નીપા


નીપા ગાંધી આ વર્ષની સાહિત્ય અકાદમી ની વિજેતા થાય છે .જાહેરાત સાથે ફોન કોલ્સ ની ભરમાર શરુ પણ ફોન કવરેજની બહાર આવે છે .નીપા એને ઘેર બાલ્કનીમાં બેસીને રોજની જેમ શાક સમારતી હોય છે .ડોરબેલ વાગે છે .કામવાળા શાંતાબેન હશે એમ વિચારીને બારણું ખોલે છે તો ચેનલ વાળા સાજોસામાન સાથે ધસી આવે છે . અને શરુ થાય છે પ્રશ્નોની ઝડી .શાંત નીપાના ચહેરાના કોઈ હાવભાવ બદલાતા નથી .એ શાંતિથી જવાબ આપે છે : મને ગઈકાલે સાંજે ફોન આવેલો .હું આ બાબત જાણું છું . અને આજે લેપટોપ પર મારા પ્રકાશિત પુસ્તકો ના અને વિજેતા પુસ્તકના ભાષાંતર માટે હક્ક ના મેલ પણ મળ્યા છે .મેં સૌને જવાબ પણ આપી દીધા છે .વિશ્વની 40 ભાષામાં ભાષાંતર થવા જઈ રહ્યું છે . બસ આટલું જ …
પત્રકાર ને આશ્ચર્ય થયું કે આટલી મોટી સિદ્ધિ છતાંય એનું નામ સાવ અજાણ્યું છે .લગભગ બધી અગ્રેસર ચેનલ અને અખબાર પત્ર પત્રિકાઓ ના પત્રકારો અને ફોટોગ્રાફરો ત્યાં હાજર છે અને નીપાની કોલમ કે લખાણ માટે તેમણે છેલ્લા બાર કલાકના ઉજાગરા પણ કર્યા છે . પણ પ્રકાશિત ત્રણ પુસ્તકો સિવાય કોઈ માહિતી ગુગલ પાસે પણ નથી .આ વાત જરા નવી છે …
નીપા સૌને વારાફરતી સવાલ કરવા વિનંતી કરે છે .
પ્ર : તમારું નામ સાવ નવું છે . તમારી કોઈ સાહિત્યિક ઓળખ અમે છેલ્લા ચૌદ કલાકમાં શોધી નથી શક્યા .તો ય આ પુરસ્કાર તમને મળ્યો એટલે તમારી ઓળખ તમારે આપવી રહી …
જ : હું નીપા છું .એક ગૃહિણી છું .મારા પતિ હમણાં જ એમની દુકાને જવા વિદાય થયા છે અને દીકરીના લગ્ન થઇ ચુક્યા છે . તમે મારું પુસ્તક વાંચો એ જ મારો સાહિત્યિક પરિચય હશે .અને તમારા મનમાં ઉઠતા તમામ સવાલો નો જવાબ પણ !!!
પ્ર : તમને આ એવોર્ડ મેળવીને શું લાગણી થાય છે ???
જ : આ એવોર્ડ મેળવીને દુઃખ થશે એમ તો નહિ જ કહી શકાય ને !!! ( હા હા હા ) .પણ મારા થી વધારે ખુશ મારા પપ્પા અને મારા પતિ હશે . પિતા જેમના ડી એન એ માંથી મને લખવાનો વારસો મળ્યો અને પતિ જેમણે મારી કલમને ઓળખી અને લખવા માટે દબાણ કર્યું .અને તોય તમને આજે મારા સાહિત્ય માટેનું પ્રદાન નથી મળતું એ વાતની મને રમુજ તો થશે જ પણ હું કોઈ જાણીતું નામ નથી એટલે તમારી મૂંઝવણ સમજવી સરળ છે .
હું તમને એક જ વાત કહીશ એક મારું પુસ્તક વાંચીને તમે પછી જો ઇન્ટર વ્યુ રાખો તો સરળ થશે .
