વે – કે – શ – ન… (2)


પરેશાન છોકરાવ અહીં તહીં ફાંફા તો મારવા માંડ્યા પણ કાકી બા દેખાયા નહિ ..ત્યાંતો રામુકાકા એ બધાને કહ્યું જાવ અગાસીમાં તમે બધા …સડસડાટ પવનપાવડી પહેરી હોય એ સ્પીડે બધા અગાસીમાં …અને ત્યાં તો …….
લાઈન બંધ પથારીઓ પાથરેલી। .ઓશિકા અને ચાદરો પાથરેલી અને કાકી બા એના પર બેઠેલા …બધા એમની આગળ પાછળ વીંટળાઈ ગયા ના બેસી ગયા …હવે કાકી બાની વાર્તાની પોટલી ખોલી તો વિસ્ફારિત આંખે બધાને કલ્પનામાં પરી અને રાક્ષસનો પરિચય થયો ..ના એ પેલા કાર્ટુન ચેનલ વાળા નહોતા ભાઈ .. થોડાક બીતા થોડા હંસતા બધાને ધીરે ધીરે નિદ્રારાણી પોતાના આંચળમાં પોઢાડવા માંડી …
પોતાના પર્સનલ વેલ ડેકોરેટેડ ચિલ્ડ્રન રૂમ ના કાર્ટુનો થી દૂર બધા સાથે અનંત તારાઓની મૈત્રી કરતા કેવી સરસ ઊંઘ આવી ગયી !!! બધા બાળકોને એક બીબાઢાળ જીવનની બહાર નીકળવાની મોજ પડી ગયી …કાકી બા એ બીજી સવારે પાસેની ટેકરી પર ટ્રેકિંગ કરવા જવાનું કહેલું એટલે વાનરસેના તો કાકી બા ના પહેલા જ જાગી ગયેલી …બધા પાસે નાની બેગ કાકી બા એ ભરાવી .એમાં પોતપોતાનું પાણી ,નાસ્તો ,નેપકીન ,ફળો ,ચમચી ,ગ્લાસ બધું ભરાવીને નીકળવાનું કહ્યું ..રામુકાકા જોડે નહોતા આવવાના એટલે બધાને ખભે બેગ મુકાવીને ચડવાનું શરુ કર્યું ..વચ્ચે એક ફૂલોનો બગીચો આવતો …કાકીબા એ બધાને ત્યાં ફૂલોના નામ સાથે પરિચય કરાવ્યો …ફૂલો કેમ ના તોડવા જોઈએ એ કહ્યું ..ટેકરી પર જઈને હનુમાનજી ના મંદિર માં થોડી પ્રેયર્સ પણ ગવડાવી અને હનુંમેન ( ઇન્ડિયન સુપરમેન ) ના તોફાનો પણ કહ્યા … બધા છોકરાઓ માંથી થોડા નું પાણી ખલાસ થઇ ગયેલું .થોડા પાસે વધારાનું હતું . અહીં શેરીંગ કરતા શીખવ્યું જે બાળકોની સુપર મોમે ક્યારેય શીખવાડ્યું નહોતું …બપોર સુધીમાં તો બધા પાછા આવી ગયા ..એટલી ભૂખ લાગેલી કે કોઈએ મેનુ પૂછ્યું જ નહિ અને જે બનાવ્યું હતું તે બધું પેટભરીને ખાઈ ગયા …
આજે બધા બાળકો પલાઠી મારીને નીચે બેસીને શાંતિથી ખાતા હતા તે ધીરેનભાઈ માટે તો આશ્ચર્ય હતું ..તે અને દાદી પણ નીચે આવી ગયા ..આજે ડાયનીંગ ટેબલ પર કોઈ ના બેઠું …
હજી તો એમને માટે વધુ વાતો કાકી બાની પોટલીમાં સંતાઈ ને બેઠેલી જ હતી પણ બધા થાકીને સુઈ ચુક્યા હતા …
એ સાંજે કાકીબા એ બધા બાળકોને પોતપોતાના ઓશિકા અને ચાદર જોડે લઈને અગાસી પર પથારી કરવાનું કહ્યું ઇનામ હતું કાકીબા ની જોડે સુવા મળશે જે ચોક્ખી સને સરસ પથારી કરશે …..
તો પછી … ધીરજ રાખો હજી રાત શરુ થવાને ખાસી વાર છે જમી તો લો ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s