છેલ્લો દિવસ ….!!!


છેલ્લો દિવસ ….
ફરી એક ગુજરાતી ફિલ્મ જેણે જુવાનીયાઓને ઘેલા કર્યા છે .ગુજરાતી ફિલ્મ જોવા થીયેટર ઉભરાય છે .પણ આ ફિલ્મ પૂરી થયા પછી આપણા મનમાં શરુ થાય છે .ફેસબુક પર એક ફીચર ચાલુ થયું છે કે તમારી લવસ્ટોરી કોના જેવી છે ?? તમે કયા કેરેક્ટર જેવા છો ??? અને એ બધા કેરેક્ટર જેવા આપણી જિંદગીના વ્યક્તિત્વ જે કદાચ ભૂતકાળમાં આવી ચુક્યા હોય તે યાદ આવી જાય છે .થોડા નહિ પુરેપુરા નોસ્ટાલ્જીક કરી મુકે એવી ફિલ્મ …
પણ અહીં કોલેજ જીવનનો છેલ્લો દિવસ છે પણ આપણા જીવનમાં ફક્ત આ જ છેલ્લો દિવસ હોય છે ??? કોઈ વિશેષ ટીપ્પણી વગર આ રહ્યા છેલ્લા દિવસ …
– માતા ના ગર્ભમાં જન્મ પહેલાંનો છેલ્લો દિવસ .ચોવીસ કલાકની ચિંતામુક્ત ઊંઘ ત્યાર પછી નથી મળી …
– બાલમંદિર માં ગયા પહેલા ચોપડી અને ભણતરના ભાર વગરનો છેલ્લો દિવસ ……
– પછી તો મસ્તીની પાઠશાળા છેક બોર્ડ ની પરીક્ષા ના વર્ષ સુધી ચાલે …બસ થોકબંધ જથ્થાબંધ સુખના દિવસો અહીં ગોડાઉન માં મળી આવે .એમાં ક્યારેય સડો ના લાગે .સદાય તાજે તાજા મળે એ યાદોના સોનેરી ખજાના કેમ !!!
– અને પછી ક્લાસમાં એડમીશન પહેલાનો મસ્તીનો છેલ્લો દિવસ , બોર્ડ પરીક્ષા પહેલાનો છેલ્લો દિવસ : પહેલા ઓલ ધ બેસ્ટ વાળા ના ધાડા કટક ઘર પર રીતસર હુમલો બોલાવે અને લાગે કે કદાચ છેલ્લી પરીક્ષા પછી આપણે ઉકલી જવાના હોય !!!!
-સ્કુલ જીવનનો છેલ્લો દિવસ જયારે યુનિફોર્મ પહેરીને મહાલ્યા હોઈએ ,એ છેલ્લી સમૂહ પ્રાર્થના અને સ્કુલની રોજિંદી ગતિવિધિ પુરેપુરી એ વખતે નહોતી માણી કેમ કે કોલેજના સપના આંખમાં ઓલરેડી અંજાઈ ગયેલા એટલે પણ હવે યાદ આવે છે ને !!!!
– પોતીકા મોબાઈલનો આપણા જીવનમાં પ્રવેશ પહેલાંનો છેલ્લો દિવસ …!!!
– બાઈક કે સ્કુટી પહેલાંનો સાયકલ સવારીનો છેલ્લો દિવસ …!!!( આપણા છોકરાંવને ધમકાવવા કામ આવે એવો !!!).
– ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ ની જીવનમાં પ્રવેશ પહેલાનો માત્ર પોતાનો અને પોતાની માલિકીનો છેલ્લો દિવસ …….
– બ્રેક અપ થયું હોય તો એ છેલ્લો દિવસ અને પછી સારા દિવસોની યાદ તીવ્રતા થી શરુ થાય અને શરુ થાય બીજો મેક અપ …..
– અભ્યાસના ચોપડા ને વિદાય કર્યા પછી નોકરી કે ધંધે લાગ્યા પહેલાનો છેલ્લો દિવસ ……
– અને પછી ગોઠવેલા કે પ્રેમલગ્ન પહેલાંનો આઝાદીનો છેલ્લો દિવસ …..
– પોતે પિતા કે માતા બન્યા પહેલાંનો દીકરા કે દીકરી તરીકે નો છેલ્લો દિવસ ….!!!
-અને એક સ્ત્રી માટે તો કેટલા બધા છેલ્લા દિવસ આવે નહિ ??? યૌવન પ્રવેશ પહેલાની આઝાદી નો છેલ્લો દિવસ … અને પિતાના ઘેરથી વિદાય થતા પહેલાં નો છેલ્લો દિવસ જ્યાંથી પૂરે પૂરી જિંદગી ની દિશા બદલાઈ જાય છે !!!!…
– માં અને બાપ તરીકે દાદા દાદીના પ્રમોશન પહેલાંનો છેલ્લો દિવસ …..
અને એક ખબર નથી રહેતી કે આ જીવનનો છેલ્લો દિવસ કયો હશે ??? ત્યાં સુધી છે ભરી ભરી જિંદગી ભલેને આપણને એ ખાલી ખાલી લાગે !!!!!
અને હજી તો કૈક કેટલાય છેલ્લો દિવસનું ટેગ લઈને આવેલા દિવસો જે કોઈક પહેલા દિવસ પહેલાંની અંતરંગ ક્ષણો હોય છે ને !!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s