..હમ રહે યા ના રહે કલ


કાલે મારા ભૂતકાળમાં ભમવા ગયેલી .અમારા આચાર્યા કુ . ગીતાબેન શાહે ફરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન ગોઠવેલું . કાલે મારી પાસે મોબાઈલ પણ હતો .મેં ફોટા પાડ્યા .ચાલો આજે તમને પણ મારી સાથે શાબ્દિક સફર કરાવું .મને ખબર છે કે વાત મારી વાંચતા જશો અને તમને તમારી સ્કુલના દિવસોની યાદ આવશે .
IMG_20151004_175309આ ગીતા મંદિર . 1968 માં પહેલા ધોરણમાં પ્રવેશ કરેલો અને 1980માં બારમું ધોરણ પાસ કરીને દુનિયા ના અનુભવો લેવા બહાર પડી ત્યારે ખબર નહોતી કે મારા જીવનના સૌથી સુંદર તબક્કા ની અહીં પુર્ણાહુતી થઇ અને હવે એ આંખમાં આંસુ અને હોઠ પર સ્મિત બનીને આવશે .
આ અમારો પ્રાર્થના હોલ છે જ્યાં અમે સામુહિક પ્રાર્થના કરતા . ગીતાજી માંથી શ્લોક બોલતા સમાચાર બોલાતા અને વર્ગમાં જતા .મોડા પડતા તો પેલા પંડ્યા સાહેબ અમને ગ્રાઉન્ડ માં ચક્કર લગાવવાની શિક્ષા કરતા .
પહેલા પીરીયડમાં હાજરી પુરાતી અને રીસેસની રાહ શરુ થતી કેમ કે આજે ડબ્બામાં સરસ નાસ્તો છે .વર્ગના દરવાજામાંથી સાંજે છૂટવાના બેલ ની રાહ જોતા .એ વાત સૌથી પ્રિય .ગણિત માં લેસન રહી ગયું છે તો બેનની શિક્ષાથી બચવા રીસેસ નો ભોગ આપીને પેલા કમલની નોટ માંથી ઉતારો થતો .

IMG_20151004_174821અહીં ડ્રોઈંગ ના ક્લાસ હતા અને અહીં લાયબ્રેરી હતી .અહી ટીચર્સ રૂમ .અહીં આચાર્યશ્રી ની ઓફીસ .અહીં કાર્યાલય અને એમાં પેલા વિઠ્ઠલભાઈ !!!
ચાલો આજે પી ટી નો પીરીયડ છે અને વોલીબોલ રમવાનો છે .આવતે મહીને સ્વાતંત્ર્ય દિવસ છે એટલે નૃત્ય માં ભાગ લેવા માટે ચોથા પીરીયડ પછી પેલા ખાલી વર્ગમાં ભેગા થવું .સંગીત શિક્ષકે સમૂહગીત ની પ્રેક્ટીસ સાતમાં પીરીયડ માં રાખી છે .
IMG_20151004_175102આજે પ્રાર્થના ખંડમાં વકતૃત્વ સ્પર્ધા છે છેલ્લા બે પીરીયડમાં .મારો પહેલો નંબર આવ્યો .તાળીઓ ના ગડગડાટ થી આખો હોલ ગુંજી ઉઠ્યો .
અરે હવે પ્રવેશદ્વાર બદલાઈ ગયું છે .ટીચર્સ પણ બધા નવા આવી ગયા છે .અને હોલ માં છેલ્લા 35 વર્ષમાં જુદા જુદા વર્ષે ભૂતપૂર્વ વિદ્યાર્થી નું લેબલ લઈને ગયેલા બસો વિદ્યાર્થી આજે ભેગા થયા છે .
મને પેલી ગેલેરી યાદ આવે છે .ત્યારે સ્કુલ એક જ પાળી માં ચાલતી અને પટાવાળા ભાઈ વર્ગનું તાળું ખોલવા આવે એની રાહ જોતા અમે એલ્યુમિનિઅમ ની બેગના સિંહાસન પર બેસતા .

IMG_20151004_203902_023
બધા પાસે યાદો છે અને બધા માઈક પર આવીને કહે છે શું યાદ છે તેમની ???
બધા વિદ્યાર્થીઓ આચાર્ય બેન ને અચૂક પગે લાગે છે .અને મારા માનસમાં અત્યારે પ્રાર્થના સભા ચાલતી હોય છે .મારા વખતના જુના શિક્ષકોને મળીને આંખો ભીની થાય છે .
મેં પણ કૈક કહેવાની કોશિશ કરી તો શબ્દો બદલાઈ ગયા અને અહીં મગજ નહિ દિલ બોલતું હતું એટલે આંસુ આંખને છેડે બેસી ગયા .બસ એક જ વાક્ય યાદ રહ્યું મારું કે અહીં જીવનની ઘણી ઘણી અઘરી કહેવાતી પરીક્ષાઓ લેવાઈ પણ ખરી પરીક્ષા તો અહીં થી બહાર ગયા પછી શરુ થઇ .ત્યાં પહેલા પરીક્ષા લેવાઈ અને પછી ખબર પડી કે આપણે ક્યાં છીએ .જીવનના કુરુક્ષેત્રમાં ત્યારે આ શાળાની કેળવણી કૃષ્ણ બનીને પથદર્શક બનતી રહી ..
IMG_20151004_173242હા ,આજે જે પ્રીતિ ટેલર ને તમે બધા વાંચો છો એમના મુળિયા નું સિંચન આ સુશ્રી . ગીતાબેને કર્યું છે . અહીં લખેલો એક એક અક્ષર સ્લેટ માં ઘૂંટતા હું અહીં શીખેલી .મારી સ્કુલ જેણે બધા વિષયો સાથે બાલમંદિર થી ગીતાજી નું પણ શિક્ષણ આપ્યું ….
છેલ્લે એક ગીતની કડી ..હમ રહે યા ના રહે કલ ,કલ યાદ આયેંગે એ પલ ….

મારે ફરી વાર શાળા એ જવું છે .પાર્થ બારોટ ની કવિતા …

=====

દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી…મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી,
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

આભાર પાર્થ બારોટ .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s