અંદર…બહાર….


અંદર બહાર ….
અંદર એટલે એ કંઈ પણ હોઈ શકે .મનની અંદર ,ઘરની અંદર ,બિલ્ડીંગ -વિસ્તાર -શહેર -રાજ્ય -દેશ કે દુનિયા ની અંદર ગમે તે હોઈ શકે અને એ જ રીતે બહાર પણ હોઈ શકે છે …વાત આપણી અંદર બહારની કરવી છે .
હું એટલે એક નામ હું .મારો વર્તમાન મારા ભૂતકાળ સાથે ચાલતો રહે એટલે એને આધારે મને ઓળખ મળી છે .મારું વ્યક્તિત્વ બહારી એટલે મારું અલગત્વ બીજા લોકોથી .થોડો અલગ પડું છું એને લીધે .મારા કપડા -ઘર -જૂતા -વાહન -નોકરી -શાળા -ધંધો એ બહુ મારા બહારી વ્યક્તિત્વ નો મહત્વનો ભાગ છે પણ એમાં સફળતા -નિષ્ફળતા કે સાતત્ય એ મારા અંદરના વ્યક્તિત્વનો ભાગ છે .તમારી અંદર જ તમારું ભવિષ્ય તમારા જાણ્યે કે અજાણ્યે લખાતું રહ્યું છે એ એક હકીકત છે .
ઘણીવાર તમે કોઈ સ્થળે થી પસાર થતા હોવ તો નાકે રૂમાલ મૂકી દો છો અને ચાલ ઝડપી બનાવી દો છો .પણ જો જરીક નજર કરો તો કદાચ ત્યાં કોઈ રહેતું કે કામ કરતુ હોય છે .શું આ સુગ તેના માટે અલગ હશે ??? જયારે ડોર ટૂ ડોર કચરાની ગાડી આવે ત્યારે એમાં દુનિયાભરની ગંદકી ઠલવાઈ હોય છે પણ એના પર એક માણસ ઉભો રહીને આપણી આપેલી થેલી લેતો હોય છે .બેસી ગયેલી ભાજીની ગંદી સોડમ વાળી કોથળી પણ એ નાકનું ટીચકું ચડાવ્યા વગર લઇ લે છે .શું એને બદબૂ નથી આવતી ???? આ એની અંદરની વાત છે .એના પેટની ભૂખ એને એવું કામ કરાવે છે અને એનું મન સ્વીકાર કરી લે છે . એવી એક ગાડી વાળો આ કામ કરતી વખતે મદિરાપાન કરીને આવેલો .એને કોઈએ પૂછ્યું આવું કેમ ??? તો કહે આ માથું ફાડતી દુર્ગંધ વચ્ચે કામ કરવાનું હોય ત્યારે આ નાશને લીધે થોડું ભાન જતું રહે તો કામ બરાબર થાય છે ….કેવો વિરોધાભાસ છે ??? જે બેન રોજ ઝાડું લઈને આંગણું વાળવા આવે એને આપણે ગંદા લોકો અને અસ્પૃશ્ય કહીએ અને એવું વર્તન કરીએ છીએ બલકે હકીકતમાં તો એ લોકો આપણી ગંદકીને દૂર કરી આપણને સાફ રાખે છે .
કોઈ લોકો રોજ બહારનું ખાય ગંદા વાતાવરણ માં ખાય તો ય આપણે કલ્પના કરીએ એટલા માંદા નથી હોતા .કેમ ??? આપણે હવા પાણી ખોરાક વાતાવરણ બધા વિષે બહુ વાતો કરીએ તો છીએ પણ એમાં એક મહત્વનો ભાગ ભૂલી જવાય છે એ ભાગ એટલે આપણું શરીર .અને આપણા એક જ કુટુંબ માં વસતા લોકોના શરીર ની ઈમ્યુનીટી અલગ અલગ હોઈ શકે છે .આપણી આસપાસના વાતાવરણ સાથે આપણું શરીર હંમેશા એડજસ્ટ કરે છે .અને એમાં ઈમ્યુનીટી પ્રમાણે વધારે ઓછો સમય લાગે છે . અને જે વાતાવરણમાં રહીએ એ પ્રમાણે એ સમાધાન કરી લે છે .એટલે જ પેલા ગંદા નાળા પાસે ઘર બાંધીને રહેતા લોકો ત્યાં રહી શકે છે .અને આપણે જો થોડું વધારે ઉભા રહીએ તો ઉલટી જેવું લાગવા માંડે છે .જયારે જુદા પ્રદેશમાં જાઓ ત્યારે એ પ્રદેશના ખોરાક સાથે બિસ્લેરી નું પાણી મેચ નથી થતું એટલે તબિયત બગડે પણ ત્યાનું જ પાણી પીઓ તો તબિયત સારી રહે .નવા વાતાવરણમાં પહાડી થી જમીન પર કે એથી ઊંધું શરીર ને તાદાત્મ્ય સાધતા બે થી ત્રણ દિવસ લાગે છે .પછી આપણે આસાની થી એને અનુરૂપ રહી શકીએ છે .
