હેપી વેલેન્ટાઈન ડે …


ઉજવણી પાછળની દીવાનગી એ તો નથી કહેતી કે જિંદગી માં સંતોષ નથી કે એવું કૈક છે જેનાથી આપણે છૂટવા મથીએ છીએ ??? કૈક એવી શોધ કે જે જાણીએ તો છે પણ તેનું વર્ણન વાણી કે શબ્દ માં કે લખીને અશક્ય છે એટલે બસ યહાં સે વહાં .. કદાચ ..કોઈ જીત કોઈ ખુશી કોઈ વ્યક્તિ કોઈ અભિવ્યક્તિ કોઈ પ્રતિસાદ કોઈ પ્રતિભાવ કોઈ પ્રતિબિંબ કોઈ ખૂણો કોઈ દર્પણ કોઈ જગ્યા જ્યાં પહોંચી ને કોઈ વસવસો ના હોય .બસ એક અલાયદો એહસાસ જે હાથની રેખા ની જેમ પ્રત્યેક વ્યક્તિ માટે અલગ …
તેં મારા માટે કોફી કેમ મંગાવી ???
કોફીનો મુડ તો નથી ફક્ત તારી સાથે વાત કરવી છે .શરૂઆત સમજ નથી પડતી .ચાલ આ કોફીનો એક સીપ લઇ તો જોઉં કદાચ વાત કરવાનો તાંતણો મળી પણ જાય . બસ એક નજર સામેના ચહેરા પર અલપઝલપ ફરી વળે અને આંખો માં બધું વાંચી લેવાય અને પછી કોઈ પ્રયત્ન વગર કહી દઈએ કે નાઈસ કોફી … કોઈ ગીફ્ટ નહોતી પણ આ થોડી પળોની નિરાંત જેવી અનમોલ ગીફ્ટ પણ જિંદગી વારંવાર નથી આપતી .અરે એક અછડતો સ્પર્શ સુધ્ધાં નહોતો એમાં પણ લાગણીથી ભરી ભરી ભીનાશ થી મનની માટી મહેકી ગયી .એક વિશ્વાસ આપી ગયી કે હા તારી સાથે વીતેલો એ સમય આપણે લાંબો સાથ નિભાવી શકીશું એનો વિશ્વાસ છે . હા કિસ્મત પણ હોય તો છે જ . તને મળવું તને પામવું એવી ઝંખના કે આશા થી નહિ કે વિશ્વાસ ને લઈને નહિ પણ બસ એક ગમતી પળો જે જિંદગી આપી જાય એને હૈયા ના ખૂણે અજવાળું કરી દેતા ઉજાસ થી છલકાવી દેતી ક્ષણો તરીકે જીવનના એ પૃષ્ઠ પર અંકિત કરી લેવી .એમાં કોઈ પાપ કે કોઈ હીનભાવના તો નથી જ . નથી કોઈ અંતહીન આવેગ .બસ ધ્યાન વખતે જે શાતા મળે છે એ જ તો મળી . મારે તારા માટે તારા પપ્પા કે ભાઈ કે સમાજ સાથે લડવું નથી .એ પછી હું પામીશ એ એક ગીલ્ટ સાથેની અપરાધભાવના !!!?? ના
આજે ઉગતા સૂરજ પહેલા ના સમયે આકાશને જોયું હતું .લાલ ચટક રંગ લઈને .એને બસ જોયા જ કર્યું અને સવારના ચા ના કપમાંથી ચા પણ પીવાનું ભૂલી જવાયું . એવી જ શાંતિ હતી જે આપણી આજની મુલાકાત માં હતી .તારું હોવું કે ના હોવું એ જરૂરી નથી પણ તારી હાજરી સતત અનુભવાતી રહે છે એ એહસાસ અગત્ય નો છે .
અને આવું તો મને રોજ દિવસની કોઈ ને કોઈ પળે થોડા સમય માટે થઇ જાય છે તારો ચહેરો યાદ કરીને ……
તો પછી આજનો જ દિવસ કેમ ??? અહર્નિશ ….
થેન્ક્સ ફોર ધ કોફી ની ફોર્માલીટી વગર જ બાય કરીને આપણે ઘેર ગયા …. કોઈ અપેક્ષા વગર કોઈ કોલ આપ્યા વગર ..આજે જીવનની અડસઠમી વર્ષગાંઠે તારા હાથની લાપસીની મીઠાશ હજી એવી જ તાજી .ચાલને જમાના સાથે ચાલી તો જોઈએ ..મને એક વાર કહેવા તો દે …હેપી વેલેન્ટાઈન ડે …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s