નાળ થી જે સંબંધ બંધાયો એ જનની


મારા જન્મથી તું માં બની માં ..
પછી પળે પળે તું મોટી થવા માંડી
અને હું પણ મોટી થવા માંડી …
પણ મારા મોટા થવા સાથે
તું નાની થવા માંડી ..
મને તો કશું ખબર ના પડે એટલે
તું જ મને કાલી ઘેલી ભાષામાં કહેવા માંડી ,
તું મારી માટે ઢીંગલી બનાવતી ,
પપ્પા એનું નામ સુંગા પાડતા ….
હું તારું મોટપણ જીવતી તારી સાડી પહેરી ,
તું મારું નાનપણ જીવતી ઢીંગલી રમીને ….
ધીરે ધીરે તારી અને મારી દુનિયા બદલાવા માંડી ….
હું પુસ્તકો સાથે અને તું લંચ બોક્ષ માં પુરાવા માંડી …
તું અને હું હંમેશા રાહ જોવાની ટેવ માં બંધાવા માંડ્યા …
હું ઘેર પાછા ફરવાની રાહ જોતી
તું મારા પાછા આવવાની રાહ જોતી …
બીજા રૂમો માં બેસી પરીક્ષા આપતા એક મેક પર નજર રાખતા …..
તેં અને પપ્પાએ મારા માટે એક રાજકુમાર શોધ્યો …
તેં હસતે મુખે અને રડતી આંખો એ મને “મારા ” ઘેર વળાવી ….
હવે ત્યારથી રોજ તો આપણે આપણી યાદોમાં મળીએ છે …
ત્યાં સ્મૃતિઓ છે પણ થોડી અલગ અલગ છે ….
તારી અને મારી દુનિયા પણ અલગ છે …
તારી દુનિયા માં હજી પણ હું છું …

હવે હું પણ એક માં છું
એક દીકરી ની માં છું ….
તારી જિંદગી હવે મારે જીવવાની છે ,
તારો ઈતિહાસ મારે દોહરાવવાનો છે …
તારી ભીનાશ ની પરાકાષ્ઠા હવે અનુભવાય છે …
પોતાની દીકરી ની પાસે અને પોતાની માં થી દૂર …
એક બહુ મોટી દુનિયા બનાવી છે સ્મૃતિઓની …
રાત્રે અને દિવસે યાદોમાં હેડકી બનીને આવી જવાય છે …
પાણી પીને આંખમાંથી અનાયાસે વહાવી દેવાય છે …
બસ મારા ઘરમાં તું નથી …દીકરી છું ને !!!???
ભગવાને દીકરી ને કોમલ હૈયું તો આપ્યું ,
પણ ઘડપણ ની લાકડી બનવાનું સૌભાગ્ય ફક્ત
ભાઈ ભાભી ને આપ્યું !!!
અહીં પણ એક માં છે ” સાસુ માં “…
માં ની લાગણીઓ છે
પણ ..પણ …
નાળ થી જે સંબંધ બંધાયો એ જનની તો તું જ માં …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s