કિચન


રોજ મમ્મી કુકરની સીટી વગાડે ત્યારે હું ઉઠું …મને ભણવાનું કહેતી હોય અને હું કોઈ વસ્તુ ખોલીને બેઠી હોઉં .મમ્મીને હું બહુ બારીકી થી જોતી .એના એક એક કામને જોતી .કુકરની ત્રણ જ સીટી અને પા કપ દાળ અને એક કપ ચોખા ,પોણી નાની ચમચી મીઠું…બધી વસ્તુઓ શોધાતી પણ મમ્મીનો સમય બચે એ કોઈ ના જોતું .બીમાર હતી એક વાર અને મમ્મીને મેં રસોડામાં ગાતી સાંભળી ..બસ હવે તો મારે સંશોધન કરવું છે .હું સ્કોલરશીપ પર જર્મની ગયી .
મેં ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ફરી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને રીસર્ચ કરવા માંડી .
એક મશીન બનાવવું છે .સમજાવી નથી શકતી .પણ મથ્યા કરું છું .અને એક દિવસ હું સફળ થાઉં છું ….
દીવાલ પર એક વોલ યુનિટ છે . એમાં ઘણા બધાં કન્ટેનર છે .એમાં બધા અનાજ કઠોળ ભરેલા છે .અને એનું કનેક્શન એક ઇલેક્ટ્રિક સગડી અને ઓવન સાથે છે . એક પાણી ભરેલું કન્ટેનર છે જે ખાલી થવાની થોડી વાર હોય 1 લીટર કે અર્ધા લીટર કેપેસીટી સેટ કરી શકાય છે એનું કનેક્શન એક વેસલ જે હોટ સ્પોટ સાથે જોડાયેલું છે એની સાથે છે . બે મોટા બોટલ્સ માં તેલ અને ઘી પણ ભરાઈ જાય .
પેલા કન્ટેનર નીચે નાના કન્ટેનર છે . બધા જ મસાલા તેમાં ભરેલા .ફ્રીઝ માં ઉપર જ એક કી બોર્ડ છે .અને એના દરેક ખાના માં વસ્તુના ચિત્ર ફ્રીઝ ની બહારના ડોર પર જોઈ શકાય છે .વેજીટેબલ્સ ને સિલેક્ટ કરીને એને કઈ રીતે કટ કરવા એનું સિલેકશન પણ કરીને એ પ્રમાણે પ્રોગ્રામિંગ કરીને ડોર ના એક ખાનામાં બહારની સાઈડ કલેક્ટ કરી શકાય .જેને સીધું માઈક્રોવેવ માં મુવ કરીને પ્રોગ્રામ અનુસાર રાંધી પણ શકાય .
એની સાથે જોડાયેલા વાઈ ફાઈ થી મોબાઈલ પર ગમે ત્યાંથી ઓપરેટ કરીને રાંધી શકાય . મતલબકે મમ્મી ફિલ્મ જોવા ગયી હોય ત્યાં એક ઈન્ટરવલ માં સમોસા ખાતા ખાતા સાંજે આઠ વાગે ડાઈનીંગ ટેબલ પર પીઝા પીરસી શકે એવી વ્યવસ્થા .મમ્મી માટે ટાઈમ જ ટાઈમ . મમ્મી જો ચાર માણસ માટે દાળ ભાત શાક રોટલી નું સિલેકશન કરે એટલે કન્ટેનર માંથી એટલા દાળ ચોખા પાણી મિક્સ થઈને વેસલ માં ભેગા થાય અને એટલું જ પાણી અને મીઠું એડ થઈને બફાઈ જાય અને પછી બ્લેન્ડર એને મિક્સ કરે એટલે જોઈતા મસાલા પણ એમાં આવી જાય . અને એક નાના યુનિટ માં વઘારના પ્રોગ્રામિંગ પણ હોય તે એડ થઇ જાય .સાઈડ માં પૂરી ,રોટલી રોટલા , થેપલા ના યુનિટ પણ હોય જે લોટ મિક્સ કરીને મસાલા એડ કરીને વણી તળી કે શેકી આપે અને હા ચૂલાની ફ્લેવર જોઈએ તો એવી રીતે પણ બને … ચા ,કોફી ,કોકો પણ આવી રીતે બની જાય અને ફ્રીઝ માં પ્રોગ્રામ કરીએ એટલે ડાયરેક્ટ આઈસ્ક્રીમ બની જાય …..અને ડોર માંથી સ્કૂપ પડે …………….. અને પસીનો કેમ આવી ગયો તમને લાઈટના બિલનો વિચાર કરી ને ?????અરે આ બધું તો સોલાર એનર્જી થી ચાલશે હોં !!!!
એક કિચન જેની શોધ થવી ભારતની સ્ત્રી માટે જરૂરી છે !!!
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા …મારા એલાર્મની ટયુન છે ..વાગ્યું …ચાલો ચા મૂકી દઉં ..હમણાં સાસુની બુમ પડશે …ઉઠવા દે ….. હજીય સપનામાં હું બાળક બનીને સ્કુલે જ કેમ જતી હોઉં છું ??? આ રહસ્ય મને સમજાતું નથી …

Advertisements

One thought on “કિચન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s