બસ જીવન …?????!!!!!


બસ હવે પંદર દિવસ પછી આ વિક્રમ સંવતની પણ પુર્ણાહુતી !!! વર્ષ અને દિવસ શરુ થાય અને પુરા પણ થાય તો ય આપણે અધૂરા ને અધૂરા !!! ક્યારેય કોઈ વર્ષની શરૂઆત એવી રીતે થશે કે હવે તો બસ જીવવું છે શાંતિ થી !! જે છે એ જીવવા માટે પુરતું છે …ના !! ક્યારેય નહિ . જિંદગી પાસેના બાકી લેણાં ની ક્યારેય ના પૂરી થતી યાદી લંબાતી જાય .પણ મજાની વાત તો એ છે કે જે જોઈએ છે એ માટે આપણે કોઈ મચી પડીને ને પ્રયત્ન તો કરતા નથી અને રેડીમેડ મળે એ અપેક્ષા રાખતા રહીએ છે .
હું વિચારતી કે હાશ આ વખતે અધિક મહિનો છે એટલે દિવાળી એક મહિનો દૂર ઠેલાઈ . પણ જયારે હું મારી જાતને જોઉં છું તો લાગે છે કે સંવેદનહીન બનતી જાઉં છું .સાવ યંત્રવત .ક્યાંક કશે વિશ્વાસ ડગી રહ્યો છે .અને એનું કારણ ઘણા બધા નેગેટીવ બનાવ .પણ હું ટકી રહી છું .અને સંવેદન હીન બની તો ટકી શકી .દરેક ડીપ્રેશન સામે એક જ દવા કામ નથી લાગતી . બદલાવ સાથે બદલાવું પણ જરૂરી છે એમ લાગ્યું છે .કૈંક નવું શોધવાની આશા સાથે કૈંક નવું કર્યું .એક વાર એક કન્ટેન્ટ રાઈટીંગ ની સાઈટ પર જઈને એકાઉન્ટ ખોલ્યું . બધું વાંચ્યું .એક ઓર્ડર પણ મળ્યો 2500 રૂપિયાનો .પણ ક્લાયન્ટ ફોન પર સમજાવવા માંગતા હતા અને એ સાઈટના નિયમની વિરુદ્ધ નું હતું .આખી કન્ટેન્ટ લખીને તૈયાર કરીને મોકલી દીધી .પણ આ વાતે સ્પષ્ટ લખી દીધું .સોરી બીજા પાસે કરાવી લેજો .હું નિયમ નહિ તોડું .
બસ જીવનના પણ આવા જ કૈંક નિયમો છે અને પોતાની અનુકુળતા માટે એને તોડવાની ખરેખર જરૂર છે એ ઉંબર પર ઉભા રહીને કરવા જેવો વિચાર છે . મને ક્યારેય મારી મહેનત નકામી ગઈ એવો વિચાર નથી આવતો પણ હું કૈંક શીખી એ વાત નો સંતોષ જરૂર રહે છે .જરૂરી નથી કે સંજોગો હંમેશા મારા પક્ષે ઉભા રહે ,એ સામા પક્ષે હોય તો ય મારી પાસે બે વિકલ્પો તો આપે જ છે ને !!! 1. સંજોગોને સમજીને જો હું ખોટી હોઉં તો સ્વીકાર કરીને એને શરણે જાઉં ભૂલ કબુલીને અને 2. જો હું સાચી સંજોગોને મારી તરફેણમાં કરવા માટે પ્રયત્ન કરું અને ના થાય તો મારે જે કરવું હોય એ જ કરું .
હમણાં શુક્રવારે જ અમારા ઘરના પાસેના ચાર રસ્તા પાસે એક ચાર માળની બિલ્ડીંગ આખેઆખી આગમાં લપેટાઈને ભસ્મીભૂત થઇ ગયી .ફક્ત પંદરેક મીનીટમાં .અને ફાયર બ્રિગેડે આવીને 27000 લીટર પાણી થી એને પંદરેક મીનીટમાં બુઝાવી નાખી .એ નજારો જોયા પછી મને એક દુકાન વિષે ખ્યાલ આવ્યો .બનાવટી ફૂલોની દુકાન હતી .તે ખાક થઇ ગઈ !!! બસ એક જ વિચાર આવ્યો .આ દિવાળી એમના માટે કેવો કારમો આઘાત અને પડકાર લઈને આવી ???!!!
બસ જીવન પણ આવી ઘટનાઓ જ છે ને !!! પહેલા લખતી તો દિવસમાં દસ વાર જોતી કે કેટલા લોકોએ વાંચ્યું ??? પણ હવે એ વાત ની નવાઈ નથી લાગતી .બસ આ સાંસારિક ઘટમાળ ,સ્વજનો થી પણ દૂર જઈને એકાંતમાં થોડો સમય ગાળવાનું સપનું છે !!!!!

Advertisements

4 thoughts on “બસ જીવન …?????!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s