સંકલ્પ


ચાલો આજે લાભ પાંચમ થઇ ગયી .બધા પોતપોતાને ધંધે કામે લાગી ગયા .અરે વિદ્યાર્થીઓ પણ હોમવર્ક માં ખરા જ .ચાલો એક હાથ જમણો હાથ આગળ કરીને નવા વર્ષના સંકલ્પો લઈએ .
તમે બી યાર અર્ધી રાતના ઉજાગરા અને ફટાકડાથી ફાટેલા કાન વચ્ચે લીધેલા અર્ધી ઊંઘના સંકલ્પો કેવી રીતે પુરા થાય ?? એટલે હવે જમાના પ્રમાણે દિવાળી ના હેંગ ઓવર પછીની ઓવરમાં હવે સંકલ્પોની ગુગલી ફેંકીએ અને પુરા નિર્ધાર સાથે કે આ તો બસ પુરા થયા જ સમજવા . અને મારા ભાઈઝ એન બેન્ઝ એ ધ્યાન દેજો કે એ સંકલ્પો આપણને વારંવાર કનડતા લોકોની માટે ચેલેન્જ બની જાય .
તો થોડા ઉદાહરણ :
1. મોબાઈલની ઘંટડી (રીંગ ટોન ) મૂંગો કરી દીધા પછી એલાર્મ સેટ કરવું .(જયારે વહેલા ઉઠી વાંચવા માટે ત્રાસદાયક પ્રેશર થતું હોય ) …
2. પરીક્ષાના પરિણામ પછી ટીકાઓનો વરસાદ કરતા તમામ સ્નેહીજનો માટે જે તે વિષય ના ફક્ત દસ સવાલ માત્ર દસ મિનીટ માં પોતાના સ્ટડી મટીરીયલ માંથી ગોતી ગોતીને આપવા અને પછી કહેવું કે એકેય ખોટો ના પડવો જોઈએ …( પરિણામ ???!!!! સકારાત્મક જ હશે સિવાય કે તમારા પાલક જે તે વિષયના શિક્ષક હશે (?) ) .
3. દરેક વ્યક્તિના પોતપોતાના ક્ષેત્ર હોય છે તે બધાનું મૂલ્યાંકન થવું જોઈએ ( પપ્પાના ઓફીસીઅલ સિવાયના ખર્ચા , મમ્મીના ઘરખર્ચ સિવાયના ખર્ચા , પુરા પગાર માંથી કેટલા ટકા પોતાના માટે રખાય છે તે જોવાવું જોઈએ અને એનો હિસાબ કોણ એકબીજાને આપે છે ( સાચો હોં !!) તે માટે સક્રિય મૌન નિરીક્ષણ સતત કરવું .) સમાન ન્યાય માટે અહિંસક લડત !!!
4. વારંવાર બિનજરૂરી પૂછપરછ કરતી ગર્લ ફ્રેન્ડ પાસે યાદ રાખીને રાખડી બંધાવી લઈશ એવી ચીમકી આપી દેવાની ડર્યા વગર . અને દરેક ખર્ચ માં 50% હિસ્સેદારી ની ટર્મ અને કંડીશન ને માન્ય કરે તો જ રીલેશન ચાલુ રાખવું ( એકલો છોકરો શા માટે પપ્પાને હિસાબ આપ્યા કરે હેં !!!)
5.કોઈ પોતાને બ્લેક મેલ ના કરી શકે એ માટે વ્યવહારોમાં જેટલા બને એટલા ઓછા લોકો ના વ્યવહાર રાખવા .ફેસ બુક અને વ્હોટસ એપ પર ઓછા લેખિત ચેટ મેસેજ કરવા (લેખિત પુરાવા ) .આમ તો ડીલીટ કરી શકાય તોય જોખમ ના જ લેવું .ફોન પર કોઈ લડવા ઝઘડવાની વાતો નહિ ,નકારાત્મક વાતો નહિ (કોલ રેકોર્ડર હોય છે ) એટલે ટૂંકમાં પર્સનલ મળવાનું દરેક સંબંધમાં વધારવું .ડીપ્રેશન ઓછું થશે .
6. કોઈને નહિ પોતાની જાત ને તો વફાદાર રહેવું . બે માંથી એક વાત જરૂર ધ્યાન રાખવી : ક્યાંક તો જે કહેવું એ કરવું જ .અથવા જે કરો એ જ કહેવું .
આ છેલ્લો મુદ્દો મજાકનો જરૂર લાગે છે પણ આપણા 80% પ્રોબ્લેમનું સોલ્યુશન એમાં જ છે .
છેલ્લો મુદ્ધો : કોઈને કોઈ વાતે બ્લેમ કરતા પહેલા એની જગ્યાએ પોતાની જાતને મુકીને જોવી .
બસ આમાંનું એકાદ બંધ બેસતી પાઘડી પહેરી લેવી .સંકલ્પ ના લો એના જેવું રૂડું કંઈ જ નહિ .ઉડવા આકાશ મળશે .
ચાલો એક કામ કરીએ કે બધા ફક્ત એક વાત નો છેવટે વર્ષમાં એકાદ વાર પણ અમલ કરવાની કોશિશ કરીએ .એક દિવસ સાયકલ ચલાવવી ,એક દિવસ ટી વી નો ,એક દિવસ મોબાઈલનો ,એક દિવસ નેટ નો ઉપવાસ કરવો અને આ વ્રત એક જ દિવસે કરી શકાય અને ઉજવણી આના બધાજ સંકલ્પ વીરો સાથે ભેગા થઈને 52 ઉપવાસ પછી એક સેલ્ફી પડાવીને ,ફેશ બુક અને વ્હોટસ એપ પર ફોટો મુકીને કરી શકે ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s