જીવતા હોવું એટલે…!!!


આધુનિક હોવું એટલે ….
સ્વનિર્ભર હોવું એટલે ….
સ્વમાનભેર જીવવું એટલે ….
જીવતા હોવું એટલે ….
આપણું જીવન ઘણાબધા સવાલ રોજ આપણી દિનચર્યા ની સ્લેટ પર ચીતરી ને જતું રહે છે .એનું કામ છે લખવું એટલે કામ માત્ર કરે છે ..પણ પછી મગજ અને મનનું વલોણું નિરંતર એમાં ઘુમરાયા કરે છે .જવાબો સપાટી પર આવ્યા કરે છે અને આપણે જ્યાં સુધી મનગમતો જવાબ ના મળે ત્યાં સુધી સ્વીકાર નથી કરતા .મનગમતો ભલે કહીએ પણ હોય છે એ મગજ ગમતો .ઘણી વાર આપણને થાય છે આપણે ક્યાંક ખોટા પડ્યા .આપણો નિર્ણય ખોટો હતો .સંજોગો પણ એવા સર્જાતા રહે કે એ વાત ને ઠોકી વગાડી ને પુનરાવર્તન કરતા રહે .અને આપણને ક્યારેક તો પોતાના જીવન માટે અણગમો આવી રહે .એક યંત્ર માનવ ની માફક જીવતા હોઈએ એવું લાગે .આ પીડા ભીતર ની હોય અને કહેવી કદાચ શક્ય ના બને અને કોઈ બીજું સમજી ના શકે ત્યારે અંદર નિરંતર એક બેચેની અનુભવાય .
પણ દોસ્ત ,જિંદગી ની એક સ્ટાઈલ છે !!! જવાબ આપવાની .જીવન અને ભગવાન બંને સાલું સમજાય નહિ એમ જવાબ આપે .આપણને જોઈતા હોય ત્યારે નહિ પણ સાચા સમયસર જવાબ આપે .જયારે ખાઈમાં પગ લપસે ત્યારે દોરડું મળે .બાકી ખાઈમાં ઉતરવાની તૈયારી કરતા હોવ ત્યારે તો દેખાય જ નહિ .
આપણે ઘર ,સ્કુલ ,કોલેજ ,ઓફીસ ,સમાજ બધાના કેટલાક નિયમો પાળીએ છીએ .ખરા ખોટાની ચર્ચા નથી પણ આપણે કોઈ દલીલ વગર પાળીએ છીએ અને એ હિતકર પણ હોય છે .એનાથી એક શિસ્ત જળવાઈ રહે છે .જેમ કે ભારત માં બધા વાહનો મોટા ભાગે રસ્તાની ડાબી બાજુ જ ચાલે છે .સંકલ થી ટ્રક બધા જ .પણ આપણે આપણા માટે કોઈ નિયમ બનાવ્યા છે ??? ના આ શૈક્ષણિક કે ઘરના કે કુટુંબના નહિ પણ ખુદના પોતાના નીતિવિષયક નિયમો .કદાચ નહિ !!!વિચારતા પણ નથી .કેમ કે બીજા નિયમો માં આ જળવાઈ જાય છે એટલે અલાયદા નિયમો ની જરૂર નથી પડતી એટલે બસ .
ઘણીવાર પોતાની કોઈ સમસ્યા ના હોય પણ બીજાનું જીવન જોઇને પોતાની સમસ્યા નું અનાયાસે સમાધાન મળી જાય .
માનસ ખુલ્લા દિલનો વ્યક્તિ છે .મીતા તેની પત્ની ઘર સારી રીતે ચલાવવા માટે તેનો સાથ આપે છે .મીતા કલાકાર છે ,નાટકમાં કામ કરે છે .કમાઈ ખાસી વધારે છે .સાંજે નાટક ના શો હોય છે .ઘણીવાર ત્રણ થી ચાર મહિના બહારગામ હોય .ઘેર સાસુમાં પાસે બાળકો સચવાઈ રહે છે .ઘેર કામવાળી રસોઈ વાળી બધા છે .આમાંના કોઈ સભ્યોને કોઈ ફરિયાદ નથી .બધા સ્થિતિને સહજ સ્વીકાર્ય ગણે છે .મીતા સાથી કલાકારો સાથે બિન્દાસ બધે ફરે ,એના ચાહકોને પણ નિરાશ ના કરે .ક્યારેક પતિ પણ સાથે હોય .પોતાની કળા ના પ્રચાર અર્થે એ સોશિઅલ મીડિયા નો ઉપયોગ કરે .એના બાળકો ખુબ ઉચ્ચ અભ્યાસ કરે છે .તમામ સુખ સાહ્યબી બધું જ છે . તેના ચારિત્ર્ય પર પ્રશ્નાર્થ ચિન્હ પણ ના મૂકી શકાય .
