મને અને આકાશને


જાણે બધું ખાલી ખાલી છે .મન ભીતર જાણે એકલતા તા તા થૈયા કરીને નાચ કરી રહી છે અને હું બારીની બહાર અપલક નિહાળી રહી છું આકાશને .પહેલા જમીન થી દોસ્તી હતી પણ હવે અનંત આકાશ ઘરની દરેક બારી માંથી દેખાયા કરે છે .એ મને ઓળખે છે અને હું એને .મારામાં આવેલા દરેક બદલાવને એ ઓળખી જાય છે અને એના પળે પળે આવતા બદલાવની હું સાક્ષી છું .પહેલા કુદરતને ખોળે ભોંય તળિયે ઘર હતું .જમીન પર સિમેન્ટ પથરાતો ગયો અને જમીન પાણી ના બુંદને તરસી રહી .આકાશના બુંદો તો સિમેન્ટ પરથી વહી જતા બસ એવી જ એક સિમેન્ટની લેયર મારા અને મારા બેઉની વચ્ચે આવી ગયી છે .કશું બદલાયું નથી પણ મારા ભીતરનો ખળભળાટ બદલાયો છે .દ્રષ્ટિ નહિ દ્રષ્ટિકોણ બદલાયો છે અને મન તો માંકડું એને તો એક ડાળે બેસવું ફાવે નહિ અને મને પણ ફેરવ્યા કરે !!!
હું થાકું છું એની સાથે ફરતા .વિશ્રામની ચાહ છે .ઘરની દીવાલો પણ મૌન ભાષામાં વાતો કરે છે .હું શું શોધું છું એ નક્કી નથી થતું .પડાવ બદલાય ત્યારે થાય બસ આજ પણ પછી લાગે ના આ નથી .પછી સવારે ઉઠીને આકાશને કહું તું અને હું બેઉ સરખા .જમીનને અડતા લાગીએ પણ કેટલાય દૂર !!!
રીતસર વલખા મારીએ એક વાર ખુશ થવું છે .ખુશી પણ મળે છે પણ મનને અબળખા હજી આગળ થોડા ઓછા ભાવે સારી ક્વોલીટી મળશે અને ખડખડાટ હંસી પડું છું .નાની નાની વાતો પટારા માં કેદ છે એના કાટ વાગેલા તાળા તોડીને એમાંથી શોધું છું ત્યારે મબલખ હાસ્ય મળે છે મને .
જીવનમાં આવી સ્થિતિ માટે જવાબદાર કોણ ???
કદાચ સ્ટેગનેશન ઈચ્છાઓનું પણ હશે નહિ ??? બહુ ઈચ્છાઓ હતી કે હું આમ કરીશ તેમ કરીશ .મારી દીકરી કાલે ટી વી જોતા મને પૂછે સ્ત્રી શક્તિ કાર્યક્રમ ચાલતો હતો દૂર દર્શન પર એના પરથી .મમ્મી એક્ચ્યુઅલી તું આમાં શું જુએ છે ?? એને ખબર છે કે મારું એક સમાંતર વિચારધારા ચાલતી હોય એ ખુબ ફની પણ હોય છે !!! મેં કહ્યું : હું જોઈ રહી છું કે મારો આ ચેનલ પર ઈન્ટરવ્યું આવી રહ્યો હશે …એટલે તેણે હસતા હસતા પૂછ્યું : મમ્મી ,એના માટે તારું એચીવમેન્ટ શું હશે ??? મેં બેધડક કહી દીધું : મને સાહિત્ય માટે નોબલ પ્રાઈઝ મળેલું હશે એટલે ..
અને અમે બેઉ ખડખડાટ હસી પડ્યા …મમ્મી ,ઈમ્પોસીબલ !!! ..મેં કહ્યું કે દરેક વાત વાસ્તવિકતા માં બને એ જરૂરી થોડી છે .કલ્પના કરવા પર થોડો પ્રતિબંધ હોય ??? એ તો હું ગમે તે કલ્પના કરી શકું .આ તો તે કહ્યું એટલે મેં ગપ્પું માર્યું .
સાચું કહું આપણે આપણા વિષે કલ્પના કરીએ તો ય મજા પડે ને !!! સાચું કહું તો હું ક્યારેય હું સિરીયસ નથી બની .લખવું એ મારું પેશન છે પણ એ પેશન એટલું બધું હાવી મારે ક્યારેય નથી થવા દેવું કે જીવનના પ્રીઝમના સાતેય રંગો હું જોઈ ના શકું .એક વાસ્તવિક ધરતી પર ચાલવાની મજા જ જુદી છે ,પગમાં કાંટો વાગે ,કાચ ઘુસી જાય ,લોહી નીકળે ,લંગડી ચાલ બને ,ડોક્ટર સાથે મેળાપ થાય કેટલું બધું નવું થાય ??? ચાલતા ચાલતા કોઈ જુનું મળે અને વાતોમાં ક્યાં ના ક્યાં ફરવા નીકળી પડીએ ત્યાં ઉભા ઉભા જ .
અને એ બધા માટે એકલતા અને એકાંત બેઉ જરૂરી છે .મને અને આકાશને એ માટે સમય છે .એટલે મલકાઈ જઈએ .અમારે વ્હોટસ એપ ની જરૂર નથી સીધે સીધું કહી દઈએ ..

Advertisements

2 thoughts on “મને અને આકાશને

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s