ફૂટપટ્ટી વડે મારવાનો આનંદ કેમ મેળવે છે ??? શિક્ષકને ઉમદા અને ઉચ્ચતમ વ્યવસાય કેમ ગણવામાં નથી આવતો ????
જયારે હું નાની હતી ત્યારે કહેતા દીકરીએ તો શિક્ષક બનવું જોઈએ .નોકરી કરે તો ય શાંતિ ની .બાળકો સાથે જ વેકેશન મળે એટલે બાળકો ની ચિંતા ના રહે અને સૌથી સુરક્ષિત વ્યવસાય !!!!! છોકરીઓ મોન્ટેસરી કરે ,પી ટી સી કરે અને વધુ ભણે તો બી એડ પણ કરે .પણ જેમ ભ્રષ્ટાચાર નું દુષણ બધે છે તેમ આ વ્યવસાય માં પણ છે અને ચિત્ર બદલાઈ ગયું છે એ દુઃખદ છે પણ સુધારાને અવકાશ છે .
શિક્ષક નો વ્યવસાય એવો છે જ્યાં પોતાના બાળકો ઉપરાંત ઘણા બાળકોના ચરિત્ર ઘડતર , જ્ઞાન આપવા અને જીવનના પથદર્શક મેળવવાની સાચી તક મળે છે .કોઈ પણ વ્યક્તિવિશેષ નું જીવન નું મૂળ તપાસો ત્યારે ત્યાં એક શિક્ષક જરૂર જોવા મળે પણ એ શિક્ષક ની ભૂમિકા હમેશા અદ્રશ્ય રહી છે ,જેમ વૃક્ષ નું મૂળ જમીનમાં હોય અને ઈમારતનો પાયો જમીનમાં હોય .જ્ઞાનનું એ બીજનું શિક્ષક દ્વારા જેટલું સારું સંવર્ધન થાય એટલું જ મનુષ્યત્વ નિખરે .પુસ્તક ,પુસ્તકાલય નો જે શિક્ષક વધારે પરિચય કરાવે તેના વિદ્યાર્થી માર્કશીટ કરતાંય ય વધારે તો વ્યવહારિક જીવનમાં ઉચ્ચ માપદંડ સ્થાપિત કરે .અને એક વસ્તુ એ પણ છે કે આ કાર્ય બહુ સહજતા થી કરે છે .જ્ઞાન આપતી વખતે એમને ખબર છે કે બાળકની શક્તિ શું છે ?? એમનું આર્થીક સ્તર શું છે ??? નબળા બાળક માટે પણ એકસરખી મહેનત કરે છે .અને નટખટ બાળકને પણ એ સંભાળે છે .એમને દરેક વિદ્યાર્થીનું નામ યાદ હોય છે ,એમના તાસ જુદા જુદા ધોરણ માં હોય તોય દરેક વર્ગને એ પોતીકા લાગે .
એને એમના પાડેલા નામ પણ ખબર હોય છે .એમને થતી સતામણી ને એમને સહજ લાગે છે .ક્યારેય એમણે એ બધાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી બનાવ્યો .પણ એ વ્યક્તિની સાચી કદર તો આપણે આપણા સંસારમાં વ્યસ્ત બનીએ અને અચાનક ક્યાંક મળે અને પ્રેમથી મળે ત્યારે થાય છે .એમનો કોઈ વિદ્યાર્થી મહાત્મા ગાંધી બને કે અંબાણી બને પણ એમને મન તો બધા સરખા .કોઈ જગ્યાએ એ પોતાની જાતને આગળ નથી કરતા .
મને પી ટી ટીચર ગમતા કેમ કે એ વખતે વર્ગની બહાર જવા મળતું .સંગીત શિક્ષક ગમતા કેમ કે એમના તાસમાં બધા સમૂહગાન કરતા અને ખાસ તો એમાં ગૃહકાર્ય ના આપતા એટલે .
