ગુજ્જુભાઈ ધ ગ્રેટ ….


વીર માંગડાવાળો ,વીર એભલવાળો ,ભાદર તારા વહેતા પાણી ,જેસલ તોરલ …ઉપેન્દ્ર ત્રિવેદી ,સ્નેહલતા , પાઘડી ,ચણીયા ચોળી ,કાઠીયાવાડી લહેકા માં ગુજરાતી બોલી આ બધા લક્ષણો છે ગુજરાતી ફિલ્મોના .બસ આ જ છાપ છપાઈ ગયી છે લોકમાનસ માં .પણ ના છેલ્લા ત્રણેક વર્ષથી આ છાપ બદલાઈ રહી છે .પહેલા આવ્યું “કેવી રીતે જઈશ ?” .પછી બે યાર અને હમણાં સિનેમાઘરો માં ધૂમ મચાવી રહ્યું છે :ગુજ્જુભાઈ ધ ગ્રેટ ….
હું ફિલ્મો જોવાની ખુબ શોખીન છું પણ બધી નથી જોતી એટલે વિવેચન કરવાનો મને કદાચ હક નથી પણ આજે આ ફિલ્મ માટે લખવાનું મન થાય છે .
દિવાળી ના દિવસે અમે ગુજ્જુભૈને મળવા ગયા .કેવી રીતે જઈશ જોવા તો પપ્પાના ખાસ આગ્રહ ને વશ ગયેલા .બે યાર તો છ મહિના થી જુદા જુદા મલ્ટી પ્લેકસ માં ચાલતું હતું એટલે જોવા જેવું હશે જ એ સમજીને ગયા .અને આ ગુજ્જુભાઈ ને તો દિવાળી ને દિવસે મળવા ગયા પછી એટલા ગમ્યા કે જયારે નવા વર્ષે કુટુંબીજનો નું ડીનર રાખવાનો વારો આવ્યો ત્યારે મેનુ માં પહેલા ગુજ્જુભાઈ ની ટીકીટો મૂકી દીધી .જમીએ તો છીએ જ ને કાયમ ચાલો હવે વર્ષો પછી ભેગા મળીને કોમેડી ફિલ્મ જોતા જોતા હસીએ .
હું એટલું કહીશ કે ગુજરાતી છો તો આ ફિલ્મ જોશો તો જ તમે અસલ ગુજરાતી .નાક નું ટેરવું ચડી જાય છે ને ગુજરાતી ફિલ્મ શબ્દ સાંભળીને તો શરત છે કે તમને યાદ પણ નહિ રહે કે યાર આ તો ગુજરાતી ફિલ્મ છે .પેલી પડોસન નામની ફિલ્મ હતી ને કે જે બસ હસાવ્યા જ કરે એવી રીતે હસવું આવશે (જેટલું તમે ગુજરાતી લોકોની ખાસિયતો ના અભ્યાસુ હશો એટલું વધારે હસવું આવશે એની ગેરેંટી ).
શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા તો ગુજરાતી રંગમંચના સિદ્ધહસ્ત કલાકાર અને એમની આ ફિલ્મ છે .ફિલ્મ વિષે તો મેં ઉપર કહી જ દીધું .અને આવું કેમ કહ્યું એ તો તમે ફિલ્મ જુવો તો જ ખબર પડે .
પણ મેં ઓડીયન્સ માં શું જોયું એ તમને કહીશ .નાના બાળકો વાળા ફેમીલી , મધ્યમ વયજૂથ પણ ખરું ,જુવાનીયાઓ ફ્રેન્ડસ સાથે અને વૃધ્ધજનો પતિ પત્ની આવે .એમાં એક થ્રી ફોર્થ પહેરીને બે વૃધ્ધો અને લાકડીને ટેકે ચાલતા એમના ધર્મપત્ની પણ ટોકીઝ માં આવ્યા .અને એડવાન્સ બુકિંગ નહિ પણ બાલ્કની અને મલ્ટી પ્લેક્ષ ની સ્ક્રીન 80%ભરાઈ જતી હતી .પહેલી વાર તો મજા આવી જ પણ બીજી વાર વધારે મજા પડી .
સમયનું વહેણ બદલાયું છે .ગુજરાતીઓ ને ગુજરાતી ફિલ્મ માટે જરાય સુગ નથી પણ એમનો ટેસ્ટ જરૂર રીચ થયો છે .તમારામાં એમના ટેસ્ટ ને અનુરૂપ ફિલ્મ બનાવવાની ટેલેન્ટ હોય તો એ લોકો જરૂર આવશે એવો સંદેશ આ ત્રણેવ ફિલ્મો આપી રહી છે .
અને આ ફિલ્મ ગુજરાતીઓ ની એક વિરલ લાક્ષણીકતા છતી કરી ગઈ કે આપણે આપણી જાત પર ખડખડાટ હસી પણ શકીએ છે કેમ કે …….
વી ઓલ આર ગુજ્જુભાઈ એન્ડ રીઅલ સેન્સ માં ગ્રેટ પણ ખરા ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s