સ્ત્રી હોવું એટલે…


image013સ્ત્રી હોવું એટલે ….
આજે જે મોઢામોઢ પબ્લીસીટી થાય છે એ તમામ વ્યાખ્યાઓ ..જે સાંભળી છે અને જે નથી સાંભળી કે વાંચી કે જોઈ …
સ્ત્રી એટલે સિમ્પલી ભગવાને ઘડેલા મનુષ્ય નામના જીવમાં નર એટલે કે પુરુષ અને માદા એટલે કે સ્ત્રી …ભગવાને બધું અધૂરું રાખ્યું છે .જો સ્ત્રી કે પુરુષ બેઉ માંથી એકેય એકલે હાથે સૃષ્ટિ ને સર્જી શકતા હોત તો ???તો એ ભગવાન બની જાત .એક મેક ની મદદ વડે આ સમગ્ર સૃષ્ટિ નું સર્જન આગળ વધારવું અને ટકાવી રાખવું એ મકસદ હશે એમનો . એમણે જીવન નું સર્જન કર્યું અને સાથે મૃત્યુનું બંધન પણ લાધ્યું છે .મૃત્યુ વખતે જીવ પોતાની જાતે કોઈની મદદ વગર મુક્ત થાય છે એમાં નર કે માદા નો સંયોગ જરૂરી નથી પણ એનું સર્જન એ ખુબ નાજુક કામ છે એટલે જીવને પોષવા માટે માતાની કુખ પસંદ કરી .અને પું કેસર દ્વારા સ્ત્રી કેસર ફલિત થાય એવી વ્યવસ્થા કરી .એક મેક ના સહવાસને લીધે પ્રેમ પાંગર્યો અને એકબીજાની આદત બની ગયી ..
નાનકડું શિશુ કેટલું નાજુક હોય !!! એને સતત નવ મહિના સ્ત્રીની કોખ ફક્ત સાચવતી નથી ઉછેરે પણ છે અને મોટું કરીને દુનિયામાં લાવે છે .એટલે સર્જનકર્તા ભગવાનના અધૂરા કામને અને એમની કૃતિને પૂર્ણ રૂપ આપે છે .કદાચ ભગવાન પણ પુરુષ છે એટલે એમને પણ એક સ્ત્રી સ્વરૂપા ના સહયોગ થી ઓળખાય છે ને !!! અને એ પુરુષ ને પોતાના સર્જનને આખરી ઓપ આપવા માતાની કૂખ જોઈએ છે …નાજુક નમણી કમજોર સ્ત્રીની પ્રસવપીડા તો એનો બીજો જન્મ હોય છે અને એ વખતે એની શક્તિ ખુદ શક્તિસ્વરુપા દૈવી અંશ ને જ બનવું પડે છે …
આપણી આ શક્તિ આપણી આ સંવેદના આપણી આ ખૂબી માટે ક્યારેય આપણે સ્ત્રીઓ સગર્વ જોઇને પોતાના માટે ગૌરવ અનુભવ્યું છે ખરું ????
ચાલો આપણે આપણા માટે કહેવાતી બધી વાતોને મનમાં વાગોળીએ એક વાર …
સ્ત્રી હોવું એટલે પોતાના રૂપને નહિ પોતાની ભીતરની શક્તિ ને દર્પણ જોઇને ઓળખવું …
સ્ત્રી એટલે ભણતર થી નહિ પણ પોતાના સ્ત્રી સહજ ગણતર થી સમાજ નામની સંસ્થાને વર્ષોથી સુચારુ રૂપે ચલાવતી મેનેજર ….
સ્ત્રી હોવું એટલે જન્મજાત શિક્ષક …પહેલા પિતાને પ્રેમ શીખવાડે પછી ભાઈને અને પછી પતિને પ્રેમથી જીવતા શીખવાડતો ગુરુ ….
સ્ત્રી એટલે પારણાની દોરી સાથે ગવાતા હાલરડામાં સંસ્કારના હાલરડાંનું ગીત ગુંજન ….