બધાને વાત ખરેખર ઓજપાવા જેવી તો લાગતી જ હતી એટલે હા પાડી .
જ : જો તમને પુસ્તક વાંચ્યા પછી લાગે તો જ ઇન્ટર વ્યુ માટે આવશો …
==================================
એક અઠવાડિયા પછી ફરી બધા જ ત્યાં મળે છે .
પ્ર : પહેલા અમારા માટે બહુ બધા પ્રશ્નો હતા પણ હવે પૂછ્યા વગર તમામ જવાબો મળી ગયા છે .પહેલી વાર અમે બે એવા સાક્ષત્કાર કર્યા જેમાં પહેલા ફક્ત સવાલ હતા અને હવે ફક્ત જવાબ જ છે .તોય પૂછીશું કે આ પુરસ્કાર પછી તમારા જીવનમાં શું ફેરફાર આવ્યો ???
જ : હજી મારા પડોસીને મારા પુસ્તક નું નામ નથી ખબર અને હજી મારા જીવનમાં કોઈ ફર્ક નથી પડ્યો …
પ્ર :સમજ ના પડી …
જ : જે પુસ્તક તમે વાંચ્યું અને જેમ તમે જણાવ્યું કે કદાચ પ્રત્યેક માનવીના ઉદભવતી લાગણીઓ પ્રશ્નો ના જવાબ અહી સરળ અને સચોટ છે . તમે આ વિષે વિચારીને અને એ ઉપરાંત લખીને ખરેખર લોકોની એક છાની સેવા કરી છે .અને આંકડા પ્રમાણે પહેલા અઠવાડિયે એની 1 લાખ નકલ વેચાઈ ચુકી છે .આ બધા માટે ખુબ ખુબ આભાર . પણ એક ફર્ક છે …
પ્ર :કયો ??
જ : એ પુસ્તકમાં લખાયેલ લખાણ મારા ભૂતકાળના જુદા જુદા સમયે થયેલ અનુભવો છે અને એનું આલેખન પણ પછી ના જુદા જુદા સમયે થયેલું છે .અનુભવોને ડાયરીની જેમ દરેક રાતે લખ્યા નથી . એ વાત તમે આજે વાંચી એટલે તમારો એ વર્તમાન છે અને તમને તમારા વર્તમાનની સમસ્યાનો ઉકેલ દેખાયો છે ..
પણ લખ્યા પછી કેટલોય સમય હું જીવી છું એટલે મારો વર્તમાન એ બધા કરતા ખુબ આગળ નીકળી ચુક્યો છે .એ બેઉ નો સમયગાળો એકસરખો રહેશે .આજે મારા વિચારો સમય સાથે બદલાતા રહ્યા છે જે મેં હજી લખ્યા જ નથી . બસ એટલું જ કહીશ કે સમય પહેલા વિચારવું અને એને અમલ માં મુકવું જયારે સમાજ સમજી ના શકે ત્યારે ખુબ મોટો સંઘર્ષ હોય છે .અને સમાજ સમજે ત્યારે કદાચ સર્જક એનાથી આગળ નીકળી ચુક્યો હોય છે ….
પ્ર : તમારા પુસ્તક માં આ વ્યથા ક્યારેય દેખાઈ જ નથી એવું કેમ ???