પણ મનનું પણ આવું જ છે .મન આપણા કમાન્ડર ઇન ચીફ છે .મને રીંગણ ભાવતા નથી ,એ ખાઉં તો ખુજલી થાય છે …આવું જયારે વાક્ય વારંવાર બોલાય ત્યારે આપણું મન જ શરીરને એ પ્રમાણે ખુજલી ઉત્પન્ન થવાનો આદેશ કરી દે .આપણા કુદરતી પ્રક્ષેપકો ઉપરાંત આ માનસિક આદેશ બહુ મોટી અસર કરે છે એ વિષે આપણે અજાણ હોઈએ છીએ .
મનની શક્તિનું પરીક્ષણ તો ઘણા લોકોએ કર્યું પણ હશે .પણ એક પ્રયોગ કરવા જેવો છે .એક સાધારણ લાંબી ખોડેલી ખીંટી પર એક હલકી વીંટી સાથે દોરો બાંધીને વીંટી નીચે રહે અને આપણી આંખોની બિલકુલ સામે જ રહે એમ દોરાથી એને ટાંગી દો .એને બિલકુલ સ્થિર થવા દો .હવે એની સામે એકીટશે જોયા કરો .ધીરે ધીરે માથું હલાવ્યા વગર જ ફક્ત આંખોના ડોળા પેલી વીંટી તરફ રાખીને ડાબે થી જમણે અને જમણે થી ડાબે સતત ફેરવો . આ કાર્ય સંપૂર્ણ એકધ્યાન થી કરવું ઘટે .થોડી વાર પછી જોશો કે એ વીંટી લોલક ની માફક જોરથી ફરતી હશે .આ પ્રયોગ પરથી તમને લાગશે કે મનની તાકાત શું છે !!! એ પરથી આપણે આપણા મનને સારી રીતે સારી વાત વિચારવા ટ્રેઈન કરી શકીએ છીએ .આપણે જેવી રીતે જીવવા ઇચ્છતા હોઈએ એ રીતે મન વિચારે તો આપણે ખરેખર એવી રીતે રહી શકીએ .માંદગીનું બહાનું કરતા ખરેખર માંદા પડી જતા લોકો ઘણા હશે .ગમે તે સંજોગો માં માંથી નહિ હરનાર લોકો જ હમેશા જીતને વરે છે .
આપણે જેવા અંદર હોઈએ એવા બહાર દેખાતા નથી એટલે જ આ દુનિયાની અનેક ખામીઓ આપણને દેખાય છે .દુનિયા આપણને એવી જ મળે છે જેવું આપણું મન વિચારે છે .મનને કોઈનું ખરાબ કરવાનું કહીએ તો એ નામ કે વ્યક્તિ નિરપેક્ષ હોય છે તેથી જ એ આપણું પોતાનું જ ખરાબ કરી નાખે છે .એટલે વિચાર પર પણ લગામ હોવી ઘટે .જે વ્યક્તિ કોઈનું બુરું વિચારતી નથી એનું જોવા જઈએ તો ખરાબ સંજોગો માં પણ કોઈ કશું બગાડી શકતું નથી એનું કારણ આ જ . મન સ્વચ્છ કરો પછી બીજામાં પણ ખરાબ ઓછું દેખાશે અને મન ચોક્ખું હશે તો ચોખ્ખાઈ પણ ગમશે ચાહે ઘરની હોય કે બહારની હોય !!!
અંદર આત્મા વસે છે અને તે પરમાત્માની નિશ્રા માં અહર્નિશ રહે છે .અને મંદિર બહાર હોય છે ….જેમાં મૂર્તિ હોય છે પથ્થરની પણ આપણું મન એમાં પરમાત્મા નો આકાર કલ્પે છે એટલે એ ભગવાન દેખાય છે .ભગવાનને આપણે દીવો કરીએ છીએ એમનું ઘર પ્રકાશિત કરવા પણ આપણે કદાચ એવું તો નથી વિચારતા ને કે દીવો કરું તો ભગવાન મને જોઈ શકે ??? વિચારી જુઓ વાત ઘણી ગહન છે !!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s