એક કબૂતરની વાત


IMG_20160331_105842આજે એક કબૂતરની વાત કહેવી છે પણ આ વાત વાંચતી વખતે તમારે પણ એક કામ કરવાનું છે .તમારે એને મનુષ્યની એ તબક્કાની વાત સાથે સરખાવવાની છે અને અંત મારા અને તમારા બેઉ માટે અધ્યાહાર રહેશે ..ફક્ત પોતાની માટે જ …
બહુ જીદ્દી એ કબુતર .જાગ્રત અવસ્થાના ચારેક કલાક એને બાલ્કની માંથી ભગાડવામાં જતા .એક કબુતર જોડલી માળો બનાવી ઈંડા મુકવા માટે જગ્યા શોધતી હતી અને એમને હિસાબે મારા ઘરની ચોકડી શ્રેષ્ઠ લોકેશન હતું …દોડ પકડ ચાલતી રહી અને એક દિવસ હું સવારે ઉઠી નહાવાનો ટુવાલ લેવા ચોકડી માં ગઈ તો મોરીમાં એક ઈંડું જોયું .એવી જગ્યા કે ત્યાં એ ઈંડું સલામત નહોતું અને મેં એને ધીરેથી એક પૂઠા થી પાત્ર માં લીધું અને એક ખોખા માં મુક્યું .થોડું ઉંચે અને સલામત જગ્યા એ .કબુતરી મોરી પાસે જઈને નિસાસા મુકે .ચારેક કલાકે એણે ખોખામાં મુકેલ ઈંડું સેવવાનું શરુ કર્યું . બીજા દિવસે બીજું ઈંડું પણ મુક્યું .સતત હુંફ થી એકાદ મહીને એક બચ્ચું બહાર આવ્યું .બીજું ઈંડું કબુતરીએ જાતે માળામાંથી ફેંકી દીધું .એને પાંખમાં લઈને બેસી રહે .આંખ પણ નહોતી ખુલતી બચ્ચા ની .ધીરે ધીરે ચાંચમાં લઈને એને ફેરવે આમતેમ આપણે રોટલી ફેરવીએ તેમ …બચ્ચું ધીરે ધીરે મોટું થવા માંડ્યું .પીળી રૂંવાટી પર કાળી લીટીઓ હતી .
રોજ એની પ્રગતિ જોઈ જોઈને ખુશ થઈએ .બચ્ચું મોટું થવા માંડ્યું .ચાંચમાં ખોરાક લાવીને બેઉ પાલકો આપે .
હવે એના પાલકો રાત્રે એને માળામાં એકલું છોડીને જવા માંડ્યા . વહેલી સવારે પાછા આવી જાય અને સાંજે જતા રહે .બચ્ચું બધા અવાજો થી સહેમેલું સહેમેલું બેસી રહે .એની પાસે કોઈ જાય નહિ .ધીરે ધીરે ઓળખતું થઇ ગયું તો ઓછું ડરતું .હવે ઝીણો ઝીણો અવાજ પણ આવતો ..એ હવે માળામાંથી નીકળીને થોડી લટાર મારતું . પાટિયા પરથી નીચે આવતું અને ઉડીને ઉપર જતું .એની માં સાથે રીતસર ફાઈટ થતી .પણ ધીરે ધીરે શીખી ગયું .
અને એ સવાર આવી પહોંચી જેનો અંદેશો હતો : આજે માળો ખાલી હતો . અમે એની શોધખોળ ચાલુ કરી કેમ કે હજી એ લાંબુ ઉડતા નહોતું શીખ્યું .મને લાગ્યું જો ચોથે માળ થી નીચે પડ્યું હશે અને જીવતું હશે તો સમડી કે બિલાડી નો બ્રેકફાસ્ટ બની ગયું હશે !!! ખાલી માળો આખો એની ચરક થી ભરેલો અને ગંદો હતો .શું એને કોઈ વેક્સીનેશન ની જરૂર નહિ પડી હોય ????? માં ને કેટલી રજા મળી હશે ??? પપ્પાને કેટલો ધંધો જતો કરવો પડ્યો હશે કેમ કે માં અને બાપ બેઉ બે પાળી માં ઈંડું સેવતા અને બચ્ચાની દેખરેખ રાખતા હતા . હા એના સ્કુલનું એડમીશન ????
પણ ના એ મારી અગાસીના શેડ નીચે સંતાઈને બેઠેલું .દિવસે અમારી બાલ્કની માં ત્યારે આવે છે જયારે બહાર તડકો હોય .રાત્રી રોકાણ હવે બારી ઉપરની છાજલી માં કરે છે .બે અઢી મહિના પછી નક્કી કર્યું છે કે હવે ઈંડું મુકવા નથી દેવું ..બસ વિચારીએ કે આ મૂંગું પક્ષી અને આપણે બોલતા મનુષ્યો !!!

Advertisements

One thought on “એક કબૂતરની વાત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s