સ્ત્રી એટલે ઘર અને બહાર વચ્ચેનો ઉંબર જેને સન્માન આપો તો સુખ અને અપમાન કરનાર ને ઠોકર આપવાની શક્તિ ( આપણે પોતાની આ શક્તિને અવગણી છે ) .
સ્ત્રી એટલે કોલેજના લેકચર અને ક્લાસની ભાગદોડ પછી પણ મમ્મીને ઘરકામમાં મદદ કરતી સખી ….નાનપણથી જ રસોડાની યુનીવર્સીટી ની તાલીમાર્થી …
સ્ત્રી એટલે સેવાભાવને પોતાનો ધર્મ સમજતી દરેક ઘરની મધર ટેરેસા ….
સ્ત્રી એટલે સૃષ્ટિના સર્જન કર્તા ની પ્રતિનિધિ હોવા છતાય પોતાની ઓળખને ઘરના પાયાની જેમ છુપાવી રાખતી ઈમારત ….
સ્ત્રી એટલે પ્રેમ નો રાગ અને સ્વમાનની આગ ….
સ્ત્રી એટલે પોતાની જાતને મીણબત્તીની જેમ ઓગાળી અજવાળું પાથરતી અગન શલાકા ….
સ્ત્રીને બોલબોલ કરતુ મશીન કહો છો ??? સ્ત્રી તો આટલા યુગો થી પોતાના પર થતા જુલમ સહન કરીને ,પુરુષની હવસ કે અત્યાચારનો ભોગ બનીને પણ ક્યારે બોલી છે ???? સ્ત્રીએ ક્યારેય પોતાના કામનો ક્યારેય પગાર માંગ્યો નથી ….સ્ત્રીએ પોતાની પીઠ પર ઉઠેલો સોળ ક્યારેય ચહેરા પર ઉજાગર કર્યો નથી ..તમે એની ઈજ્જત ભલે ઉછાળી હોય પણ સ્ત્રીના દરેક સ્વરૂપે ઘરની અને સમાજની ઈજ્જત ઢાંકી રાખી છે …
કદાચ સ્ત્રી પણ હવે બદલાઈ રહી છે ..હવે એને હાલરડાં માં બોલની થતી ભૂલ સમજાઈ રહી છે ..હવે એણે કડાઈ ની જગ્યાએ પુસ્તક ની મહત્તા સમજી લીધી છે ..હવે એણે પુરુષ સમોવડી બનવા પહેલા બહેન તરીકે ભાઈ સમોવડી – પત્રી તરીકે પુત્ર સમોવડી -માતા તરીકે પિતા સમોવડી -પત્ની તરીકે પતિ સમોવડી બનવાની શરૂઆત કરી દીધી છે .પતિ નું ઘર અને પિતાના ઘર વચ્ચે લોલક ની જેમ ફેંકાયા કરવા કરતા એણે પોતાનું ઘર પણ શોધવાનું કરી દીધું છે .એણે બધાની ઈચ્છાઓને આંધળુકીયું માં આપવા સાથે પોતાની ઈચ્છાઓને દબાવી દેવાનું બંધ કરી દીધું છે …હવે એના સપના ફક્ત રાત સાથે પુરા નથી થતા। ..હવે એ સપના ને પુરા કરવાની હામ રાખી શકે છે . હવે એ પોતાનું અપમાન બર્દાશ્ત કરવાનું છોડી ચુકી છે ..હવે એને સમજાઈ ચુક્યું છે કે સ્ત્રી હોવું એટલે શું ???પગની જુતી થી માથા ના મુગુટ બનવાની સફર નો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે લાગે છે હવે હવા બદલાઈ રહી છે …આ બદલાતી હવા નો વાસંતી વાયરો એટલે મારું સમજવું કે સ્ત્રી હોવું એટલે સર્જનહાર ના પૃથ્વી નામની શાખાના શાખા પ્રબંધક – પ્રતિનિધિ હોવું .જેનું હૈયું ફૂલ જેવું કોમલ અને શક્તિ વજ્ર થી પણ કઠોર !!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s