નિવા …..આ પાત્ર એક વિચારક સ્ત્રી પાત્ર છે અને એના જીવન સાથે એણે પોતાની નીતિ કાયમ રાખી છે અને જ્યાં સમાધાન કરવું પડે ત્યાં કોશિશ ચોક્કસ કરી છે .નીવાને આ બધું કઠે છે .એક સ્ત્રી પુરુષોના ટોળામાં બિન્દાસ ફરે એના ફોટા જુવે ત્યારે એને નથી ગમતું .જીવન ખાલી બધી અગવડોને પૈસાના જોરે સગવડ માં ફેરવવાની વાત નથી .પોતાનું એમાં કૈક સાર્થક પ્રદાન હોવું ઘટે .બધા એક હોવા છતાંય જુદા જુદા દેખાય એને ઘર માનવા એની તૈયારી નથી .બસ અહીં એ સવાલ કરે છે કે પોતાના પર નીતિવિષયક બંધન હોવા ઘટે કેમ કે સ્ત્રી એ ઘરને બનાવે છે જાળવે છે અને ભવિષ્ય એના નકશેકદમ પર ચાલવાનું છે ત્યારે તલવારની ધાર પર નાજુકતા થી કદમ મુકવા ઘટે .
ઋતુ . એક વિધવા છે .એના બાળકો સાથે એક મલ્ટી નેશનલ કંપની માં કામ કરે છે .નિવા એની જોડે થોડા વર્ષ કામ કરી ચુકી છે . હવે નિવા સ્વેચ્છાએ ગૃહિણી નું જીવન જીવે છે .દસ થી અગિયાર કામના કલાકો .ઘરમાં બે જુવાન સંતાનો .ખુબ ડાહ્યા અને સમજુ પણ . ઘરમાં સવારે બનતું ભોજન પોત પોતાના સમયે આવીને ખાઈ લેવાનું ના ભાવે તો કૈક તૈયાર પણ ચાલે .ઘરમાં સગાવહાલા ઘડિયાળને માન આપ્યા વગર ગમે ત્યારે આવે અને જઈ શકે .લગભગ નવ થી દસ કલાક ફોન કોલ્સ ચાલુ .પોતાની એકલતા ને ભૂલવા કામ અને સંતાન નું ધ્યેય પણ બેઉ સાથે ન્યાય નથી કરી શકતી એ નિવા એ અનુભવ્યું . એક રાત્રે એને ઘેર સાડા દસને સુમારે એક ભાઈ આવે છે અને ઋતુ એની ઓળખાણ એના બોય ફ્રેન્ડ તરીકે કરાવે છે .નિવા આઘાતમાં સરી પડે છે .કેમ કે ઋતુએ પ્રેમલગ્ન કરેલા તો આ એનો પહેલો પ્રેમ અને બોયફ્રેન્ડ તરીકે ની ઓળખાણ કેમ ??? એની પત્ની અને બાળકો સાથે કૌટુંબિક સંબંધો છે .બધા ઓળખે પણ છે . ઋતુ એ કહ્યું કે એ વાત એ નીવાને કરવા માંગતી હતી પણ સમય ના મળ્યો .નીવાને એ વાત થી નિસ્બત નથી .ઋતુ એ પહેલી વાર નીવાને કહ્યું કે એના મૃત પતિને આડા સંબંધો હતા અને એણે પકડેલા .ત્યારે નિવા એટલું જ કહી શકી કે આ વ્યક્તિ વિધુર કે કુંવારો હોત તો તેના તારી સાથેના લગ્ન ને એ હોંશે હોંશે વધાવી લેત .પણ એની પત્ની અને બાળકોની હયાતી હોય તો એ સ્ત્રીની જિંદગી માં તું આંધી ના લાવીશ . કેમ કે એક પળ માણસ ની આબાદી કે બરબાદી માટે પુરતી હોય છે .એક મિત્ર તરીકે ની ઓળખાણ નિવા સ્વીકારી શકી હોત .પણ એના મનમાં કદાચ કોરો કાગળ છવાઈ ગયો .તે જસ્ટિફાઈ ના કરી શકી .એક સ્ત્રી દુનિયા સાથે ઝઝૂમવા કોઈ પુરુષનો સાથ આવી રીતે લે એ મંજુર નહોતું . તે વિચારતી કે ઘરના દરવાજા રાત્રે નવ પછી જાણીતા કે અજાણ્યા બધા માટે બંધ હોવા ઘટે .ત્યાર પછી મીઠી કડવી યાદો કે પછી આરામ કે બાળકો સાથે વાત એ ઋતુની જિંદગી હોવી જોઈએ . કદાચ એક સ્ત્રી તરીકે એ માટે વધુ બહાદુરી અને હિંમત જોઈએ .
બસ આજ નીતિ ની વાત કે કોઈ પોતાના જીવનમાં ક્યાં સુધી આવી શકે એ હદ પોતાની જાત સાથે નક્કી કરી રાખવી . પોતાના સવાલોના જવાબ પોતે શોધવા …
નીવાના પોતાના જીવનમાં ઘણી બધી કશ્મકશ ચાલતી હતી .સંબંધો ગૂંચવાયેલા હતા .પોતાના જીવન માટે એને ફરિયાદ હતી . પણ અનાયાસે નીવાને જિંદગી પોતાનો જવાબ આપીને ગયી .અને નીવાને લાગ્યું ના ,એની પાસે ઘણી વસ્તુઓ છે જે અણમોલ છે .અને એના પતિ અને બાળકોને એ નવી દ્રષ્ટીએ જોઈ રહી છે .બસ હવે ફરિયાદ નથી …..
નીવાને લાગે છે જીવતા હોવું એટલે સંવેદના ને સહજ અનુભવી લેવી ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s