પલાયનવાદ


આમતો મારો સ્વભાવ નથી પણ છેલ્લા ત્રણેક વર્ષથી હું ઉત્તરાયણમાં અમારા ફ્લેટની કોમન અગાસી માં નથી જતી . મારો ફ્લેટ જ પેન્ટ હાઉસ છે એટલે મારી અગાસીમાં જ રહું છું .પણ કાલે ગઈ ..માત્ર હું અને મારા પતિ સિવાય એક મકાનમાલિક( હવે ભાડુઆત છે ત્યાં )જેના ભત્રીજા ને ભત્રીજા વહુ સિવાય કોઈ નહિ .બીજા બ્લોક ની અગાસી ફૂલ .અને ત્રીજા માં થોડી વસ્તી ઓછી ..
મને ના ચાહતા પણ થોડો ભૂતકાળ યાદ આવ્યો .ભોંય તળિયે રહેતા રાહુલ ભાઈ નું મોટું ફેમીલી આખું ભેગું થાય . પેલા દર્શનભાઈ ના બે દીકરા તો ડીસેમ્બર થી ઉપર હોય . બધા જ આવે . ત્રણેક વર્ષ થી તો ખાવાનો પ્રોગ્રામ હોય એટલે બધા જ આવે .પણ આ વખતે ખાવા”પીવા “ના જલસા નહોતા એટલે કોઈ જ નહોતું . આ “પીવાનું ” માફક નથી આવતું એટલે અમે સ્વેચ્છા એ દૂર રહીએ ..
સવાલ એ છે કે આનું કારણ શું ?? બધાને મજા કરવી છે જલસા કરવા છે મિજલસ કરવી છે પણ પોતાને ઘેર ખટપટ નથી જોઈતી બસ . અગાસી વાળા ફ્રેન્ડઝ ની અગાસીઓ છલકાઈ જાય છે . પતંગ સાથે ગોસીપો પણ ચગે છે .અને કોઈ વ્યક્તિઓના જીવનનું વગર મર્યે પોસ્ટ મોર્ટમ પણ થઇ જાય . મને આવી પંચાત ની પણ ભયંકર એલર્જી છે એટલે મને આકાશને જોવું ગમે છે .હું પતંગ અને આકાશ બસ ..
આજે વાતનો વિષય થોડો અલગ છે અને આતો એ સમજી શકાય એટલે પૂર્વભૂમિકા રૂપે લખ્યું …
બધા સેમીનાર અને પુસ્તકો જેમાં મનની શાંતિ વિષે લખાય કે કહેવાય છે ત્યાં ભીતરની ખોજ પર ભાર મુકાય છે .આપણા સુખ અને દુઃખ બેઉનું ઉદગમ આપણી ભીતરનું મન છે .અને સુખ ની ખોજ પણ ભીતર માં કરવાની હોય અને દુઃખ ને પણ ભીતરથી કાઢીએ તો જ નીકળે અને આ સાચું જ છે . પણ આપણે એ બહાર શોધીએ છીએ .
હવે બીજી વાત . ધરતીનો છેડો ઘર .ઘરમાં જેવી શાંતિ અને સુખનો એહસાસ થાય ,બહારનો સઘળો થાક ભૂલી જવાય એવું તત્વ છે .ઘર ઈંટ ચૂનો સિમેન્ટ થી નહિ એમાં વસતા માનવીઓની સહિયારી લાગણીઓ થી બને એ પણ બધા જાણે છે .
ત્રીજી વાત .તહેવારો માણસના જીવનમાં ઉમંગ ઉલ્લાસ પુરવાની રાહ છે .જેમાં માણસ ફ્રેશ થઇ જાય છે . ઘરની રોનક બદલાઈ જાય છે .તો પછી મારા મનમાં કેટલાક સવાલ પણ થાય છે …
* દિવાળીમાં લોકો ઘરને શણગારે છે સાફ કરે છે પણ પછી એ માણવા વખતે ઘરથી દૂર ફરવા કેમ જતા રહે છે ?? શું ખુશી કોઈ હિલસ્ટેશન પર હોય છે ?? શું ઘર માં તહેવાર માણવાની મજા અને સુખ નથી હોતા ???( આના બધા જવાબ તમે જાણો છે એટલે અહીં અપ્રસ્તુત છે। )
* ઘરમાં સુખ અને શાંતિની શોધમાં બધા સભ્યો જુદા જુદા ગ્રુપમાં કેમ જતા હોય છે ( સિવાય કે વૃધ્ધો )? એમને ઘરમાં સુખ ને શાંતિ કેમ નથી લાગતા ?? શું ઘર કામના દિવસોમાં રાત્રી રોકાણ કરવા માટે નું સ્થાન છે જ્યાં ઓફિસની જેમ જ જવાબદારી વહેંચાયેલી હોય છે ??? એટલે મોનોટોનસ લાગે ??
* આપણે સ્માર્ટ ફોન માં બધી માહિતી સંઘરી રાખીએ છીએ પણ ઘણી વાર આપણા પોતાઓના ફોન નંબર પણ મોઢે નથી હોતા અને આપણને આપણા ખુદનો નંબર પણ યાદ કરતા મુશ્કેલી રહે છે .તમારા બેંક એકાઉન્ટ થી લઈને બધી માહિતી સાથે તમારા ભીતરનું સરનામું ખરું એમાં ???
