ગણપતિ બાપ્પા મોરિયા !!!!!


GAN-017ગઈકાલે સ્વાધ્યાય પરિવારની મહિલા બેઠકમાં ગયેલી .મને ત્યાં જવું ગમે છે એના કેટલાક કારણો છે .ત્યાં ભગવાનનો ભક્તો દ્વારા કરવામાં આવતો ભવ્ય ઠઠારો નથી થતો .એનો સમય નક્કી અને ચોક્કસ હોય છે ,ક્યારેય મોડું કે વહેલું નહિ . તેની સમય મર્યાદા જે નક્કી થઇ હોય એટલી સમય મર્યાદાને સાચવવામાં આવે .ત્યાં પંચાત કરવાની મનાઈ હોય .ત્યાં જે સ્તોત્ર અને સ્તુતિ ગવાય એમાં તમને બૂક આપે અને કેટલીય મહિલાઓ સાથે સંસ્કૃત માં પઠન કરે ત્યારે ખરેખર એક દિવ્ય વાતાવરણ થઇ જાય .દરેક તહેવાર માટે એનું મહાત્મ્ય .અને સૌથી સરસ તો એમનું નેટવર્ક .બધે એક સરખું હોય .
કાલે ગણપતિ માટે એક સરસ વાર્તા કહી .
ગણપતિ દસ દિવસ પછી સ્વર્ગમાં ગયા તો બધા દેવતા આતુર હતા એમની પાસે થી પૃથ્વી લોકની વાર્તા સાંભળવા માટે .બધાએ ગણપતિને પ્રાર્થના કરી કે તમે કૈક કહો .ત્યારે ગણપતિ ઉભા થઈને પેલા ગીતો જે આપણે ડી જે પર વગાડીએ છીએ એ ગાવા માંડ્યા અને ગીતો યુ નો આપણને પણ ખબર છે કેવા હોય નહિ ????
અમારે ત્યાં સવારે સાડા નવે અને રાત્રે સવા નવથી પોણા દસ વચ્ચે આરતી થાય .પછી નાસ્તો ભોજન ,મનોરંજન બધું જ …
મને ખબર છે કે આપણા મંદિરો માં જ્યાં ભગવાનનો વાસ છે ત્યાં પૂજા અર્ચનાના જે સમય હોય છે તે નિશ્ચિત હોય છે અને આપણે એ સમયે પૂજા કરવી પડે .આપણે આપણા રૂટીન બદલીએ ભગવાનના નહિ .પહેલી પૂજા પ્રાતઃ વહેલી સવારે હોય .એમાં આપણું અનુકુલન ના ચાલે .તો પછી જયારે ભગવાનની સ્થાપના આપણા આંગણા માં હોય ત્યારે આપણે એટલું કેમ નથી વિચારતા કે દસ દિવસ આપણે ચાલો સવારે સાત વાગ્યે તો આરતી કરી શકીએ !! બધાના કોમન બહાના .આપણા રૂટીન ડીસ્ટર્બ ના થવા જોઈએ ભગવાનને તો ચાલે એવું કેમ ??? ઉલટું આપણે એમને વધારે ચુસ્ત રીતે સમયની પાબંદી સાથે લાડ કરી શકીએ ને !!!
મેં ઘણી વાર સાંજે ભગવાનને એકલા બેઠેલા જોયા .આસપાસ ચોકીદાર સિવાય કોઈ નહિ .બધાને જોયા તો ગણપતિ સિવાય બધે જ ફાંફા મારે અને કોણ શું કરે છે એ માર્ક કરે ..શું તમારી ગતિવિધિ ભગવાન માર્ક નહિ કરતા હોય ??? ભગવાન તો તમારું મન પણ વાંચતા હોય એટલે ફફડતા હોઠ અને ચાલતા વિચારો વચ્ચેનું સામંજસ્ય ભગવાન પણ તલાશ કરે છે …
સાચું કહું છું જે ભક્તિનો પ્રકાર જોવા મળે છે એ જોઇને ક્યારેક તો લાગે છે કે મૂર્તિ માં ચૈતન્ય તત્વ પ્રવેશે તો ભગવાન પોતે જ ઉઠીને ચાલવા માંડે .
આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણને જલ્દી મદદ કરે તત્કાલ પરિણામ મળે .ભગવાનના આશીર્વાદ માં પ્રાથમિકતા ના લીસ્ટ માં પહેલું નામ આપણું જ હોય .પૂજા કરવા છતાં ફળ કેમ નથી મળતું એ ફરિયાદ કરાય .ત્યારે આ ઉપરનું બધું યાદ કરીને વિચારવાનું કે આપણે આંગણે મહેમાન બનીને આવેલા ભગવાન સાથે આપણા તમામ વાણી વર્તન શાસ્ત્રો ના વિધિ વિધાનોના વર્ણન પ્રમાણે કેટલા પ્રમાણ માં હતા ??? આપણે જો એમને સ્ટેન્ડ બાય માં રાખીએ તો ફળ આપતી વખતે ભગવાન પણ આપણું નામ સ્ટેન્ડ બાયમાં મૂકી દે એની નવાઈ ના લાગવી જોઈએ .
સો ની ટૂંકી એક વાત જો તમારી પ્રાથમિકતા ભગવાન માટે હશે ,તમે એને તકલીફ ના થાય એવી રીતે સાદી મહેમાનગતિ પણ કરશો તો જરૂર ભગવાન ના કોમ્પ્યુટર માં તમારું નામ પહેલા ફ્લેશ થશે !!! પ્લીઝ ,ભગવાનને નામે પોતાના સ્વાર્થ સાધવાની રીતી નીતિ બંધ કરીએ અને સાચા દિલ થી આપણે આપણું સામાજિક વાતાવરણ એવું નિર્માણ કરીએ કે ભગવાનને પાછા જતી વખતે એમની પોતાની પ્રતિમા પણ રડી ઉઠે અને એને અહીં રહેવાનું મન થાય ……જલ્દી પાછા આવવાનું મન થાય !!!!
તો ચાલો બોલો ગણપતિ બાપ્પા મોરિયા !!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s