કાકી


આજે 3 જી માર્ચ પણ થઇ ગયી …વુમન્સ ડે હવે વુમન્સ વિક માં ફેરવાઈ ગયો છે ….મારા જીવનમાં એક મજાનું પાત્ર આવ્યું છે .એ ખરેખર કાલ્પનિક પાત્ર છે અને રેડીઓ શો પર આવતા પ્રહસન નો એક મહત્વ નો ભાગ …તમને પણ જો હાસ્ય ગમતું હોય …હા નિર્દોષ હાસ્ય ગમતું હોય તો યુ ટ્યુબ પર રેડીઓ સીટી જોક સ્ટુડીઓ સર્ચ કરીને મહત્તમ 19 મિનીટ ના આ કાર્યક્રમને માણી શકો છો . ભારતના એક અગ્રગણ્ય એફ એમ ચેનલ રેડીઓ સીટી 91.1નો આ શનિવારે આવતો પ્રોગ્રામ છે ..આમ તો લોકલ ચેનલ છે પણ યુ ટ્યુબ પર જોઈ /સાંભળી શકાય … મોટી ઉંમરના કાકા કાકી ની આ વાતો હોય છે .રોજ બરોજના જીવનમાં થતા ગોસ્મોટાળા .પણ આ કાર્યક્રમે મારું ખોવાયેલું હાસ્ય પાછું આપ્યું ..ના ના હું સીરીયસ નહોતી થઇ ગયી પણ દિલ ખોલી ને હસી શકાય એવું બહુ લાંબા સમયથી મારા જીવનમાં થયું જ નહોતું .
વુમન્સ ડે પર મારે આ કાકી માટે કશું લખવું છે …સ્ત્રીઓ માટે ઘણું ઘણું લખાયું વંચાયું છે . પુરુષો કઈ રીતે સ્ત્રીઓ પર જુલમ કરી શકે એનો કાકી એક જવાબ છે ..ના હો આ કાકી કોઈ નારી મુક્તિ મોરચા ના નેતા નથી પણ સ્ત્રી સ્વાતંત્ર્ય ની નવી વ્યાખ્યા કહી શકાય એવું પાત્ર . આપણે તો લોકો શું કહેશે એ વિચારી વિચારીને ઘણું બધું કરી શકતા જ નથી પણ આ કાકી તો બધું જ કરે .અને એકદમ બિન્દાસ થઈને કરે .અને એવું એવું કરે કે કાકાને ના જોઈતા ટેન્શન માં મુક્યા કરે .એના માટે જીવનની તમામ પળો અને પ્રસંગો ઉત્સાહ થી ભરપુર ભલે ને પછી બીજાઓનું જે થવું હોય તે થાય ખાસ કરીને કાકા નું ….કાકા દર અઠવાડિયે એમની કરમ કહાણી કહે .ત્યારે મને એક જ વિચાર આવે કે પુરુષ અન્યાય કરે છે લડત આપો એવું બધું કરવાને બદલે ખાલી કાકી ને આત્મસાત કરી લેવાય તો ખરેખર પુરુષ જાત પર બદલો લીધાનો સંતોષ મળી રહે …
દર શનિવારે મારા માં રીતસર કાકી નો આત્મા ઘુસી જાય ..એના ડાયલોગ પણ મોઢે કરી લઉં .અને પછી બે દિવસ એના જેવી ધમાચકડી પણ કરી લઉં . આપણે સ્ત્રીઓ ઘણું બધું એવું કરી શકીએ કે આપણા સામાજિક કૌટુંબિક દાયરા માં રહીને કરી શકાય .પણ આપણે નિષ્ફળ જઈશું તો ??? આપણી મજાક થશે તો ?? આપણો કચરો થશે તો ??? લોકો આપણી ઠેકડી ઉડાડશે તો ??? આ બધા તોતેર મણ ના તો ને કાકી લીંબુ શરબત માં ખાંડ સાથે ઓગાળીને પી ગયા છે ..આપણે ક્યારેય એવું નથી વિચારતા કે આવું કરતા આપણને આનંદ મળે તો ???? અને એ નિર્ભેળ આનંદ માટે કશું જ કરવાનું હોતું નથી .એ આપણી આસપાસ છે .નાની નાની બાબતો નો આનંદ …