જ : હું જાણતી હતી કે આ મારા વિચારો છે અને એ સૌ માટે સ્વીકાર્ય હોય એવી શરત મેં ક્યારેય મૂકી નહોતી .પણ એક વાત હતી કે મારા વિચાર અને આચાર બેઉ મક્કમ હતા .અને સંઘર્ષ માટે તૈયારી પણ હતી એટલે સંઘર્ષથી હું નાસીપાસ નહોતી …
પ્ર : તમે કેમ કોઈ પ્રિન્ટ મીડિયા માં નહોતા ??? એનો જવાબ ના મળ્યો …
જ : કોઈ પણ સર્જક જયારે એક નાના કાવ્યનું પણ સર્જન કરે છે ત્યારે એ એક પ્રસવ પીડા માંથી પસાર થાય છે .એનું સર્જન એનું માનસ સંતાન હોય છે .એક વાર્તા માં લખેલા પાત્રો અને પરિસ્થિતિને એ પોતાની અંદર જીવે છે .એ સર્જન પછી એ લાગણી ની રીતે થોડો કે વધારે નિચોવાઈ જાય છે .અને પ્રિન્ટ મીડિયા માં પ્રકાશિત એનું લખાણ જયારે એને ભજીયા ના પડીકા માં મળે કે પસ્તીની દુકાન માં કે અભરાઈ પર ધૂળ ખાતું ત્યારે બે વાત હોય છે .એકતો પુરસ્કાર એને એનું પ્રમાણિત બદલો લાગે . અથવા મારી જેમ માથા ફરેલ વ્યક્તિ એને પોતાના પર્સનલ કોમ્યુટર ના ડેસ્કટોપ માં રાખીને બ્લોગ પર મુકે .જ્યાં ફક્ત એક વિચાર જેને કોઈ બદલાની આવશ્યકતા ના જણાય પણ એને અભિવ્યક્ત થયાનો સંતોષ હોય ….
પ્ર : તમારી આજની વિચાર સ્થિતિ પર થોડો પ્રકાશ નાખશો ??? હવે તમારું ભવિષ્યનું પુસ્તક ????
જ :મેં પહેલા જ કહ્યું મારો વર્તમાન આ પુસ્તક કરતા ક્યાંય આગળ જતો રહ્યો છે .લગભગ દસેક પુસ્તક પ્રકાશિત થાય એટલું લખાણ મારા કોમ્યુટર માં છે . એટલે જો કોઈને રસ પડે તો ચોક્કસ બીજા પુસ્તકો આવશે .મને એક અનુભૂતિ થઇ છે .મારા લખાણોમાં એક અનુભવને મેં કલ્પના ના ઢાંચામાં ઢાળીને મને ગમતા સંચામાં પ્રસ્તુત કરેલો .એનો અંત વાસ્તવિક હોઈ પણ શકે અને ના પણ હોય .એક ટેબલ પર કાગળ પર લખાતી એક વાત અને એક જીવાતી જિંદગીમાં બહુ ફરક હોય છે .જયારે તમે કલ્પના ની દુનિયામાં થી હકીકતમાં જીવવાના આદી બનો છો ત્યારે એ નશો કદાચ તમારી કલમને ધીમી પણ વધારે સચોટ બનાવે છે .અને એ સત્ય જયારે લખાય છે ત્યારે વાંચનારને પચતું નથી હોતું .
પ્ર : હવે તમારી જીવન ની ડગર શું છે ???
જ : મારું જીવન હવે મને ગમે એ રીતે જીવવું છે .મને લખવાનું મન થાય તો લખું . સુવાનું મન થાય ત્યારે સુઈ જવું .ક્યારેક કેમેરા પકડીને ક્લિક ક્લિક કરી લેવું .કોઈ બંદિશ નહિ . !!!! અને કદાચ પોતાના રીતે પોતાની માટે જીવાતી આ થોડી ક્ષણો જો તમારી પાસે હોય તો એ જ જિંદગી ..અસ્તુ …!!!
=================================================================
નમસ્કાર કરીને નીપા જતી રહી ..પણ ત્યાં બેઠેલું કોઈ પોતાને પીરસાયેલા નાસ્તા માંથી હજી સુધી એક બાઈટ લઇ શક્યું નહોતું !!! કેમ ??? કદાચ સૌ પોતાની જાતને પહેલી વાર મળવાની કોશિશ માં વ્યસ્ત હતા …

Advertisements

One thought on “નીપા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s