મન સાથે વાત


હાઈ !!!
જો મન તને મળવા માટે પણ મારે તારું ધ્યાન ખેંચવા હાઈ કહેવાઈ ગયું ..તું અને હું ક્યાં જુદા છીએ પણ ના આપણે જુદા પડી ગયા છે .સ્કુલમાં શિક્ષણ લઈએ પછી નોકરી એને આધારે લઈએ અને એમાં એ કશું ના હોય જે સ્કુલ માં ભણ્યા હોઈએ .બસ કૈક એવું જ .તેં મને જીવતા શીખવાડ્યું તો છે પણ તો ય એ પાઠ કદાચ હું ભૂલતી જતી હોઉં એમ લાગે છે ..રોજ મને એક સવાલ થાય છે કે શું હું ખુશ છું ??? ખુશ ક્યારે થાઉં છું ??? ખુશી કેટલા સમય માટે મારી પાસે રોકાય છે ?? શું એક વસ્તુ મને હંમેશા ખુશ કરી શકે છે ??? એવું લાગે છે કે જે વસ્તુ થી હું આજે ખુશ છું ક્યારેક એ વસ્તુ મને ખુશી નથી આપી શકતી ..એવું કેમ ???મારું નામ બદલાયું નથી અને ઘણા સમય પછી મળનાર મને એક જ વાત કહે છે કે હું જરાય બદલાઈ નથી …શું એ ખોટું છે ??? એ સાચું નથી ??? એ ખોટું નથી ??? એ સાચું છે ??? આ બધાનો મતલબ તો ભલે એક દિશાનો હોય પણ સવાલ આપણને એક ભૂલ ભુલૈયા જેવા નથી લાગતા ???
કેટલીક એવી વ્યક્તિઓ મારી નજીક હતી જેની પાસે જવું વાત કરવું મને ગમતું ???કેમ કે હું એમનાથી દુર નહોતી થઇ .પણ સંજોગોવશાત થોડો સમય દૂર રહ્યા પછી એને મળવાનો ઉત્સાહ નથી રહ્યો .એ વ્યક્તિની ખામીઓ નજર આવે છે કે ખૂબીઓ ને હું ઓછું મહત્વ આપું છું ખબર નહિ ???!! આવું તો બધા જોડે થાય છે અને મારી જોડે પણ થયું છે .આજે માણસ કેટલો સ્વકેન્દ્રી બન્યો છે એનું એક નાનું ઉદાહરણ :
અમારી એક નાનકડી બાલ્કનીમાં એક કુંડુ મુક્યું છે અને એમાં રોજ સવારે પાણી નાખવાનો નિયમ છે .પહેલા મારા પતિ નાખતા ત્યારે બે એક બોટલ નાખતા જ। લગભગ નવેક વર્ષથી એ કુંડુ ત્યાંજ પડેલું છે ….અને પાણી નાખવાનો નિયમ પણ એ જ . એક દિવસ કોમ્પ્લેક્સ ના ચાર ટાવર વચ્ચે પાર્કિંગ માટે થોડી બોલાચાલી થાય છે .ત્યારે એક વ્યક્તિ અમારી બિલ્ડીંગ ના નીચેના ભાગમાં એક જગ્યા એ ગાડી પાર્ક કરે છે જ્યાંથી બાલ્કનીમાંથી પાણી બહાર જવાની પાઈપ છે .અને એ પાણી સીધું પેલી ગાડી પર અભિષેક કરે છે … નીચેના માળ પર રહેતા લોકો એ ખૂણા માં રોજ કપડા સૂકવે છે અને ત્યાંથી નીચવેલુ પાણી પણ ત્યાં જ પડે છે . પેલા ગાડી વાળા ભાઈ નો સાફ કરવા વાળો માણસ સાફ બરાબર નથી કરતો અને ફરિયાદ કરે છે પાણીમાં ક્ષાર છે એટલે જામી જાય છે .