મને ક્યારેક એવું સ્વપ્ન આવે છે જાગતા જ કે એક ગામ માં છેવાડે એક મકાનોનું ઝુમખું છે .ત્યાં ઘરડાઘર અને અનાથાશ્રમ બેઉ સાથે છે અને અનુભવીના હાથે જીવનની શિક્ષા અને દીક્ષા સાથે પેલા અનાથ બાળકોનું સ્ટેટસ બદલાય છે .એમને રાહબર પણ મળે છે અને માથે છાંયડો પણ .અહીં જીવનના પાઠ પ્રકૃતિની ગોદમાં શીખાય . રાતે તારા ભરેલા આકાશ વચ્ચે વાર્તાનો પીરીયડ ચાલે . અને બાળક રસ અને રુચિથી પુસ્તક ખોલે એ જોવા કે શિક્ષકે કહેલી વાતોમાં આગળ શું હતું ???? એક જીજ્ઞાસા સાથે સવાલ સાથે કુતુહલ સાથે બાળક કૂદતું રમતું શાળામાં જવા ઉત્સુક હોય અને વેકેશન એને ના ગમે . અહીં ગામના બીજા બાળકો પણ ભણવા આવે અને એમને ઘેર જઈને કુટુંબ નામની સંસ્થાનો સાચો પરિચય અનાથ બાળક પણ પામે .અહીં સિલેબસ એટલે રૂચી મુજબનું જીવન જીવવું ,એને માટે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું અને એકલા નહિ પણ બધા સાથે આગળ વધવું .
મને ઇન્તઝાર છે એ દિવસનો જયારે આઈ આઈ એમ માંથી નીકળેલો એક વિદ્યાર્થી એક શિક્ષક થાય ,જેમ કોઈ ડોક્ટર ગામમાં વસીને સેવા કરવા માંગે એમ કોઈ વિદ્યાર્થી માત્ર શિક્ષક બનીને એક નાની નાની જ્યોતની હારમાળા સર્જે ….
શિક્ષક વિષે એક બહુ અગત્યની વાત એ કહેવી છે કે માં બાપ બાળકો સાથેના વાર્તાલાપમાં પોતાના શિક્ષકોનો ઉલ્લેખ આદર સાથે અને અવશ્ય કરે તો જ બાળક પણ શીખશે .બાળકોના શિક્ષકને ખુબ આદરપૂર્વક મળે .આજે શિક્ષક સાથે મીટીંગ ના દિવસે ઘણી વાર માતાપિતા એક લક્ઝરી કારમાં આવે અને મમ્મીએ સ્કીન ટાઈટ જીન્સ પહેર્યું હોય .મેક અપ પણ પુરેપુરો કર્યો હોય .તમે વિદ્યાના મંદિર માં જાવ અને કોઈ મલ્ટીપ્લેકસ માં ફિલ્મ જોવા કે પાર્ટી માં જાવ એમાં પોતે ફરક સમજતા શીખો તો બાળક શીખશે .હવે તો સ્કુલમાં શિક્ષકો માટે પણ યુનિફોર્મ પહેરવાની પ્રથા શું કહે છે ??? કે જ્ઞાન મેળવવા આચાર અને વિચારમાં જેટલી સાદગી હશે એટલું મન અભ્યાસમાં વધારે કેન્દ્રિત થશે .શિક્ષણ એ વન ટાઈમ એકસરસાઈઝ નથી કે ડીગ્રી મળી એટલે પૂરું .દરેક માં બાપને પોતાના બાળકના જન્મ થી ફરી વાર શિક્ષણ લેવું જ પડે છે .તેઓ પોતાના સંતાન ના પ્રથમ શિક્ષક તો છે જ પણ એની સાથે અભ્યાસ કરે છે . શિક્ષણ આજીવન ચાલુ રહે છે અને શિક્ષકો બદલાયા કરે છે .તમને જીવનમાં એક નવો, સાચો અને અગત્યનો પાઠ ભણાવનાર વ્યક્તિ એક અજનબી હોય તો ય એ તમારી શિક્ષક જ છે .આપણે બીજી કશી નહિ પણ એક ગુરુદક્ષિણા આપણા જ્ઞાન ગંગોત્રી મય વ્યક્તિને જરૂર આપીએ કે એને આપણી ઓળખ એક શરમ સાથે આપવી પડે એમ નહી પણ ગર્વથી આપે એવું જીવન બનાવીએ …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s