થોડું મારા માટે પણ ….


IMG-20160322-WA0006મહોબ્બત હૈ યે જી હજુરી નહિ … કી એન્ડ કા નું આ ગીત ખરેખર તો ખુબ અર્થપૂર્ણ છે ..પ્રેમ માં પણ પોતાના વ્યક્તિત્વની સ્વતંત્ર ઓળખની અભિવ્યક્તિ …..જો કોઈ ઈશારો ના હોય તો પ્રેમ પૂર્ણ થઇ ગયો હોય એમ હોય ખરું ???પ્રેમ અને લગ્ન જીવનના દાયકા વિતાવ્યા પછી કોઈ એક વળાંક પર કોઈક મનમાં વિચારે લાવ ને પાછું થોડું ફ્લેશબેક જીવી લઉં તો !!! હા શરીર એ જુવાનીનો થનગનાટ નથી અનુભવતું અને મન પણ ક્યાંય પોતાના ચક્રવ્યૂહ માં અટવાયેલું ભલે છે પણ થોડું ક પોતાનું જ એવી પળો પાછી મળે તો ???
હા જીવનના 5 દાયકા પુરા કર્યા પછી મને આ વિચાર આવે છે ..નાં હું કોઈ કાલ્પનિક પાત્ર નથી આજે .આજે હું હું જ બનીને વાત કરી રહી છું . મારી જિંદગી મેં મારી રીતે કંડારી તો છે પણ એમાં કેટલા બધા સમાધાનો કરતા કરતા …મારો સમય કાઢ્યો તો છે પણ બધાને પુરતો સમય ફાળવતા ફાળવતા ..કોઈક કોઈક વાર તો રાત્રે બધા સુઈ ગયા પછી 11 વાગ્યે બ્લોગ લખ્યો છે …સમય સાથે મેં અનુભવ્યું કે મારી અગત્યતા પણ સમય સાથે બદલાઈ છે .મારું સ્થાન પણ થોડું અલગ થતું જાય છે ..હવે હું કોઈકની આદત બની ગયી છું પણ એ હદે કે મને મારી મોકળાશ નથી રહેતી ..શરીર થોડું ઓછું સાથ આપે છે એટલે પહેલા જે કામ દસ મિનીટ માં થતું હવે કદાચ વીસ મિનીટ પછી એક પાંચ મિનીટ નો વિરામ પણ માંગે છે .પણ આ હાલતનું કોઈ આંખે દેખ્યું સાક્ષી નથી હોતું .બધા પોતપોતાના કામમાં વ્યસ્ત .પહેલા બધું લેવા જાતે જવું પડતું હવે તો ઘેર બધા લાવી આપે છે .કોઈ વાર તો પંદર દિવસ ઘરનો ઉંબર ઓળંગ્યે નીકળી જાય છે .મને મારી ગલીની બહારની સડક પણ નવા શહેર ની હોય એવી લાગે છે .પહેલા જયારે કશું લેવા નીકળીએ ત્યારે એકાદ પરિચિત સામે સ્મિત અને બે ઘડીની વાત કેટલો મોટો માનસિક આધાર બની રહે એ આજે એકલતા માં સમજાય છે .હવે ફરી કશું લેવા જવાનું મન તો થાય છે પણ ઘરનું કામ આઝાદી નથી આપતું .પોતાની સાથે ઘણી બધી વાતો થતી રહે છે .ક્યારેક બધા પર બળાપો નીકળતો રહે છે પણ શાંત મન એ પણ વિચારે છે કે આ બધા માટે જવાબદાર હું પોતે જ છું . મારે પહેલે થી જ પોતાના સમય ની અગત્યતા સમજવી પડે અને એની સમજ પણ આપવી પડે .હવે તો જાણે મારી આજીજી કોઈ બહેરા કાને અથડાતી રહે છે એવું લાગે છે ….
પણ મારે જ તો વાત કરવી પડે મારી ..કશોક રસ્તો શોધવો પડે ….લાયબ્રેરીની મેમ્બર તો હતી પણ ચાલતા જઈને ચોપડી બદલાવાનો સમય નહોતો મળતો .એ સમય કાઢ્યો ..સીવતા તો આવડે પણ કાપડ લાવીને કરવું ??!!! કોઈ સાથે આવે નહિ ..ઘરમાં જૂની સાડીઓ શોધી કાઢી . એક બહેનોની સંસ્થામાં સભ્યપદ લીધું .જોડે જોડે મારી સાથે રહેતા પડોસી બહેનોને પણ પૂછ્યું તો પાંચ સાત બેનો આવવા તૈયાર થઇ ગયા .મહીને એક પ્રોગ્રામ હોય એમાં બપોરે જવાનું .ગરબા ભજન પ્રવાસ ,સભા બહેનો રમી શકે એવી રમતો .અને બધા લગભગ 40 વટાવી ચુક્યા હોય એવા …નવા લોકોને મળતા જીવનમાં થોડો ઉત્સાહ તો આવ્યો જ .પોતાની એક નવી જગ્યા અને નવી રાહ જોવાની ડોકાબારી મળી ..70 વર્ષના માજી પણ મોજથી ગરબા ગાય ને ઇનામ જીતે .બધાને પોતપોતાના પ્રોબ્લેમ તો હશે જ પણ ભેગા થઈને બે ઘડી ગમ્મત કરવાની વાત હતી …
