નવા વર્ષ પાસે


IMG_20150204_175011_1CSIMG_20150212_085201 - Copyદિવાસ્વપ્નો લઈને આવેલી દિવાળી અને આપણને ઈસ્વીસન 2016 ને ઉંબરે મૂકી ગઈ છે .અત્યારે પરોઢની ઊંઘ જેવો સમય આમ તો જાગતા હોઈએ પણ આંખ ના ખુલતી હોય .રજાઈ ઓઢી પથારીમાં પડેલા હોઈએ પણ બંધ આંખ આગળ એવા દ્રશ્યો હોય કે આપણને લાગે કે આપણે વાસ્તવિકતા માં જીવીએ છીએ .બસ એવો જ ટાઈમ છે આ .31 ડિસેમ્બરને ઉજવવાની કેમ ??? 1 જાન્યુઆરી ના સ્વાગત માટે ??? કદાચ !!! એ પછી તો કાગડા આખું વર્ષ કાળા જ રહેવાના …કોણ જાગવાનું હેં !!! મને નવા વર્ષના છાપામાં આવતા ફોટા જોઇને હસવું આવે !!! આપણે આપણી જાતને કેવા કેવા ડ્રેસ કોડમાં બાંધી દઈએ છીએ .વેસ્ટર્ન કપડા જ પહેરાય .કોઈના લગ્નમાં સ્પગેટી સ્લીવનું ટોપ અને થ્રી ફોર્થની ચસોચસ લેગીન્ગ્સ નહિ પહેરાય અને ન્યુ યર પાર્ટીમાં સાડી ના પહેરાય ..થીમ હોય તો વાત જુદી !!! થોડા ફાસ્ટમ ફાસ્ટ ડાન્સ કરવાના પછી છેલ્લે તો ગરબા હોય જ !!! ગરબા નો ઓવરડોઝ થઇ જાય .વરઘોડામાં ગરબા ,લગ્ન માં ગરબા અને 31 ડિસે .પણ અમારી સોસાયટી માં છેલ્લે ટીમલી વાગે જ !!!
આપણે આમ ઉત્સવ ભૂખ્યા કેમ થઇ ગયા છે એ ક્યારેય વિચાર્યું ??? બહુ લાર્જ કેનવાસ પર ચીતરતાં ચીતરતાં ક્યારેક ઉપરનું ક્યારેક નીચેનું ચિત્ર બગાડતા જઈએ છીએ .આપણે કહીએ કે રૂટીનમાં બહુ સ્ટ્રેસ વાળી જિંદગી છે …એ આવ્યો કેમ અને ક્યાંથી ??? દુનિયા સાથે રહેવું પડે એ હરીફાઈ માંથી .દર દિવાળીએ આપણે ઘર સાફ કરીએ છીએ પણ ક્યારેય એવું જાતને નથી પૂછતાં કે ખરેખર આ વસ્તુ ની જરૂર હતી કે પછી સામાનની વસ્તી વધારી કે એક ખાલી ખૂણો ભર્યો ????ના કદાચ નહિ ..એ કામ પણ આપણે ટાઈમ ટેબલમાં કરીએ છીએ ..
ગયા વર્ષે મારો મોટા ભાગનો સમય એકલતા માં વીત્યો .જે લોકો સાથે જોડાયેલી હતી એ જુદા જુદા કારણો સર મારાથી વિખુટા હતા અને યોગાનુયોગે બધા એક જ સમયે મારી સાથે નહોતા એટલે હું જાત સાથે જીવતી …પહેલા મને લાગતું કે આટલું ભણીગણીને એક કામવાળી બેન કરે થોડા રૂપિયા માટે એ બધું કામ હું કરું છું ???( એકલતા ની આડ પેદાશ હોય જ કે આપણને આપણા કામ માટે ગૌરવ ના લાગે !!!) . પણ પછી વિચાર્યું કે કામ હોવું એ જ મોટી વાત છે કેમ કે એને કારણે મને કશું પણ કરવાનું છે એ ધ્યેય રહે છે ,ભલે ને સાત આઠ રોટલી જ કેમ ના હોય !!!અને ધીરે ધીરે મગજ પાછું મન તરફ વળી ગયું અને ખુશ રહેતા થઇ ગઈ !! મેં ત્રણ ચકલી પાળી છે .. એ પિંજરા માં નથી રહેતી પણ મારે ત્યાં રોજ ચણ અને પાણી માટે આખો દિવસ આવે .ચીં ચીં કરે અને પછી થોડું ચણી ને ઉડી જાય તે છેક સાંજ સુધી .છેલ્લા એક મહિના થી એ આવી નહોતી ત્રણેવ .