એક ઉદાહરણ આપું : કાકી રસોઈ શો માં ભાગ લે ..એની ફજેતી પણ થાય .પણ એ ક્યારેય કોઈ બાબત થી દુઃખી નથી જણાતી કેમ કે કાકી દુખી રહેવા કરતા પોતાની આવતી મોજ માં મસ્ત રહે છે .પોતાને ગમતું કરે છે .એની નિષ્ફળતાઓ ક્યારેય એના પર હાવી નથી થતી .એક એક તહેવારો એ એના જ ઢંગથી ઉજવે છે .એને પીપુડું વગાડવું ગમે તો એ બિન્દાસ વગાડે પણ છે .ક્રિસમસ પર ઘંટ લઈને વગાડ્યા કરે છે …એ દરેક અડચણોને ટોટલી નોર્મલ રીતે લઇ શકે છે ..ઉદાહરણ તરીકે : કાર શીખવા જતી વખતે કહે કે : અથડાયા સિવાય તો કાર ના જ શીખાય ..પણ અથડાવા થી થતું નુકસાન અને અથડાવા નો ભય આપણને કાર શીખતા રોકે છે એ આપણે સમજી નથી શકતા …
કોઈ મોટા મોટા કામો બધી સ્ત્રીઓ કરે એ જરૂરી નથી હોતું .દરેક સ્ત્રી સ્વતંત્રતા નો ઝંડો લઈને નીકળી પડે તો ઘર અને સમાજ વ્યવસ્થા ખોરવાઈ શકે .પણ કોઈ વઢશે -ખીજાશે -બોલશે -મશ્કરી કરશે આ બધા ભય છોડીને પોતાને ગમતા નો ઘડી ભર ગુલાલ કરી લેશે તો ચોક્કસ એનામાં થોડા સમય પછી ગજબનો આત્મવિશ્વાસ કેળવાશે .એનામાં નિષ્ફળતા સામે લડવાની ખુમારી સહજ આવી જશે અને ધીરે ધીરે તેની ઈચ્છાઓ નો સ્વીકાર તેનું ઘર અને સમાજ બેઉ કરશે ..આપણે હક્ક ની લડાઈ તો પહેલા પોતાના ઘરમાં લડવાની છે પણ એ લડાઈ તરીકે નહિ થોડું થોડું પોતાની ગમતી રીતે જીવીને ..હમણાં હું કોઈ બ્લોગ પર ઝાઝું લખતી નથી પણ હું મારી ગમતી પ્રવૃત્તિ કરું જેમાં બધા સભ્યો સાથે હોય છે .એટલે ખુશ તો રહું જ છું ..
સ્ત્રીઓ – બહેનો પોતાનો શોખ જરૂર રાખો અને તક મળતા પૂરો પણ કરી લો . મારો બાબો સ્કુલે થી આવશે તો ?? એ વિચારે 3થી 6માં બહેનપણી સાથે કોઈ વાર ફિલ્મ ના જોવી એ જરૂરી નથી ..એ બાબા નું વૈકલ્પિક એડજસ્ટમેન્ટ શક્ય છે ..કરી જુઓ ..જીવન જીવવાની પણ મજા પડી જશે …
આખા ઘરમાં પોતીકા એક ગમતીલા ખૂણાની જેમ !!!!
એક વાર સાંભળશો જરૂર . મારી કાકી મારા માટે સ્ત્રી પર થતા બધા અત્યાચારોના સહજ રીતે બદલા લેતું સ્ત્રી પાત્ર છે .જે પુરુષો ને પણ પજવી શકે છે ..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s