માર્ચમાં વકતૃત્વ સ્પર્ધા આવી …મને શાળાના દિવસો યાદ આવ્યા અને મેં નામ લખાવી દીધું …પણ એ દિવસો જુદા હતા .પપ્પા કે શિક્ષકની મદદથી એક સ્ક્રીપ્ટ તૈયાર મળતી અને ગોખીને બોલીને છટાદાર રીતે બોલીને ઇનામ પણ મળતા ..સ્કુલના તાલીઓના ગડગડાટ પણ હતા .મમ્મી પપ્પાના ગર્વિષ્ઠ ચહેરા પણ હતા .હવે કશું જ નહોતું ..આ ઉંમરે બસ પોતાના મનને બહેલાવવા કરું છું એવી આછીપાતળી અનુભૂતિ થી સહાનુભુતિ થી અપાતી રજામાં કશું શોધવાનું પણ નહોતું .મંગળવારે સ્પર્ધાના એક સપ્તાહ પહેલા વિષય મળી ગયો પણ એ માટે વિચારવાનો સમય નહિ મળ્યો .એક રાત્રે જાગીને થોડું બોલવાનું લખી તો લીધું પણ વાંચવાનો સમય ના મળ્યો .સમય મળ્યો એ બહાનું નથી પણ પોતાના બધાઓના સમય સાચવીને થાકતા શરીર ની આરામની માંગ ગણી શકો !!!!
મીનીમમ ફીઝ હોય એટલે બધા મેમ્બર તો બને પણ પ્રોગ્રામમાં આવવામાં સંખ્યા ઘટી જાય .દરેક ને પોતાનું ” જેન્યુઈન” બહાનું હોય જ .
પણ જતાના બે કલાક પહેલા થોડુક વાંચ્યું અને વિચાર્યું ….વિચારો બહુ બધા આવ્યા પણ એને સરખી રીતે તબક્કાવાર કહેવામાં મુશ્કેલી પડશે એવું લાગ્યું .આ બધા ટેન્શનમાં થોડું પતિદેવ સાથે ઉગ્ર અવાજે બોલવાનું પણ થઇ ગયું અને અંતે સોચના ક્યાં જો ભી હોગા દેખા જાયેગા ના ન્યાયે ત્યાં પહોંચી ….
વકતૃત્વ સ્પર્ધા શરુ થઇ .છેલ્લા બે કલાક નો સમય મને અંદરથી ઢીલી કરી રહ્યો હતો .પણ મારું નામ આવતા હું બોલી …
વિષય હતો : સ્વચ્છ ભારત અભિયાનમાં મહિલાઓની ભૂમિકા …
ફેસબુકમાં જોયેલ વિડીયો અને આસપાસ કરેલું નિરીક્ષણ એવું બધું કામ આવ્યું .મારી સાથે આવેલી મારી પડોસની બે બહેનપણીઓ એ મને કહ્યું કે તમારો નંબર આવશે ..પણ તો ય એનાથી કોઈ ફર્ક નહિ પડે એવું લાગતું ….
સ્પર્ધા પૂરી થઇ …અમને પહેલું ઇનામ મળ્યું .2015-2016 માટેનું ફરતું શિલ્ડ ,પ્રમાણપત્ર અને રોકડ …એક સાવ અજનબી બનીને ત્યાં આવતી અને બેસીને બધી પ્રવૃત્તિ જોતી ત્યાં જ બધા જ મારા પર અભિનંદન ની વર્ષા કરી રહ્યા હતા .બધા જ ખુબ ખુશ હતા …પણ હું સાવ સ્થિતપ્રજ્ઞ જેવી શાંતિથી થેંક યુ કહેતી જતી હતી …ચિનગારી પર વર્ષોની રાખ દૂર થઈને એક ઝબકજ્યોત દેખાઈ હતી ..ખુદમાં તૂટતો જતો વિશ્વાસ કદાચ ફરી સળવળ્યો હતો . ઘેર આવીને પહેલો ફોન પતિદેવ ને કર્યો …મને ઇનામ મળ્યું …હા મને ખબર જ હતી કે તું જીતીશ ….
દીકરીને કહ્યું ફોન પર। તો કહે : બોલબચ્ચન માં તને કોઈ ના પહોંચે ….પાર્ટી આપ ….
પણ નાં મહિનાનો આ એક કલાક મારી ચેતના ને ઢંઢોળી ગયો એ હું પણ કબૂલીશ ….શું કરું ભગવાનને છાનામાના થેંક યુ કહી દીધું ….
અને વિચાર્યું કે હવે પોતાના માટે પણ પ્રાથમિકતા આપવી જરૂરી છે .મારા માટે બધાની અગત્યતા છે પણ તો ય થોડું મારા માટે પણ ….

Advertisements

One thought on “થોડું મારા માટે પણ ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s