એટલે સીધી અમને સુચના મળે છે કે તમારું કુંડુ બીજી જગ્યાએ મુકો અને પાણી અહીં ના નાખો .. ત્યારે હું એક દલીલ કરું છું કે અમારી પાણી જવાની પાઈપ નીચે થી તમે ગાડી બીજી જગ્યાએ મુકો એવો વિકલ્પ છે પણ મારી બાલ્કની નો ઢાળ અને પાઈપ તો બદલી શકાય એમ નથી . તો પણ પછી તો સહેજ પાણી જાય એટલે સવારે તમે ઉઠ્યા હોવ ત્યારે ફરિયાદ નો ફોન . અમારે નીચે ત્રણ માળ માં બાલ્કની ધોવા પેલા ગાડી વાળાની એપોઇન્ટ મેન્ટ લેવાની અને કહેવાનું કે ગાડી જરા બાજુ એ મુકો . એ નફફટ લોકો ફક્ત પોતાની સગવડ માટે બધા સાથે લડી લે છે .આ રોજ રોજના ઝગડા થી કંટાળી ને મારા પતિને બદલે હું થોડું ઓછું પાણી નાખું છે અને ઝગડા ને ટાળું છું .પણ તોય એક દિવસ મારી તબિયત બગડતા મારા પતિ પાણી નાખે છે પાને પાણી ગાડી પર પડે છે તો તરત ફરિયાદ કરતા જરાય શરમ નથી આવતી . હવે તો ગાડી નવી છે એટલે કવર થી ઢાંકી રાખે છે અને તોય પાણી તો નહિ જ નાખવાનું .બધાની જિંદગીને બાન માં આવા થોડા લોકો લે છે .અને એને ઝગડા ની શરમ નથી હોતી પણ આપણને પસંદ ના હોય તો આપણે જ રસ્તો શોધવો પડે છે .પોતાના ઘરમાં પણ બીજાને જો આપણી રીતભાતથી તકલીફ થાય તો વ્યક્તિની અંગત જિંદગી માં પણ આવા અડપલા કરતા લોકો શરમાતા નથી ..પણ હા એ કુંડુ મેં હટાવ્યું નથી .એક સામાન્ય કુંડુ એક સંબંધ માં ખટાશ લાવવા કારણભૂત બની શકે ત્યારે એવા સંબંધ સાચવવા કરતા એ છોડનું જીવન સાચવવું મને વધારે ગમે છે .
પણ એ પછી બહુ લાંબા સમય સુધી મેં નિરીક્ષણ કર્યું એ કુંડા નું અને પાણી નું ..ત્યારે એ સમજાયું કે શિયાળામાં જરૂર પુરતું પાણી સંઘરે અને બીજું વધારાનું પાણી નીકળી જાય છે .ઉનાળામાં તો એને બે વાર પાણી નાખવું પડે છે . એ કુદરત છે કે જરૂર કરતા વધારે સંગ્રહ કરતી નથી અને આપણે ????મને હંમેશા સલાહ મળે છે કે મારે પણ ઝગડો કરી જ લેવો . ચુપ ના રહેવું …પણ કોઈની ખોટી આદત ને કારણે હું શા માટે બદલાઉં ??? એને બદલે એ સમયે શાંતિ રાખીને બીજા સમયે એ વસ્તુ ને સમજાવી શકાય છે અને સંબંધો પણ બગડતા નથી …
પહેલા મારું મૌન મારું આભુષણ હતું પણ હવે એ મૌન મારે માટે પીડાદાયક અનુભવ પણ બની રહે છે .તોય ભીતર થી હું સમૃદ્ધ થઇ છું .લોકોની પરખ પણ થતી જાય છે .અને પોતાના વિષે પણ જાણવા પણ મળે છે .ત્યારે મને થાય છે કે અનુભવો સતત માણસ ને બદલે તો છે પણ તો ય માણસ ની મૂળભૂત પ્રકૃતિને બદલી નથી શકતો ….
ચાલો આજે મન સાથે વાત કરીને હળવું થઇ જવાયું !!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s