અનુભવ


નૂતન વર્ષાભિનંદન ….
મારું વેકેશન જરા લાંબુ થઇ ગયું .પણ બહુ રોમાંચક પળો ચોરી લીધી .વેબગુર્જરી નો મિલન સમારંભ અમદાવાદ ખાતે યોજાયો હતો .મને સુશ્રી મૌલિકા દેરાસરી નું આમંત્રણ હતું . મેં જવાનું નક્કી કર્યું .ફક્ત જેની કલમથી જ ઓળખાણ હોય એ લોકોના શબ્દો જયારે દેહનો લિબાસ પહેરીને પ્રત્યક્ષ આવે તો કેવું લાગે ??? બીજા ને પણ આજ લાગણી હતી .
પ્રથમ વાર કોચરબ આશ્રમ જોયો .અને શ્રી વલીભાઈ મુસા જેવા મુરબ્બી અને સજોડે આવેલા વિદેશી મહેમાન શ્રી વિજયભાઈ સાથે મને એ ઓરડો જોવા મળ્યો જ્યાં પહેલા બે વર્ષ ગાંધીજી રહ્યા હતા .નિરંતર ચીસો પાડીને અવાજથી ભરાઈ જતી ત્યાની હવા શાંતિના હાશકારા માટે અહીં વિશ્રામ લેવા આવતી હોય એમ જણાયું ..મારા માટે આ અનુભવ એટલે અલગ રહ્યો કેમ કે હું કોઈને પણ ઓળખતી નહોતી .કોઈ વાર ફોન પર વાત સુધ્ધાં નહિ ( મૌલિકા સાથે એ સમારંભના બે દિવસ પહેલા વાત થઇ એને બાદ કરતા ).કોચરબ આશ્રમ પાલડી બધી નવી જગ્યા અને ત્યાં પહોંચું કેવી રીતે એ પણ માહિતી નહિ .પણ અમદાવાદની બસો અને રીક્ષાઓ પર પૂરો ભરોસો ..
પીઠ પર થેલો ઝુલાવીને ટ્રેન માંથી ઉતારી સીધી ભદ્ર પહોંચી અને એક લાંબુ ફૂટપાથ બજાર મારા માટે મ્યુઝીયમ થી કમ નહોતું .એક અજાણી જગ્યાએ ફાંફા મારતા ચાલવાની મજા નોખી હોય છે . બસ ફર્યા કર્યું .થોડી ખરીદી પણ કરી। પછી ભદ્રકાળી માતા ના ચાર વાર દર્શન કરીને એક અજાણી સ્ત્રી સાથે ગપ્પા મારતી ઓટલે બેઠી .લગભગ કલાક સુધી .એક ભિખારણ ની બીઝનેસ સ્ટ્રેટેજી જોવાની મજા પડી .એ ખરેખર મંદિર નું ધ્યાન રાખતી .કંકુ ખલાસ થયું .ફૂલો રસ્તામાં ના નાખો નહિ વગેરે વગેરે .મારા કુટુંબ ની દૈનિક જિંદગી થી ક્યાંય દુર એકલી .સમયસર કોચરબ તો પહોંચી પણ મારા સિવાય ત્યાં કોઈ નહી .
મારો ચા પીવાનો સમય થયેલો એટલે ફરી રસ્તા પર એક દિશા માં ચાલવા લાગી .એક નાસ્તા વાળા કાકા ને પૂછ્યું તો કહે સામે પેલા લીમડા નીચે જાવ .મસ્ત મજાની ચા પીને પછી આવતી હતી ત્યારે કાકાએ લાગણી થી પૂછ્યું ચા મળીને ??? મને આ બહુ ગમ્યું .અને મારી આખી યાત્રા માં રિક્ષાવાળા અને આવા સામાન્ય માણસો મને મળતા રહ્યા જેણે મારો પ્રવાસ નિર્વિઘ્ન બનાવ્યો .સાંજે અંધારા માં મારે છેક સેટેલાઈટ જવું હતું .બસ સ્ટેન્ડ દેખાય નહિ .ચાલતા રાહદારી ની સંખ્યા પણ ઓછી .ત્યારે ફરી ચાલવા માંડી અને એક ભાઈ ટ્રાવેલિંગ ના ફરફરિયા લઈને બેઠેલા એમને પૂછ્યું તો મને શટલ રીક્ષાનું સ્ટેન્ડ બતાવ્યું .હું ત્યાં પહોંચી તો બેઉ બાજુ હતું ત્યારે ફરી એક રિક્ષાવાળા એ કહ્યું સામે જાવ .અને મારી બહેનપણી ને ત્યાં પહોંચી .એને ત્યાંથી સાણંદ જવા માટે પણ ફટાફટ રીક્ષાઓ મળતી ગઈ .અને સરળતા થી ત્યાં મારા બેનને ત્યાં પહોંચી ગઈ .
કાંકરિયા લેક સોમવારે બંધ હતું પણ બી આર ટી એસ ની બસ મારી ફેવરીટ .બારીએ બેસીને આખું અમદાવાદ જોવા મળે અને કેટલું શાંતિથી .એની મજા માણી .
પણ ત્યાં છેલ્લે મારી કસોટી પણ થઇ .સાણંદ પહોંચતા જ મને સખત તાવ અને ડાયેરિયા થઇ ગયેલો .મારું ચાર દિવસનું રોકાણ ખરેખર પડકાર જનક હતું .મેં જે જોયું અને અનુભવ્યું એ વાત ફરી કોઈ વાર કરીશ .પણ સાડા નવે સુઈ જવાની આદત વાળી હું રાત્રે દોઢેક વાગ્યા સુધી પરાણે જાગી શકતી .હવે મને એટલો ખ્યાલ આવ્યો .કે તાત્કાલિક દવા નહિ લઉં તો પાણી ઓછું થતા મારું વડોદરા પહોંચવું મુશ્કેલ થશે .મારા બેન બનેવીને હું જરાય તકલીફ નહોતી આપવા માંગતી એટલે એક કેમિસ્ટ પાસેથી તાવ અને ડાયેરિયા ની દવા લઈને હું સુઈ ગયી .થોડું ઠીક લાગ્યું એટલે બીજી સવારે બેનને ત્યાંથી રજા લીધી .દવાની અસર રહે ત્યાં સુધીમાં વડોદરા પહોંચી જવાનું લક્ષ્ય .ફરી એસ ટી માં મુસાફરી કરી અમદાવાદ અને ત્યાંથી એક્સપ્રેસ બસમાં એક્સપ્રેસ હાઈવે થી પહોચી ગયી .ઘેર આવીને પતિને કહ્યું કે મારી તબિયત ખરાબ છે (હજીય તબિયત માં તો ગોસ્મોતાલા છે જ ).
મારા માટે તો આ અનુભવ હતો અને થોડો રિસ્કી અનુભવ પણ ખરો .પણ ફક્ત પોતાની સાથે રહીને પોતાની સાથે કોઈ બીજી ચિંતા વગર ફરવાનો અનુભવ બહુ મજાનો લાગ્યો .
બીજી વાત એક સ્ત્રી તરીકે નો આંતરિક અનુભવ હવે પછી …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s