ભગવાનના અઢળક વોલપેપર સાથે ,ફેમીલી ફોટો સાથે ,તમારી સેલ્ફીઓ સાથે એક એવી માહિતી જે તમે તમારા વિષે જાણવાની અને રાખવાની કોશિશ કરી હોય જેને સુખ સાથે તો સંબંધ છે પણ આ બધી માહિતીઓ સાથે કોઈ જોડાણ નથી ….
મનુષ્યનો સ્વભાવ છે કે એ દુઃખદાયક સ્થિતિમાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે અને એની બહાર નીકળે છે . એટલે મનની ભીતર ના દુઃખોનો મન પાસે જવાબ માંગતો નથી અને પોતાના દુઃખોને અંદર ધરબી સ્મિતના મોહરા પહેરી બધા તહેવારોના જલસા કરે છે કે કાશ ભીતરથી થોડી વાર ભાગી જવાય …એનો જવાબ એ પોતાના મનમાં પોતાના ઘરમાં નથી શોધતો અને એને નથી મળતો કેમ કે પોતાના કહી શકાય એવા ઘરમાં તો બધા અલગ અલગ હેતુ થી અલગ અલગ દિશાઓમાં ભાગતા હોય છે અને વ્હોટસ એપ કે ફેસબુક પર મળતા હોય છે …
મારી દીકરીએ મને એક સવાલ પૂછ્યો : મમ્મી આ ફેસ બુક પર બધા કેવી સરસ સેલ્ફીઓ અપલોડ કરે છે ગ્રુપમાં હોય અને મજા કરતા હોય એવી ….એ જ વખતે મારી બારી માંથી એક દ્રશ્ય જોયું .સામેના એક બંગલા માં બે સ્ત્રીઓ અગાસી પર આવી .એક સ્થૂળ અને પેન્ટ શર્ટ અને માથે ટોપી અને આંખે કાળા ગોગલ્સ પહેરેલી અને બીજી લોંગ સ્કર્ટ સાથે સ્લીવલેસ ટોપ પહેરેલી .એક સ્ત્રીએ આવીને બધી અગાસી તરફ નજર ફેરવી અને બીજીએ એક નાની છોકરી સાથે એના મોબાઈલમાં સેલ્ફી પડાવી .એક ફીરકીને આમતેમ ફેરવી .અર્ધા કલાક પછી અગાસી ખાલી હતી .બીજી અગાસીમાં સેલ્ફી સ્ટીકથી સેલ્ફી સેશન જ ચાલતા હતા અને બીજા દિવસની ફેસબુક ની ટાઈમ લાઈન આવા ફોટા થી ઉભરાતી હતી ..
મેં મારી દીકરીને કહ્યું જો તને જે ગમે છે તે તને કરવા મળે અને જે ખુશી મળે એનું નામ તહેવાર .આજે તમને બધાને રજા છે અને તમે ઘેર છો એનું નામ તહેવાર .તે મોબાઈલ પર તને ગમતી ફિલ્મ જોઈ અને અમે ડી વી ડી પર નાટક જોયું આવી આઝાદી એટલે તહેવાર .અને એ ખુશીની સેલ્ફી કોઈ કેમેરા માં ના લઇ શકાય .
આવી ભાગદોડ કરતા લોકો પોતાની જાતથી અસંતુષ્ટ એટલે હોય છે એમની લાઈફ સ્ટાઈલ અને એ એમના પર કોઈએ થોપી નથી પણ એમણે સ્વેચ્છા એ સ્વીકારી છે અને હાલત પેલી છે કે કોઠી માં માથું નાખી રડી લેવું પડે છે !!!!જયારે વધુ પડતી ઉજવણી થવા માંડે ત્યારે સમજવું કે સ્ટ્રેસનું લેવલ પણ ભયજનક સપાટી તરફ આગળ વધી રહ્યું છે . આ કોઈ ઉજવણી તરફ શંકા નથી પણ આવનાર સમય તરફ નો એક સંકેત છે .
પોતાનું મન અને પોતાનું ઘર એમાં જયારે ખુશી ભરશો ત્યારે પોતાના લોકો તમને રેન્જની બહાર નહિ ઘરની ભીતર ગુલાલ કરતા જરૂર મળશે !!!
આ બધી નીતિ એ પલાયનવાદ છે .ફેસ ધ સિચ્યુએશન નોટ એસ્કેપ ફ્રોમ ઈટ ….

Advertisements

One thought on “પલાયનવાદ

  1. ” દિવાળીમાં લોકો ઘરને શણગારે છે સાફ કરે છે પણ પછી એ માણવા વખતે ઘરથી દૂર ફરવા કેમ જતા રહે છે ?? શું ખુશી કોઈ હિલસ્ટેશન પર હોય છે ?? શું ઘર માં તહેવાર માણવાની મજા અને સુખ નથી હોતા ???”
    “!જયારે વધુ પડતી ઉજવણી થવા માંડે ત્યારે સમજવું કે સ્ટ્રેસનું લેવલ પણ ભયજનક સપાટી તરફ આગળ વધી રહ્યું છે “.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s