નેહા


ટ્રેન ચુકી જવાઈ હતી .નીકળતી વખતે લતા માસી આવી ગયા અને એમની સાથે બીજી વીસેક મિનીટ જતી રહી .રસ્તામાં એક એકસીડન્ટ થયેલો એટલે ટ્રાફિક જામમાં બીજી પાંત્રીસ મિનીટ બગડી .આગળ જતા ટેક્સીનું ટાયર પંક્ચર થઇ ગયું .એમ પૂરો બીજો દોઢ કલાક બગડ્યો અને ફ્લાઈટ ચુકી જવાઈ .યુઆનને ફોન કરી દીધો .એર લાઈન્સે પૈસા રીફંડ કરી દીધા કેમ કે જયારે ટ્રાફિક જામ હતો ત્યારે જ ઇન્ફર્મ કરી દીધેલું અને એમને બીજા પેસેન્જર પણ મળી ગયેલા .રાતના લગભગ દોઢ વાગ્યે હાઈવે પર હું અને પ્રણવ મારો ભાઈ એકલા ઉભેલા .નજીક એક હોટેલ ખુલ્લી હતી ત્યાં જઈને બેઠા .થોડીક સ્ત્રી સહજ શંકા અને ડર હતા પણ ખેર !!! ટેક્સી રીપેર થઇ અને અમે એરપોર્ટ તરફ આગળ વધ્યા .બીજી ફ્લાઈટ પાંચ કલાક પછી હતી અને નસીબ જોગે મને એમાં જગ્યા મળી ગઈ .હું એરપોર્ટ પર જઈને ફ્રેશ થઇ લાઉન્જ માં બેઠી .
વિચાર આવ્યો કે કેટલા બધા વર્ષો પછી આમ કશું જ કામ કર્યા વગર બેસવાની ફુરસદ મળી .આ કંઈ રેલ્વે સ્ટેશન નહોતું કે કશું નિરીક્ષણ કરીને નવું જોવા મળે .હું આમતેમ લટાર મારવા ઉભી થઇ .થોડે દૂર નિશીથ બેઠેલો જોયો ..હાઈ !!! નિશીથ તું ????
અને નિશીથના ચેહરા પર પણ એ જ એક્સપ્રેશન : નેહા તું ??????
અમે બેઉએ હગ કર્યું ખુબ ઉષ્મા થી .થોડી વારે નિશીથની પત્ની આવી કરીના .એની સાથે ઓળખાણ થઇ .જૂની વાતો નીકળી .કરીનાએ પૂછ્યું : તમે લગ્ન પહેલા ક્યાં હતા ???
મેં સહજતા થી કહ્યું : મેં લગ્ન નથી કર્યા .મારી જોબ એવી હતી કે દામ્પત્ય જીવનને અનુકુળ ના હોય .અને બીજું હું જેને પ્રેમ કરતી હતી એ કરણ એક રોડ એક્સીડેન્ટમાં માર્યો ગયો ત્યારે હું તૂટી ગઈ અને લગ્ન માટે ફરી ક્યારેય ના વિચાર્યું .
કરીનાએ પૂછ્યું : તમે ક્યાં રહેતા હતા ???
મેં કહ્યું : સાણંદ …
કરીના :તમારા પિતાજી ???
હું : અમારી ફેક્ટરી હતી …
કરીના : એમનું નામ ???
હું : તનસુખભાઈ ચૌધરી .
કરીના : તમારા પિતા હજી જીવે છે ???
મને આ સવાલ અજીબ લાગ્યો પણ મેં હા કહી ….
આગળ કહ્યું : એમને પેરાલીસીસ થયેલો એટલે ખાટલાવશ જ રહે છે .
કરીના : ઓહ !!!! તમે ક્યારેય ફેક્ટરી જતા હતા ???
મને થોડું અજીબ લાગ્યું પણ મેં કહ્યું : હા પપ્પાનો બધો બીઝનેસ હું જ સંભાળતી .
કરીના : હવે નથી સંભાળતા ???
હું : ના .
કરીના : કેમ ???
મેં કહ્યું : ઘણા બધા વખતે મળ્યા છીએ નિશીથ ,ચલ હવે ટોપિક બદલીએ …
કરીના : તમે થોડા અપસેટ થયેલા લાગો છો કેમ ???
નિશીથે કહ્યું : સ્ટોપ કરીના ,તું હવે નેહાને એમ્બરેસ કરી રહી છે !!!!
કરીના એ કહ્યું : નિશીથ તને ખબર છે ને હું દર છ મહીને ઇન્ડિયા કેમ આવું છું ???આ વખતે મારો ફેરો સફળ થયો .મિસ નેહા , તમે દવાના ધંધાની આડમાં ગેરકાયદે ડ્રગનો ધંધો કરતા હતા .તમારા ફિયાન્સ કરણ ના પિતા જે ઘણા જ પ્રમાણિક હતા તે એક દિવસ આ જોઈ ગયા .તેમણે આ વાત કરણ ને કહી .કરણે સાચું કારણ જણાવી તમારી સાથેનો સંબંધ તોડી નાખ્યો .અને તમારા પિતાએ એક જુઠા કેસમાં કરણના પિતાને ફસાવી જેલમાં ફીટ કરાવી દીધા અને કરણને રોડ એક્સીડેન્ટ માં ઉડાવી દીધો કેમ ???
નેહાના કપાળે પરસેવાના રેલા ઉતરવા લાગ્યા .તમારા પિતાની બીમારી પછી તમે હજી સુધી એ કારોબાર બરાબર ચલાવી રહ્યા છો કેમ ???
યુ આર અંડર અરેસ્ટ . થેંક યુ નિશીથ તમારા સહકાર બદલ પણ મેં તમારા થી વિગત છુપાવી .હું ઇન્ટરપોલ માંથી એન્ટ્રી ડ્રગ વિભાગની અધિકારી છું .તમારો પીછો પાછલા છ મહિનાથી કરી રહ્યા છીએ . અને મારી બીજી ઓળખાણ છે : હું કરણની બહેન છું .
એ જ ફ્લાઈટમાં નેહા રવાના થઇ પણ એક આંતર રાષ્ટ્રીય ગુનેગાર તરીકે .નિશીથ ક્યાંય સુધી વિમાનને જોતો રહ્યો .
એ વિચારતા વિચારતા ચાલવા લાગ્યો …કરણ તેં મારું જીવન બચાવવા તારું જીવન હોમી દીધું .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s