એનું કારણ પણ જાણું છું .મારા ચક્લીઘર માં કબૂતરે કબજો જમાવ્યો અને ચણ પણ એ ચણી જાય .પવન આવે એટલે થોડી ઉડી જાય .કબુતર ચક્લીઘરમાં રાતવાસો કરે .આ શાંતિના દૂતો કેટલો ત્રાસ કરે એ કોઈ પણ મોટા એપાર્ટ મેંટ ના ટોપ ફ્લોર પર રહેતા રહેવાસીને ખબર જ હશે .ચકલીઓ આવતી બંધ થઇ ગયી .એ તો કુદરત ની માયા છે કે ભૂખી તો નહિ જ રહેતી હોય પણ મારા જીવનમાં એક ખાલીપો આવી ગયો .હું એમની રાહ જોયા કરું પણ એ આવે નહિ .મેં હારીને ચણ અને પાણી મુકવાના બંધ કરી દીધા .
એક સવારે એક ચકલી આવી અને હું ખુશ થઇ ગયી .મેં તરત ચણ પાણી મૂકી દીધા .બીજા દિવસથી પાછી એ ચકલીઓ અને સાથે બુલબુલ પણ આવવા માંડી .
એક મુક સંબંધ હોવા માટે આજ ના યુગ માં સંવેદન હોવું જરૂરી છે . આજે ઘડિયાળ તરફ નજર કરી તો એના કાંટા નહોતા .(રીપેર માં ગયેલા ) .વિચાર આવ્યો કે આપણને બહારની ઘડિયાળ જોવામાં આપણા અંદરની કુદરતની ઘડિયાળ જોવાનું બંધ કરી દીધું છે એની જ બબાલ છે આ બધી . કાંટા વગરની ઘડિયાળ એક પણ તો મુક્ત જીવન સમી લાગી જેમાં સમય તો હતો અફાટ અમાપ ..બસ એમાં વાડા નહોતા બાંધ્યા કે આટલા વાગે આમ કરવાનું !!!! હવે ક્યારેક તો એ દિવસો આવશે જેમ દિલ્હી માં ઓડ ઇવન નંબરની કાર ચલાવવાની ચાલુ થવાની છે તેમ કે એક દિવસ મોબાઈલ વગર ,એક દિવસ વેહિકલ વગર , એક દિવસ ઘડિયાળ વગર ,એક દિવસ પાણી વગર ..અને પછી ઓસબુક ( ફેસબુકની નવી જનરેશનનું કાલ્પનિક નામ – પર નવી ડીજીટલ યાદીઓ મુકાશે કેમ ????)વગર …..
ગણો કેટલા વર્ષો થી ઘાણીના બળદની જેમ ફરીએ છીએ ??? તોય ત્યાના ત્યાં જ છીએ . મારી ચકલીઓ ને કોઈ સરહદ નથી , કોઈ રાજ્ય ,શહેરના સીમાડા કે ધર્મ પણ નથી .કોઈ બંધન નથી ,ત્યાં કોઈ સ્વચ્છતા અભિયાન ની જરૂર નથી ,ત્યાં કોઈ ફિલ્ટર નથી ,ત્યાં કોઈ ઇન્સ્ટોલમેંટ માં ખર્ચાતો પગાર પણ નથી અને પેટ્રોલ શાકભાજીના ભાવની ચિંતા પણ નથી .એમની વાણી એ જ એમનું સંગીત .અને ત્યાં આત્મહત્યા પણ નથી .
આપણે થોડા સહજ બનવાનો સહેજ પ્રયત્ન ના કરી શકીએ ???
નવા વર્ષ પાસે કોઈ અપેક્ષા કર્યા વગર એને બીજા દિવસોની જેમ આવવા દઈએ એક વાર તો અપેક્ષિત નહિ હોય એવો નવીન દિવસ રોજ લાગશે અને હા બસ ચેક્બુકમાં લખવા અને ઓફીસ માં લખવા માટે ડેટ માં વર્ષ 2016 લખવાનું યાદ રાખીએ !!!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s